દેશમાં કોરોનાની રસી આપવામાં ગુજરાત 7મા નંબરે, વેક્સિનેશનમાં દેશભરમાં મધ્ય પ્રદેશ ટોપ પર, દિલ્હી સૌથી પાછળ

દેશમાં જાન્યુઆરીમાં 92.61 લાખ હેલ્થ વર્કર્સને રસી આપવાનું લક્ષ્ય હતું, 42.7% પૂરું

દેશમાં કોરોનાની રસી આપવાની ઝડપ હવે અપેક્ષા કરતા અડધી થઈ ગઈ છે. 31 જાન્યુઆરી સુધીનું આ કુલ 39.5 લાખ હેલ્થ વર્કરને રસી અપાઈ છે જે કુલ લક્ષ્યના 42.7 ટકા છે. હકીકતમાં 31 જાન્યુઆરી સુધી તમામ 92.6 લાખ હેલ્થ વર્કરને જ્યારે ફેબ્રુઆરીના અંત સુધીમાં તમામ 3 કરોડ હેલ્થ ફ્રન્ટ લાઈન વર્કરને રસી આપવાનું લક્ષ્ય હતું. રસીકરણમાં મ.પ્ર. સૌથી આગળ છે. અહીં 69.4 ટકા હેલ્થ વર્કરને રસી અપાઈ ચૂકી છે. તેલંગાણા અને રાજસ્થાન અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે.

બીજી બાજુ દિલ્હી, છત્તીસગઢ, પંજાબ અને મહારાષ્ટ્રમાં સૌથી ધીમે રસી અપાઈ રહી છે. અત્યાર સુધીમાં માત્ર 8 રાજ્ય એવા છે કે જ્યાં અડધાથી વધુ હેલ્થ વર્કરને રસી અપાઈ છે. 8 રાજ્યો એવા છે કે જ્યાં અત્યાર સુધીમાં 20% હેલ્થ વર્કરને પણ રસી આપી શકાઈ નથી. ગુજરાત 7મા ક્રમે છે.

જો આ ઝડપ રહેશે તો ફેબ્રુઆરી સુધીમાં 3 કરોડ રસીનું લક્ષ્ય મુશ્કેલ
ભારતમાં 16 જાન્યુઆરીથી રસીકરણની શરૂઆત થઈ. ત્યારે એવું કહેવાયું હતું કે ફેબ્રુઆરીના અંત સુધીમાં એટલે કે કુલ 44 દિવસમાં 3 કરોડ રસી આપવાનું લક્ષ્ય છે. આ માટે રોજ 6.82 લાખ રસી આપવી જરૂરી હતી. જ્યારે અત્યાર સુધી રોજની સરેરાશ 2.32 લાખની છે આથી હવે જો ફેબ્રુઆરીમાં 3 કરોડનું લક્ષ્યાંક પાર પાડવું હોય તો 27 દિવસમાં રોજ 9.6 લાખ રસી આપવાની રહેશે.

60 દેશ આપણી પાસે રસી માંગી રહ્યા છે
છેલ્લા બે મહિનાથી 60 દેશ ભારત સરકાર પાસે રસી માંગી ચૂક્યા છે તેમાંથી 17 દેશને 31 જાન્યુઆરી સુધીમાં 64 લાખ રસીના ડોઝ મોકલી અપાઈ છે.

વેકિસનેશન દેશભર એમપી ટોપ પર, દિલ્હી સૌથી પાછળ (આંકડા 31 જાન્યુઆરી સુધીના)

ટોપ 7 રાજ્યઅત્યાર સુધીમાં કુલ રસીનોંધાયેલા હેલ્થ વર્કર
લક્ષ્ય
પૂરું
મધ્ય પ્રદેશ2,98,3764,29,98169.40%
તેલંગાણા1,68,7712,45,77568.70%
રાજસ્થાન3,33,9305,24,21863.70%
ઓડિશા2,07,4623,59,65357.70%
હરિયાણા1,26,7592,24,37656.50%
યુપી4,63,7939,06,75251.10%
ગુજરાત2,56,0975,16,42549.60%
અહીં ઝડપ ધીમીઅત્યાર સુધી કુલ રસીનોંધાયેલાહેલ્થ વર્કરલક્ષ્ય પૂરું
દિલ્હી54,7112,78,34319.70%
તમિલનાડુ1,12,6875,32,60521.20%
છત્તીસગઢ76,7052,73,44228.10%
ઝારખંડ48,0571,63,84429.30%
પંજાબ59,2851,97,48130.00%
મહારાષ્ટ્ર3,10,8259,63,85732.20%
પ.બંગાળ2,66,4077,00,41838.00%

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Astrology
Ashadeep Newspaper

શું તમે જાણો છો દિવાળી અને નૂતન વર્ષ વચ્ચે કેમ આવે ‘ધોકો’? જાણો બેસતા વર્ષની ઉજવણી ક્યારે?

દિવાળીના (Diwali )તહેવારોમાં આ વખતે તિથિઓને કારણે દિવાળી અને નૂતન વર્ષની (New Year)ઉજવણી ક્યાં દિવસે ઉજવણી કરવી તે અંગે ભારે

Read More »
Info & News
Ashadeep Newspaper

ભારત થોડા અઠવાડિયામાં પડોશી દેશોને રસી સપ્લાય કરશે, પાકિસ્તાનને પણ આશા

। નવી દિલ્હી । ભારત દ્વારા થોડા અઠવાડિયામાં જ તેના પડોશી દેશોને કોરોના વેક્સિનનો સપ્લાય પૂરો પાડવામાં આવશે. સૌથી પહેલાં

Read More »