તો એટલે વિદેશમાં ભારતીય મૂળના લોકોના ઘરોને ચોર બનાવે છે નિશાન, આ રહ્યો પુરાવો

તો એટલે વિદેશમાં ભારતીય મૂળના લોકોના ઘરોને ચોર બનાવે છે નિશાન, આ રહ્યો પુરાવો

તેવી જ રીતે ભારતીયોના ઘરને નિશાન ના બનાવાય તે બદલ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને વધારે સતર્કતા રાખવા જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મેટ્રોપોલિટન પોલીસનીએ નોર્થ એરિય્યા કમાંડ યૂનિટના જાસૂસોએ ગત સપ્તાહે એન્ફીલ્ડ વિસ્તારમાં આ પ્રકારની 2 ઘટનાઓને અંજામ આપ્યાના બનાવની તપાસ પણ હાથ ધરી દીધી છે.

વિદેશમાં રહેતા ભારતીયોના ઘરમાં સૌથી વધારે ચોરીની ઘટના બને છે. કંઈક આવી જ ઘટના ઉત્તર લંડનમાં બની છે. જ્યાં ભારતીય મૂળના લોકોના ઘરોમાં સોનના ઘરેણાને નિશાન બનાવવામાં આવ્યા છે. દુનિયાની સૌથી અધ્યતન અને ગુના ઉકેલવામાં નંબર વન સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ આ ઘટનાઓની તપાસ કરી રહી છે.

તપાસ ટીમના જાસૂસ અધિકારી પૉલ રિડલે જણાવ્યું હતું કે, હું રહેવાસીઓને વિશ્વાસ અપાવવા માંગુ છું કે, આ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. આ ઘટનાઓમાં ઉંચુ મૂલ્ય ધરાવતા એશિયાના સોનાના ઉત્પાદકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને હું લોકોને કહેવા માંગુ છું કે, તેઓ પોતાના ઘરની સમીક્ષા કરે. ખાસ કરીને દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે.

પેટ્રોપોલિટન પોલીસ પાસે નોંધાવવામાં આવેલા કેસમાં ગત શુક્રવારે સ્થાનીય સમયાનુસાર રાત્રે લગભગ સાડા નવ વાગ્ય્યે 81 વર્ષની એક મહિલા પોતાના ઘરની પથારી પર પર ધારદાર હથિયાર માટે 2 વ્યક્તિ તેના ઘરમાં ઘુસ્યા હતાં. તેમણે વૃદ્ધાને ધમકાવીને તેમની પાસે કિમતી વસ્તુઓની માંગણી કરી હતી. આ 2માંથી એક વ્યક્ત્તિએ વૃદ્ધાના હાથમાંથી ચાર બંગડીઓ ખેંચી લીધી હતી. જ્યારે બીજા વ્યક્તિએ ઘરના બીજા રૂમમાં જઈને અનેક વસ્તુઓ લુંટી લીધી હતી.