ફળ-શાકભાજી આંતરડાના સારા બેક્ટેરિયામાં વધારો કરે છે : સ્ટડી

ભરપૂર પ્રમાણમાં ફળ અને શાકભાજી ખાવા આંતરડામાંના સારા બેક્ટેરિયામાં વધારો કરવાનો એક સર્વોતમ માર્ગ છે. જે ચિંતાને કન્ટ્રોલ કરી શકે છે તેવું એક નવા સ્ટડીમાં જણાવાયુ છે. મેડિકલ સ્ટડીના રિવ્યૂમાં એવું જણાવાયું કે સંતુલિત આહારને વળગી રહેવાથી રોગના લક્ષણો પર સારી અસર પડે છે. સંશોધન કરનાર સંશોધકોએ જણાવ્યું કે વધારે પ્રમાણમાં ફળ અને શાકભાજી ખાવાથી પેટમાંના બેક્ટેરિયામાં વધારો થાય છે જે ચિંતામાં ઘટાડો કરી શકવા સમર્થ છે. માનસિક આરોગ્ય, આંતરડામાં રહેલા માઇક્રોઓર્ગેનિઝમ વચ્ચે સીધો સંબંધ હોવાનું પણ સંશોધકોએ જણાવ્યું હતું.

વધુ ફળો-શાકભાજીથી કેન્સરના જોખમમાં ઘટાડો

વધુ ફળો અને શાકભાજી ખાવા સાથે આહારમાં ચરબીનું પ્રમાણ ઘટાડો તો મહિલાઓનું સ્તન કેન્સરથી થતાં મૃત્યુનું જોખમ ઓછું થઈ જાય છે. સંશોધકોએ ૫૦,૦૦૦ મહિલાઓ ઉપર બે દાયકા સુધી કરેલા અભ્યાસને આધારે આ તારણ કાઢયું છે. સર્વેમાં સામેલ મહિલાઓમાંથી અડધી મહિલાઓને તેમના આહારમાં ૨૦ ટકા ચરબી કરવા અને ફળો, શાકભાજી અને અનાજ કરાયું હતું. જ્યારે બાકીની મહિલાઓને તેમનો સામાન્ય આહાર લેવાનું ચાલુ રખાયું હતું. જે મહિલાઓએ નિર્દેષ પ્રમાણે આહાર લેવાનું શરૂ કર્યું હતું, તેમને સ્તન કેન્સરથી થતાં મૃત્યુનું જોખમ પાંચ ઘણું ઓછું થઈ ગયું હતું. શિકાગો ખાતેની અમેરિકન સોસાયટી ઓફ ક્લિનિકલ ઓન્કોલોજી ખાતે આ તારણો રજૂ કરાયા હતા.

આંતરડાના બેક્ટેરિયા વધારવા શું કરી શકાય

વિવિધ પ્રકારના બેક્ટિરિયાની વૃદ્ધિમાં યોગદાન આપનાર વિવિધ પ્રકારનો ખોરાક લો. શરીરમાં જેટલા વધારે બેક્ટેરિયા હશે તેટલું વધારે સારું તે તમારા આરોગ્યને વધારે સારું બનાવી શકશે. ફળ શાકભાજ, કઠોળ વધારે પ્રમાણમાં ખાવાથી બેક્ટેરિયામાં વધારો થાય છે તેમાં ફાઇબરનું વધારે પ્રમાણ હોય છે. બ્રાઉન પિસ્તા, ચોખામાં વધારે ફાઇબર હોય છે. ડુંગળી, સલણ, વટાણામાં પણ ફાઇબરનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે. આ તમામ આહાર આંતરડામાં બેક્ટેરિયા વધારી શકે છે.

શું આહાર માનસિક આરોગ્યને અસર કરે છે

મોટાભાગનું વૈજ્ઞા।નિક સંશોધન મગજ પર કેન્દ્રિત છે પરંતુ કેટલાક વૈજ્ઞાનિકોએ એવું માને છે કે આપણા આંતરડા પણ મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે. ગટ માઇક્રોબાયોમીમાં બેક્ટેરિયા, યીટ્સટ, પ્રોટોઝન હોય છે જે આપણા પાચન તંત્રમાં રહેલા હોય છે. આ તમામ માઇક્રોબાયોમી માનસિક આરોગ્યની સારવાર માટે મહત્ત્વની ભૂમિકા ભજવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Info & News
Ashadeep Newspaper

ગુજરાતમાં કોરોનાનાં કેસોને લઇ આવ્યા રાહતના સમાચાર, સાજા થવાનો દર 86.76 ટકા

કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. રાજ્યમાં ગત થોડા દિવસો પહેલા 1400થી વધુ પોઝિટિવ કેસ

Read More »
Sports
Ashadeep Newspaper

ઇંગ્લેન્ડનો ભારત સામે સૌથી સફળ રનચેઝ, 47 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો; બેરસ્ટોએ કરિયરની 11મી સદી મારી

ભારતે 50 ઓવરમાં 6 વિકેટે 336 રન બનાવ્યા, લોકેશ રાહુલે સર્વાધિક 108 રન કર્યા જવાબમાં ઇંગ્લેન્ડે 4 વિકેટ ગુમાવી ટાર્ગેટ

Read More »