દાન તપ કરતા પણ વધારે મહત્ત્વપૂર્ણ છે, અન્ય લોકોના મુશ્કેલ સમયમાં કામ આવવું દાન જ છે

દાન તપ કરતા પણ વધારે મહત્ત્વપૂર્ણ છે, અન્ય લોકોના મુશ્કેલ સમયમાં કામ આવવું દાન જ છે

વાર્તા– મહાભારતમાં યુધિષ્ઠિર ઋષિ વેદ વ્યાસને ખૂબ જ અલગ રીતે પ્રશ્ન પૂછતાં હતાં. એક દિવસ તેમણે પૂછ્યું, હું તમારી પાસેથી જાણવા માગું છું કે દાન મોટું છે કે તપસ્યા?

વ્યાસજીએ કહ્યું, જો હું સામાન્ય રીતે જણાવીશ તો સમજાશે નહીં. હું તમને એક વાર્તા સંભળાવું છું. એક મુદ્ગલ નામના મહર્ષિ હતાં, તેઓ ભિક્ષા માગીને પોતાનું જીવન પસાર કરી રહ્યા હતાં. ભિક્ષામાં તેમને લોટ, ખાવા-પીવાની વસ્તુઓ, હવન સામગ્રી વગેરે મળી જતું હતું. આ વસ્તુઓમાંથી તેઓ પોતાના માટે ભોજન બનાવતા અને હવન વગેરે પૂજા-પાઠ કરતાં હતાં.

મહિનામાં બે દિવસ તેઓ ભૂખ્યા જ રહી જતાં હતાં, આ બે દિવસ અમાસ અને પૂનમ હતાં. આ બે તિથિમાં ઋષિ મુદ્ગલને ત્યાં ઋષિ દુર્વાસા આવતાં હતાં. દુર્વાસા ઋષિને ભોજન કરાવ્યાં પછી મુદ્ગલજી પાસે ભોજન માટે કશું જ બચતું નહીં.

દુર્વાસાજી આ વાત જાણતાં હતાં. એક દિવસ તેમણે મુદ્ગલજીને પૂછ્યું, તમે મને ભોજન આપીને પોતે ભૂખ્યા રહો છો, પરંતુ મેં તમારા ચહેરા ઉપર ક્યારેય ચિંતા, પરેશાની કે ભૂખના લક્ષણ જોયા નથી.

મુદ્ગલજીએ કહ્યું, મારા માટે દાન સૌથી ઉપર છે અને અનાજનું દાન તો સર્વશ્રેષ્ઠ છે. તમને ભોજન કરાવીને હું તૃપ્ત થઇ જાવ છું.

દેવદૂતોએ આ વાત સાંભળી ત્યારે તેમણે મુદ્ગલ ઋષિને કહ્યું, તમારી જગ્યા સ્વર્ગમાં છે, કેમ કે સ્વર્ગમાં તે લોકો જ જાય છે જે પુણ્ય કરે છે. પુણ્ય તપ અને દાનથી મળે છે. જે વ્યક્તિના પુણ્ય વધારે હોય છે, તે સ્વર્ગમાં જાય છે અને જેમના પુણ્ય નષ્ટ થઇ જાય છે તેઓ નરકમાં જાય છે. અનાજ દાનથી તમારા પુણ્ય વધી ગયા છે.

મુદ્ગલ ઋષિએ કહ્યું, દાન કરવાથી પુણ્ય મળે છે, આ વાતનું સમીકરણ હું બેસાડી શકતો નથી. મારે માત્ર દાન કરવું છે.

તપસ્યા ક્યારેય પોતાના માટે કરવામાં આવતી નથી, પરંતુ દાન હંમેશાં અન્ય લોકોની ભલાઈ માટે જ કરવામાં આવે છે. દાનથી પુણ્ય વધશે, આ વાત વિચારવી જોઇએ નહીં.

વ્યાસજીએ યુધિષ્ઠિરને આગળ જણાવ્યું, અન્ય લોકોની જરૂરિયાતોની પૂર્તિ કરવું જ દાન છે. એટલે દાન તપથી પણ શ્રેષ્ઠ છે.

બોધપાઠ– અન્યના મુશ્કેલ સમયમાં કામ આવવું દાન છે. જે લોકો તન, મન, ધન અને જનનું દાન કરે છે, તેમને પ્રકૃતિ બદલામા કઇંકને કઇંક સારી ભેટ આપે છે.

( Source – Divyabhaskar )