પોલીસે મેમો પકડાવ્યો તો મહિલાએ કહ્યું – ઠીક ઠીક ભાવ લગાવો, કાયમ અહીંથી મેમો ફડાવીએ છીએ

ટ્રાફિક નિયમોના ભંગ બદલ જંગી દંડની ઉઘરાણી રાજ્ય સરકારે સોમવારથી શરૃ કરાવી દીધી છે ત્યારે લોકો સોશિયલ મીડિયા ઉપર સરકારની મજાક ઉડાવી રહ્યા છે અને તેની સાથે સાથે પોતાનો રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, ભૂલો ભલે બીજું બધું, આરસી બુક, લાઇસન્સ, વીમા પોલિસી, હેલ્મેટ ભૂલશો નહીં, અગણિત છે દંડ એના, એને વિસરશો નહીં.

– ટ્રાફિક પોલીસે એક અમદાવાદી મહિલાને મેમો પકડાવ્યો, અમદાવાદી મહિલા- ભાઈ ઠીક ઠીક ભાવ લગાવો, અમે કાયમ અહીંથી જ મેમો ફડાવીએ છીએ.

– એક વાત ના સમજાઈ, કેન્દ્ર સરકાર જ્યારે જ્યારે કોઈ યોજના જાહેર કરે કે બીજી કોઈ મોટી જાહેરાત કરે છે ત્યારે ફટાકડા ફોડી ઉજવણી કરે છે, આ વખતે ભાજપના મિત્રો આરટીઓનો નવો કાયદો લાગુ કરતી વખતે ફટાકડા ફોડવાનું ભૂલી ગયા કે શું?

ગામમાં ખેડૂત પિતાના ખાતામાં નાંખેલા છ હજાર હવે સિટીમાં દીકરા જોડે વસૂલ કરશે. મારા હારા ફરી છેતરી ગયા.

– મુરતિયો જોવા જનારા હવે આવું પૂછશે, છોકરાને હેલ્મેટ પહેરવાની આદત છે ને? પછી બધું કમાઈને મેમોમાં ના આપી દે, અમારી દીકરી ભૂખે મરે.

– એક તો તૂટેલો રોડ ને ઉપરથી પીયુસી પૂછે છે, હાડકાંની જવાબદારી નહીં ને હવાની બીક ભરે છે.

– જૂનામાં હેલિકોપ્ટર ધ્યાનમાં હોય તો કેજો એકાદુ લેવું છે, આ ખાડામાં બાઈક હાંકી હાંકીને થાકી ગ્યા ને ચલણ ભરવા કરતા સસ્તુ પડે. વિકાસ હવે ઊડવા માગે છે.

– આ આપણી સલામત સવારી, એસટી અમારી કાળો ભમરા જેવો ધુમાડો ઓકે છે તો એને પીયુસી જેવું કંઈ લાગુ પડે કે નહીં.

– નોટબંધીમાં બેન્ક કર્મચારીઓ સાથે તકરાર કરી હવે પોલીસ વાળા જોડે તકરાર જોવા મળશે, બસ મશગૂલ રહો.

– ફરજિયાત હેલ્મેટ પહેરાવ્યા પછી ય જો અકસ્માતોમાં મરવાનું બંધ નહીં થાય તો બખ્તર પહેરાવવામાં આવશે, બાકી મરવા દેવામાં નહીં આવે. તમે મરી જાવ તો આવક બંધ થઈ જાય. લિ. ગુજરાત વાહન વ્યવહાર વિભાગ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
News & Info
Ashadeep Newspaper

રથયાત્રાની 142 વર્ષની પરંપરા તૂટી, ઈતિહાસમાં પહેલીવાર રથ મંદિરની બહાર નહીં જાય

કોરોના મહામારીને કારણે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદની સુપ્રસિદ્ધ રથયાત્રા રદ કરવાનો નિર્ણય કર્યો છે. જે બાદ આજે સાંજ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ

Read More »
News & Info
Ashadeep Newspaper

એલર્ટ / કોરોના ફેલાતો ગયો તો મે મહિના સુધીમાં ભારતમાં 2 લાખથી વધુ વેન્ટિલેટરની જરૂર

કેન્દ્ર સરકારે 47 હજાર વેન્ટિલેટરનો ઓર્ડર આપ્યો છે, જેમાંથી 316 આવી ગયા છે, એપ્રિલમાં 8 હજાર આવશે નવી દિલ્હી. દેશમાં કોરોના

Read More »