બંગાળને ગુજરાત નહીં બનવા દઈએ, અહીં બંગાળી બોલવું જરૂરી : મમતા

। નવી દિલ્હી ।

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય લડાઇ હજી શમી નથી. ભાજપ રાજ્યમાં પોતાનો વિસ્તાર કરવામાં લાગી છે તો મમતા બેનરજી પણ વળતું આક્રમણ કરી રહ્યા છે. શુક્રવારે નોર્થ પરગણામાં મમતા બેનરજીએ એક જનસભાને સંબોધતાં જણાવ્યું હતું કે તેઓ બંગાળને ગુજરાત નહીં બનવા દે.

મમતા બેનરજીએ કહ્યું કે,’ આપણે બંગાળી ભાષાને આગળ વધારવી પડશે. હું જ્યારે  બિહાર, ઉત્તર પ્રદેશ કે પંજાબ જાઉં છું ત્યારે તેમની ભાષામાં બોલવા પ્રયાસ કરું છું. તમે બંગાળમાં આવો તો બંગાળી જ બોલવી પડશે. બંગાળના મુખ્યપ્રધાને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે બંગાળમાં ગુંડા આમ જ ઔબાઇક્સ પર ફરતા રહે.’ પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીથી જ ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.મતદાન સમયે હિંસા થઇ અને પરિણામોમાં ભાજપે ૧૮ બેઠકો પોતાને નામ કરી લેતાં ચૂંટણી પછી હિંસા વધુ વકરી. બંને પક્ષની નજર ૨૦૨૧માં રાજ્યામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પર ટકેલી છે. તૃણમૂલને ભય છે કે ભાજપ વિધાનસભા ચૂંટણીમાં પણ પોતાનો આધાર વધારી શકે છે.

ભાજપ પણ રાજ્યમાં તાકાત વધે તે દિશાના પગલા લઇ રહી છે. પક્ષ હવે બંગાળ પર ધ્યાન આપીને સભ્યપદ અભિયાન ચલાવી રહ્યો છે. ભાજપના બંગાળ પ્રભારી વિજયવર્ગીયએ પણ ટ્વિટ કરીને મમતા બેનરજી પર નિશાન સાધ્યું છે. બંગાળમાં તબીબોની હડતાળને મુદ્દે પ ર કૈલાશ વિજયવર્ગીયએ પણ ટ્વિટ કરીને મમતા બેનરજી પર નિશાન સાદ્યું છે. તેમણે બંગાળમાં તબીબોની હડતાળને મુદ્દે ટ્વિટ કરીને કહ્યું હતું કે,’ દીદી તમે જ રાજ્યના આરોગ્યપ્રધાન છો, તેવામાં દર્દી પરેશાન થઇ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Technology
Ashadeep Newspaper

WhatsAppએ કરી મોટી જાહેરાત, એપનો આ રીતે કર્યો ઉપયોગ તો લેવાશે કાનૂની પગલાં

ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપનો ઉપયોગ દિવસે-દિવસે વધી રહ્યો છે. લોકો ફોટો, મેસેજ અને કોઈ ડોક્યૂમેન્ટ મોકલવા માટે હવે WhatsApp એપનો

Read More »
News & Info
Ashadeep Newspaper

સર્વે / દેશના 62 ટકા લોકો નાગરિકતા કાયદાના સમર્થનમાં, 65.4 ટકાનો મત – બધા રાજ્યોમાં NRC લાગુ થાય

સર્વેમાં 17થી 19 ડિસેમ્બરની વચ્ચે દેશભરના 3000થી વધારે નાગરિકોનો મત લેવામાં આવ્યો હતો દેશના 55.9 ટકા લોકો માને છે કે

Read More »