દેશની છાતી પર 24 ઘા : છત્તીસગઢના સુકમાના જંગલમાં નક્સલ હુમલામાં 24 જવાન શહીદ;

  • છત્તીસગઢના તર્રમ ક્ષેત્રના સિલગેરના જંગલમાં અથડામણ સર્જાઈ
  • CRPF,DRG,જિલ્લા પોલીસદળ અને કોરા બટાલિયનના જવાન તપાસ માટે નીકળ્યા હતા

છત્તીસગઢના સુકમા જિલ્લાના જંગલોમાં નક્સલ હુમલામાં સુરક્ષાદળોના પાંચ નહીં, પરંતુ 24 જવાન શહીદ થયા છે. આ માહિતી રવિવારે સવારે સામે આવી. એક જવાન હજુ લાપતા છે, જ્યારે 31 ઘાયલ છે. નક્સલોએ ટેકલગુડાના જંગલમાં શનિવારે આ ઘટનાને અંજામ આપ્યો હતો. જવાનોના મૃતદેહો પરથી તેઓ હથિયારો, જૂતા અને કપડાં પણ ઉતારીને લઈ ગયા. શનિવારે સવારે 11થી 4 વાગ્યા સુધી ચાલેલી આ અથડામણ પછી ફક્ત બે શહીદના મૃતદેહ બહાર કાઢી શકાયા. ત્યાં સુધી ફક્ત પાંચ જવાન શહીદ થયાની માહિતી હતી. છત્તીસગઢમાં દસ દિવસમાં આ બીજો મોટો નક્સલ હુમલો છે. 23 માર્ચે નક્સલોએ નારાયણપુર જિલ્લામાં પોલીસ બસને વિસ્ફોટ કરીને ઉડાવી દીધી હતી, જેમાં પાંચ જવાન શહીદ થયા હતા.

નક્સલ કમાન્ડર હિડમા કોણ છે, જે બીજાપુર હુમલાનો માસ્ટરમાઈન્ડ મનાઈ રહ્યો છે
છત્તીસગઢના બીજાપુર નક્સલી હુમલામાં અત્યાર સુધી 22 જવાનોના મૃતદેહ મળી આવ્યા છે અને એક જવાન ગૂમ છે. આ હુમલા પાછળ ટોચના નક્સલ કમાન્ડર હિડમાનું નામ સામે આવ્યું છે. તે અનેક હુમલામાં સામેલ રહી ચૂક્યો છે અને નિર્મમ હત્યાઓ માટે કુખ્યાત છે. આ હુમલો અચાનક નથી થયો. આ હુમલો સમજી વિચારી ઘડવામાં આવેલા કાવતરાંનો એક ભાગ છે. હિડમાની ઉંમર આશરે 40 વર્ષ છે. તે સુકમા જિલ્લાના પુવાર્તી ગામનો રહેવાસી છે. તેણે 90ના દાયકામાં નક્સલ હિંસાનો વિકલ્પ પસંદ કર્યો અને ત્યારથી અનેક નિર્દોષ લોકોના જીવ લઈ ચૂક્યો છે. તે માઓવાદીઓની પીપલ્સ લિબરેશન ગોરીલા આર્મી(પીજીએલએ) બટાલિયન-1નો હેડ છે. તે સમયાંતરે સરકારી અધિકારીઓ, પોલીસ અને જવાનો પર આવા ઘાતક હુમલા કરતો રહે છે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
World
Ashadeep Newspaper

કોરોનાથી અમેરિકામાં 11નાં મોત, ગભરાયેલા લોકો ખાવા-પીવાની ચીજો ભેગી કરવામાં લાગ્યા

કોરોના વાયરસનો ડર ધીરેધીરે સમગ્ર દુનિયામાં ફેલાઈ રહ્યો છે. અમેરિકા જેવા વિકસિત અને શક્તિશાળી દેશનાં નાગરિકો પણ આ વાયરસને લઇને

Read More »
News & Info
Ashadeep Newspaper

અયોધ્યા કેસ / સુપ્રીમ કોર્ટે 40 દિવસની સુનાવણી પછી નિર્ણય સુરક્ષીત રાખ્યો; નવેમ્બરમાં ચુકાદો

ઈકબાલ અંસારીના વકીલે દાવો કર્યો છે કે, મધ્યસ્થતાની વાત ખોટી છે, અમે જમીન નહીં છોડીએ, ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું-

Read More »