ન્યુ રાણીપ-કેનેડાથી કોલ કરી પતિએ કહ્યું-‘હું વિદેશમાં છું,તું મારુ કશું બગાડી નહી લે’

ન્યુ રાણીપમાં રહેતી પરિણીતાએ રૂપિયા 25 લાખની રોકડ અને 25 તોલા દાગીનાની માંગણી કરતાં સાસરિયા વિરૃદ્ધ સોમવારે બપોરે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પતિ પત્નીની જાણ બહાર ઓગષ્ટ, 2018માં કેનેડા જતો રહ્યો હતો.

વોટસએપ કોલ કરી કહ્યું કે, હું વિદેશમાં છું, તું મારુ કશું બગાડી નહી લે. બાદમાં પતિએ છૂટાછેડાના ડોક્યુમેન્ટ મોકલ્યા અને મેસેજ કર્યો કે, પેપર્સમાં સહી થશે પછી જ તમારા દાગીના પરત મળશે.

ન્યુ રાણીપમાં ઈન્દ્રપ્રસ્થ-9 ખાતે રહેતી મિત્તલ અભય પંચાલ (ઉં,26)એ શાહીબાગ સર્કીટ હાઉસ પાસે કૃષ્ણકુંજ એપાર્ટમેન્ટમાં રહેતાં પતિ અભય, સસરા હિતેષભાઈ અને સાસુ સિનીતાબહેન વિરૃદ્ધ શારિરીક માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. 2017માં મિત્તલે ખાનપુર ખાતેની મેરેજ શાખામાં રજીસ્ટર મેરેજ કર્યા બાદ ગત તા.5-3-2018માં ફરી આનંદ પાર્ટી પ્લોટમાં ફરીથી લગ્ન કર્યા હતા.

લગ્નના બીજા દિવસે સાસુ-સસરાએ મિત્તલે પહેરેલ સોના-ચાંદીના દાગીના ઉતારીને આપી દેવા માટે જણાવ્યું હતું. મિત્તલે દાગીના ના ઉતરાવશો તેમ કહેતાં દાગીના ઉતરાવીને તેની સાથે તકરાર કરી હતી. પતિએ તારી સાથે લગ્ન કરી મે ભૂલ કરી હોય એવું મને લાગી રહ્યું છે. તે પછી પતિએ તારા પિતા પાસેથી બીજા રૃ.૨૫ લાખ અને ૨૫ તોલા દાગીના લઈ આવ તો જ તને ઘરમાં રાખીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Entertainment
Ashadeep Newspaper

બોલિવૂડના જાણીતા કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર રેમો ડિસુઝાને હાર્ટ એટેક આવ્યો

બોલિવૂડના પ્રખ્યાત કોરિયોગ્રાફર રેમો ડિસોઝાને શુક્રવારે હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી રેમોને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે,

Read More »
Info & News
Ashadeep Newspaper

કેન્સલેશન વધ્યું : ફ્લાઇટો ઘટતાં 25 ટકાથી વધુ પેસેન્જર્સે ટિકિટો કેન્સલ કરાવી

RTPCR ફરજિયાત કરાતાં ટિકિટ કેન્સલેશન વધ્યું રોજની 100ની જગ્યાએ 80 ડોમેસ્ટિક ફ્લાઇટનું સંચાલન અમદાવાદ સહિત દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો થતાં

Read More »