તો યુદ્ધ વગર જ ભારતમાં સામેલ થઈ જશે PoK, કાશ્મીરનાં રાજ્યપાલે જણાવી મજબૂત રણનીતિ

જમ્મુ-કાશ્મીર માંથી એક તરફ કલમ 370 હટાવવામાં આવ્યા બાદ પાકિસ્તાન જ્યાં સ્તબ્ધ રહી ગયું છે, તો ભારતમાં પીઓકેને લઇને ચર્ચા ચાલુ છે. કેટલાક મંત્રીઓએ તો ખુલીને કહી દીધું છે કે હવે આગળનો ટાર્ગેટ પીઓકે છે. મંગળવારનાં કેન્દ્રિય વિદેશ મંત્રી એસ જયશંકરે પણ કહ્યું કે પીઓકેને અમે લઇને રહીશું, કેમકે તે ભારતનું અભિન્ન અંગ છે. તો જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલ સત્યપાલ મલિકે પીઓકે પર મોટા મોટા નિવેદનો આપનારા મંત્રીઓને શિખામણ આપી છે. મલિકે કહ્યું કે, “આપણે પીઓકેને લડીને નહીં, જમ્મુ-કાશ્મીરનો વિકાસ કરીને મેળવીશું.”

મંત્રીઓને આપી શિખામણ

જમ્મુ-કાશ્મીરનાં રાજ્યપાલે કહ્યું કે, “આપણા ઘણા બધા મંત્રી જેમને ઘણી વાર આંતરરાષ્ટ્રિય મુદ્દાઓ પર બોલવાની તક નથી મળતી તેઓ પીઓકે પર બોલી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે આગળનો ટાર્ગેટ પીઓકે છે. હું તેમને કહેવા ઇચ્છુ છું કે આગળનો ટાર્ગેટ પીઓકે છે, તો આપણે યુદ્ધ વગર જમ્મુ-કાશ્મીરનાં વિકાસનાં આધારે તેને લઇ શકીએ છીએ.”

જમ્મુ-કાશ્મીરનાં વિકાસથી પસાર થાય છે PoKનો રસ્તો

તેમણે કહ્યું કે, “જો આપણે જમ્મુ-કાશ્મીરનાં લોકોને ઇજ્જત આપી શકીએ, તેમને ગળે લગાવી શકીએ, દેશનાં સૌથી સારા નાગરિક તરીકે તેમને દર્શાવી શકીએ અને અહીંનાં બાળકોનાં ભવિષ્યને રક્ષા કરી શકીએ, આ પ્રદેશમાં રોજગાર અને બિઝનેસ લાવી શકીએ, ખુશીઓ લાવી શકીએ અને વીજળીથી આખા રાજ્યને ચમકાવી શકીએ, તો હું ગેરંટી સાથે કહું છું કે વર્ષની અંદર જ પીઓકેમાં ઉપદ્રવ થશે. આવામાં લડાઈ વગર પીઓકે મળી જશે. પીઓકેનો એક એક વ્યક્તિ કહેવા લાગશે કે આપણે એ તરફ જવું છે. મારો જે પીઓકે મેળવવાનો રસ્તો છે તે જમ્મુ-કાશ્મીરનાં વિકાસથી પસાર થાય છે.”

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીર 31 ઑક્ટોબર 2019નાં 2 કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં બદલાઈ જશે. રાજ્યપાલનું પદ સમાપ્ત થઇ જશે અને તેમના સ્થાને ઉપ રાજ્યપાલનું પદ આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
News & Info
Ashadeep Newspaper

દારૂબંધીથી ગુજરાત સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે: નીતિન પટેલ

કેન્દ્ર સરકારના આગામી બજેટ પહેલાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને શુક્રવારે દિલ્હી ખાતે રાજ્યોના નાણાંમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં

Read More »
News & Info
Ashadeep Newspaper

18 હાથી, 101 ટ્રક, 30 અખાડા, 5 બેન્ડવાજા સાથે નીકળશે જગન્નાથ, જોઇ લો કેવી કરાઇ છે લોખંડી બંદોબસ્ત

શહેરમાં ગુરુવારે અષાઢી બીજે ભગવાન જગન્નાથની ૧૪૨મી રથયાત્રા માટે ફોર લેયર બંદોબસ્ત ગોઠવાયો છે. જેમાં મૂવિંગ, સ્ટેટિક, ટ્રાફિક અને કન્ટિજન્સી

Read More »