પરણિત મહિલાઓએ મંગળસૂત્ર પહેરવું કેમ જરૂરી, જાણો તેનું વિશેષ મહત્વ

આજથી નહીં પરંતુ આદિકાળથી જ ઘણી પરંપરાઓ આપણે માનતા આવી રહ્યા છે જેમાથી એક મંગળસૂત્ર છે. હિન્દુ ધર્મમાં મંગળસૂત્રને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વિવાહીત સ્ત્રીઓનું સુહાગન હોવાની નિશાની હોય છે. હિન્દુ ધર્મમાં મંગળસુત્ર વગર કોઇના લગ્ન સંભવ નથી. મંગળસૂત્રના અન્ય કેટલાક મહત્વ છે. તો આવો જોઇએ મંગળસૂત્ર કેમ પહેરવામાં આવે છે.

મંગળસૂત્રનું મહત્વ

જે રીતે પરણિત મહિલાના જીવનમાં સિંદુર, વીંછીયા સહિતનું મહત્વ છે. તેનાથી વધારે મહત્વ મંગળસૂત્રનું હોય છે. તેમજ પરણિત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે મંગળસૂત્ર ધારણ કરે છે તથા તે તેમના વિવાહીત જીવનને ખરાબ નજરથી બચાવે છે.

મંગળસૂત્રના કાળા મોતી

દરેક મંગળસૂત્રનું નિર્માણ કાળા મોતી અને સોનાની સાથે કરવામાં આવે છે. કાળો રંગ કોઇની ખરાબ નજરથી રક્ષા કરવા માટે હોય છે આ કારણથી મંગળસૂત્રમાં કાળા મોતીનો ઉપયોગ કરવામાં આવે છે. જેથી દાંપત્ય જીવનને કોઇની ખરાબ નજર ન લાગે.

મંગળસૂત્રમાં સોનાનું મહત્વ

દરેક મંગળસૂત્રમાં સોનું જરૂરત મુજબ હોય છે જ્યોતિષ શાસ્ત્રનું માનવું છે કે સોનું ગુરુ ગ્રહની અસરને ઓછું કરે છે જે પરણિત જીવનમાં સુખ સમૃદ્ધિ અને બુદ્ધિનો પર્યાય હોય છે. સોનું ધારણ કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

કપ આકારનું મંગળસૂત્ર

બજારમાં અનેક પ્રકારના મંગળસૂત્ર મળે છે પરંતુ પારંપારિત આકાર કપ વાળું હોય છે આ આકારના મંગળસૂત્ર સાત્વિક ગુણોથી ભરેલું હોય છે. જેને શિવ-શક્તિનું પ્રતીક પણ માનવામાં આવે છે. જે એક બીજાના પૂરક હોય છે.

મંગળસૂત્ર નીકાળવું વર્જિત

લગ્નના સમયે જ્યારે પતિ દ્વારા પત્નીને મંગળસૂત્ર પહેરાવવામાં આવે છે તો તે પછી તેને ક્યારેપણ નીકાળવું ન જોઇએ. જ્યારે કોઇ અનહોની થાય છે ત્યારે જ તેને ઉતારવામાં આવે છે. જો કોઇ કારણથી મંગળસૂત્ર નીકાળવું પડે તો તેની જગ્યાએ કાળો દોળો ગળામાં પહેરી લેવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Technology
Ashadeep Newspaper

દર 10 માંથી 7 ભારતીયો રમે છે મોબાઈલ ગેમ, જાણો મોબાઈલ ગેમિંગમાં ભારતનો ક્રમ કયો

ભારત (India)માં દર 10માંથી 7 શહેરી ભારતીય અત્યારે કોઈ પણ ડિવાઇસ (Device) પર વિડીયો ગેમ (Video Game) અથવા મોબાઇલ ગેમ

Read More »
Info & News
Ashadeep Newspaper

મનમાની પર બ્રેક : જો કોઈ રિક્ષાચાલક પેસેન્જરો પાસેથી મનફાવે તે ભાડુ વસૂલે તો 1095 ટ્રાફિક હેલ્પલાઈન પર ફોન કરો, પોલીસે કર્યું સૂચન

રિક્ષા ચાલકો પેસેન્જરો પાસેથી વધુ ભાડું વસૂલતા હોવાની ફરિયાદો ઉઠતા શહેર ટ્રાફિક શાખા ખાતે ઓટોરિક્ષા યુનિયનની મીટિંગ યોજાઈ કોરોના વાયરસના

Read More »