દરિયાદિલી : 30 વર્ષથી માત્ર 1 રૂપિયામાં લોકોને ઈડલી ખવડાવતાં 85 વર્ષીય અમ્મા માટે બિઝનેસમેન આનંદ મહિન્દ્રા ઘર બનાવશે

2019માં આનંદ મહિન્દ્રાએ ચૂલા પર ઈડલી બનાવનારા દાદી અમ્માને LPG ગેસ સ્ટવની વ્યવસ્થા કરી આપી હતી

કોઈમ્બતુરમાં ઈડલીવાલી અમ્માથી ફેમસ 85 વર્ષીય વૃદ્ધ મહિલા છેલ્લાં 30 વર્ષથી એક રૂપિયામાં ઈડલી બનાવીને વેચી રહ્યાં છે. બે વર્ષ પહેલાં ઈડલી અમ્માની સ્ટોરી સોશિયલ મીડિયા પર ઘણી વાઈરલ થઇ હતી. એ સમયે સોશિયલ મીડિયા પર આનંદ મહિન્દ્રાએ પણ તેમનો વીડિયો શેર કર્યો હતો. વીડિયો શેર કરીને લખ્યું, હું અમ્માનું કામ જોઈને ઘણો ખુશ થયો છું . તેમના માટે હું કંઈક કરવા માગું છું, દરિયાદિલીથી ફેમસ એવા આનંદ મહિન્દ્રાએ ચૂલા પર ઈડલી બનાવનારા દાદી અમ્માને LPG ગેસ સ્ટવની વ્યવસ્થા કરી આપી હતી.

એકવાર ફરીથી આનંદ મહિન્દ્રા મદદ માટે આગળ આવ્યા છે. તેમણે કહ્યું હતું કે ટૂંક સમયમાં ઈડલી અમ્મા પાસે તેમનું પોતાનું ઘર અને રેસ્ટોરાં હશે, જ્યાં તેઓ ઈડલી બનાવશે અને વેચશે. આનંદ મહિન્દ્રાએ ઈડલી અમ્મા માટે જમીન ખરીદી લીધી છે. મારી ટીમ અમ્મા સાથે વાતચીત કર્યા પછી ઘર નિર્માણ શરૂ કરશે. આ વૃદ્ધ મહિલાનું નામ કમલાથલ છે. તેઓ એક રૂપિયામાં લોકોને ઈડલી અને ચટણી ખવડાવે છે. આટલાં વર્ષોથી ભાવ વધાર્યા વગર આટલા જ રૂપિયામાં પ્રેમથી લોકોના પેટ ભરે છે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Info & News
Ashadeep Newspaper

ગુજરાતમાં દિવાળી પછી શાળામાં શૈક્ષણિક કાર્યનો આરંભ થઈ જશે

આરોગ્ય અને શિક્ષણ વિભાગની બેઠક પછી ગાઇડલાઇન્સ નક્કી થશે: ચૂડાસમા કોવિડ-19ને કારણે રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલો માર્ચ-2020થી બંધ કરવામાં

Read More »
Business
Ashadeep Newspaper

સોના-ચાંદીમાં નવેસરથી તેજીનો ટ્રેન્ડ શરૂ થયો, સોનું વધી ફરી રૂ.53500 અને ચાંદી 65000 ઝડપી થવાની શક્યતા

ફોરેક્સ માર્કેટમાં ડોલર ઇન્ડેક્સની નરમાઇ અને કોરોના વેક્સીન રસીના સમાચાર ડિસ્કાઉન્ટ થતા સોના-ચાંદીમાં ફરી ઝડપી તેજી જોવા મળી છે. સપ્તાહ

Read More »