ભારતમાં આતંકી ચંદ્ર પરથી નહીં, પાડોશી દેશમાંથી આવે છે : યુરોપિયન યુનિયન

। યુએન ।

સ્ટ્રાસબર્ગ (ફ્રાન્સ)કાશ્મીર પર દુષ્પ્રચાર કરીને એને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાની કોશિશ કરી રહેલા પાકિસ્તાનને યુરોપિયન યુનિયનની સંસદે જોરદાર ઝટકો આપ્યો છે. આ સંસદે એક સૂરમાં પાકિસ્તાનની આકરી ટીકા કરી છે અને કહ્યું છે કે, આતંકવાદના મુદ્દે આપણે ભારતનું સમર્થન કરવું જોઈએ કારણ કે, પાકિસ્તાનમાં આતંકીઓને સંરક્ષણ મળે છે અને તેઓ પાડોશી દેશમાં હુમલા કરે છે. ભારતમાં આતંકીઓ ચંદ્ર પરથી નહીં પણ પાડોશી દેશમાંથી આવે છે.

૧૧ વર્ષમાં પહેલી વાર કાશ્મીર પર ચર્ચા 

યુરોપિયન યુનિયન સંસદમાં ૧૧ વર્ષમાં પહેલીવાર કાશ્મીરના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી અને એમાં ખુલ્લી રીતે ભારતનું સમર્થન કરવામાં આવ્યું હતું. ચર્ચા વખતે પોલેન્ડના નેતા અને સાંસદ રિજાર્ડ જાર્નેકીએ કહ્યું હતું કે ભારત દુનિયાનૌ સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે. આપણે ભારતના જમ્મુ-કાશ્મીરમાં થતી આતંકી ઘટનાઓ પર ધ્યાન આપવાની જરૂર છે.  ઇટાલીના નેતા અને સાંસદ ફુલવિયો માર્તુસિલોએ કહ્યું હતું કે, પાકિસ્તાન પરમાણુ હથિયારોના ઉપયોગની ધમકી આપે છે.

જયશંકરના નિવેદન પર પાકિસ્તાન ભડક્યું 

જયશંકરના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં પાકિસ્તાનના વિદેશમંત્રાલયે કહ્યું કે, ભારત આ રીતે બેજવાબદાર અને આક્રમક નિવેદન આપે છે એનાથી બે દેશો વચ્ચે તંગદિલીમાં વધારો થશે એ આવા નિવેદનોથી ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષાને ગંભીર ખતરો પેદા થશે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને તેની નાપાક. હરકત વધારી દીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Info & News
Ashadeep Newspaper

હેવાને કહ્યું ‘ગામની બધી જ મહિલાઓની મારી નાંખીશ’ અને ધડાધડા ત્રણના ઢીમ ઢાળી દીધા

ધોળકામાં પાસે આવેલ કેલીયા વાસણા ગામે એક જ પરિવાર ના 3 લોકોની પાડોશીએ હત્યા કરી છે. ધારીયા વડે પડોશમાં રહેતી

Read More »
Technology
Ashadeep Newspaper

હાઈ સ્પીડ નેટ, લાઈવ ટીવી, ટેલીફોન સર્વિસ સાથે ‘JioGigaFiber’ થશે લોન્ચ,

Reliance AGM 2018માં જિયોએ JioGigaFiber સર્વિસની ઘોષણા કરી હતી. કંપનીએ કહ્યું હતુ કે તે ફાયબર ટૂ હોમ (FTTH) થકી લોકોને

Read More »