નવરાત્રિ દરમિયાન માત્ર આ 9 વાતનું ધ્યાન રાખો, મા દુર્ગાની કૃપાથી થઈ જશો માલામાલ!

આવતી કાલથી નવલી નવરાત્રિનો પ્રારંભ થશે. ભક્તો મા આદ્યશક્તિની આરાધનામાં લીન થઈ જશે. નવલાં દિવસોમાં મા શક્તિની આરાધના કરવાનો અનેરો અવસર પ્રાપ્ત થાય છે. માંતા દુર્ગાના નલ સ્વરૂપોની શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રિમાં ઘટ સ્થાપન કરી માતા દુર્ગાની પૂજા અર્ચના કરવામાં આવે છે.

ખેલૈયાઓ પોતાની મસ્તીમાં ગુલતાન થઈને ભાવ પૂર્વક પૂજા અર્ચના કરે છે ગરબા ગાઈને ઉલ્લાસ સાથે માતાની ભક્તિ કરવામાં આવે છે. આ દિવસોમાં કેટલાક લોકો નકોરડા ઉપવાસ કરે છે. નવરાત્રિમાં આ નવ વાતોની ખાસ કાળજી રાખવાથી થશે ફાયદો.

કાળા વસ્ત્રો ધારણ ન કરવાં
સનાતન ધર્મમાં પાઠ-પૂજા દરમિયાન કાળા રંગના વસ્ત્રોને વર્જ્ય ગણવામાં આવે છે કેમકે કાળો રંગ અશુભ માનવામાં આવે છે. આ રંગ નકારાત્મક ઉર્જા લઈને આવે છે. આ જ કારણે નવરાત્રિમાં કાળા વસ્ત્રો ધારણ કરવા જોઈએ નહી. પૂજા કરો ત્યારે માતાજીને પ્રિય એવા લાલ, પીળા, ગુલાબી રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ.

ચામડાની વસ્તુઓથી રહો દૂર
માં ભવાનીની પૂજા દરમિયાન કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું જોઈએ. પૂજા કરો ત્યારે ખાસ ચામડાની વસ્તુઓ ઉતારીને પછી જ પૂજા કરો. કેમકે ચામડાને અપવિત્ર માનવામાં આવે છે.

માતાજીને ક્યારેય અનાજનો ભોગ ન લગાવો
માતારાણીને જ્યારે પણ ભોગ લગાવો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તેમાં અનાજનો ઉપયોગ ન થાય. જે પણ યથાશક્તિ હોય તે ફળ-ફૂલ, લવિંગ, એલચી, મિઠાઈઓનો ભોગ લગાવો. પ્રસાદ તરીકે શ્રીફળ પણ ધરાવી શકાય.

નવરાત્રિમાં વાળ ન કપાવશો
નવરાત્રિમાં વાળ દાઢી ન કરાવશો. ધર્મશાસ્ત્રમાં નવરાત્રિમાં તેને વર્જિત માનવામાં આવે છે.

બ્રહ્મચર્યનું પાલન કરો
નવરાત્રિમાં પવિત્રતા જાળવી રાખો. બ્રહ્મચર્યનું પાલન કરો.

રજસ્વલા સ્ત્રીઓએ ન કરવી પૂજા
માતાજીને ખુબજ પવિત્ર માનવામાં આવે છે તેમને આભડછેડ કે અડચણ લાગતી હોય છે આથી જ્યારે રજસ્વલા હો ત્યારે પૂજા કરવી જોઈએ નહીં.

આ વસ્તુઓનો કરો ત્યાગ
નવરાત્રિમાં નિંદા કે કુથલી ન કરો. શ્રદ્ધાપૂર્વક માની ભક્તિ કરો. કોઈની નિંદા કે ચુગલી ન કરો. અસત્યનો પ્રયોગ ન કરો.

સાત્વિક ભોજન લો
લસણ-ડૂંગળી જેવા તામસી પદાર્થોનો ઉપયોગ ન કરો.

દિવસે ઉંઘ ન કરો
ધાર્મિક ગ્રંથો અનુસાર નવરાત્રિ દરમિયાન સુવું જોઈએ નહી. આવું કરશો તો પૂજા નિષ્ફળ જશે. માતારાણીના ભજન કિર્તન કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Life Style
Ashadeep Newspaper

હવે વિધિ નહીં, જીવન જરૂરી / સ્મશાનમાં માત્ર ચિતાઓ, હવે ન બેસણું ન બારમું, મોબાઈલથી શ્રદ્ધાંજલિ

જયપુર(પૂજા શર્મા). કોરોનાએ જીવન જીવવાની જ પદ્ધતિ નહીં પણ મૃત્યુ પછીની વિધિ અને રસમોને પણ બદલી દીધી છે. રાજ્યમાં કોરોનાથી ભલે અત્યાર

Read More »
World
Ashadeep Newspaper

વિશ્વમાં સૌથી વધુ પ્રવાસી ભારતીય, તેમની વસતી 1.75 કરોડ, મેક્સિકો બીજા અને ચીન ત્રીજા સ્થાને

સંયુક્ત રાષ્ટ્ર: વિશ્વમાં સૌથી વધુ પ્રવાસી ભારતીય મૂળના લોકો છે. તેમની સંખ્યા 1.75 કરોડ છે. ધ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (આઇઓએમ)એ

Read More »