તમારી જાત પર વિશ્વાસ રાખો અને લડ્યા વગર હાર ન માનવી જોઈએ, સકારાત્મક વિચારસરણી દરેક સમસ્યાને દૂર કરી શકે છે

એક રાજાએ રાજ્ય પર ઘણા શત્રુઓની સાથે આક્રમણ કર્યું, રાજાએ સેનાપતિને કહ્યું કે, આપણી હાર નિશ્ચિત છે, ત્યારે રાજાએ એક સંતને સેનાપતિ બનાવી દીધા

ભૂતકાળમાં એક રાજા પોડાશી રાજ્યનું રાજપાઠ હડપવા માગતો હતો. તેના માટે શત્રુ રાજ્યોએ રાજાના બીજા શત્રુઓની સાથે હાથ મિલાવ્યો અને આક્રમણ કરવા માટે સેના બોલાવી.

બધા શત્રુઓ એક સાથે આવી ગયા હતા. તેના કારણે તેમની સેના ઘણી મોટી થઈ ગઈ હતી. જ્યારે આ વાત રાજાને ખબર પડી તો તે ગભરાઈ ગયો. રાજા તરત જ પોતાના સેનાપતિની પાસે પહોંચ્યો. સેનાપતિ પણ ગભરાઈ ગયો હતો.

સેનાપતિએ જ્યારે શત્રુઓની સેના વિશે સાંભળ્યું તો તેને રાજાને કહ્યું કે હવે આપણી હાર નક્કી છે. શત્રુઓની સંખ્યા ઘણી મોટી છે. આપણી સેના તેનો સામનો નહીં કરી શકે. આપણે પહેલાથી જ હાર માની લેવી જોઈએ. આવું કરવાથી બધા લોકોનો જીવ બચી જશે.

આ વાત સાંભળીને રાજાની ચિંતા વધી ગઈ. તે તરત પોતાના ગુરુની પાસે પહોંચ્યો. ગુરુ ઘણા વિદ્વાન સંત હતા. રાજાએ ગુરુને સમગ્ર વાત જણાવી. સંતે કહ્યું કે, રાજન સૌથી પહેલા તો તે સેનાપતિને જેલમાં પૂરી દેવો જોઈએ. સેનાપતિનું કામ હોય છે સેનાનો ઉત્સાહ વધારવાનો, પરંતુ આ તે સેનાનું મનોબળ કમજોર કહી રહ્યો છે.

રાજાએ પૂછ્યું કે, જો અમે સેનાપતિને જેલમાં પૂરી દઈશું તો સેનાપતિને કોણે બનાવીશું. ગુરુએ કહ્યું કે, તમારી સેનાનું પ્રતિનિધિત્વ હું કરીશ એટલે હવેથી હું સેનાપતિ. આ સાંભળીને રાજાને કંઈ સમજાયું નહીં કે શું કરવું અને શું ન કરવું? પરંતુ, ગુરુની વાત માન્યા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. રાજાએ સંતની વાત સાંભળીને સેનાપતિને પદથી હટાવી દીધો.

સંત સેનાની સામે પહોંચ્યા અને સેનાને લઈને યુદ્ધ લડવા માટે પહોંચ્યા. રસ્તામાં એક મંદિર આવ્યું તો સંતે કહ્યું કે, થોડીવાર અહીં પ્રતિક્ષા કરો હું ભગવાનને પૂછીને આવું છું કે આપણને આ યુદ્ધમાં જીત મળશે કે નહીં.

આ વાત સાંભળીને સેના આશ્ચર્યચકિત થઈ ગઈ કે પત્થરની મૂર્તિ કેવી રીતે જવાબ આપશે? પરંતુ સંત વિશે બધા જાણતા હતા કે તેઓ વર્ષોથી પૂજા-પાઠ કરી રહ્યા છે તો શક્ય છે કે ભગવાન સાથે તેમની વાતચીત થતી હશે.

આ વાત સાંભળીને સેના આશ્ચર્યચકિત થઈ હતી કે પત્થરની મૂર્તિ કેવી રીતે જવાબ આપશે? પરંતુ સંત વિશે બધા જાણતા હતા કે આ વર્ષોથી પૂઠા પાઠ કરી રહ્યા છો તો શક્ય છે કે ભગવાન સાથે તેની વાતચીત થતી હશે.

થોડીવાર બાદ સંત પાછા આવ્યા અને તેમને સેનાને કહ્યું ભગવાને કહ્યું છે- જો આજ રાત્રે મંદિરમાં રોશની દેખાય તો સમજી જવું કે તમારી સેનાની જીત થશે. તે સમયે સાંજ થવા આવી હતી. સેના રાત થવાની રાહ જોવા લાગી. જ્યારે અંધારું થવા લાગ્યું તો તમામ સૈનિકોએ જોયું કે, મંદિરમાં રોશની થઈ રહી છે. આ જોઈને સંપૂર્ણ સેનાનું મનોબળ વધી ગયું અને તમામ લોકો કહેવા લાગ્યા કે ભગવાન પણ આપણી સાથે છે. જીત આપણી જ થશે.

બીજા દિવસે મનોબળની સાથે સેના શત્રુઓ પર ટૂટી પડી. થોડા જ દિવસોમાં શત્રુઓની સેનાની હાલત ખરાબ થઈ ગઈ. કેટલાક સૈનિકો મેદાન છોડીને ભાગી ગયા અને કેટલાક લોકોએ આત્મસમર્પણ કર્યું. આ રીતે રાજાની સેના યુદ્ધ જીતી ગઈ.

યુદ્ધ જીત્યા બાદ સેના પોતાના રાજ્યામાં પાછી રહી હતી તો રસ્તામાં તેઓ મંદિરમાં પાછા આવ્યા. સેનાએ સૈનિકોને જણાવ્યું કે, તે દિવસે મેં અહીં એક દિવો પ્રગટાવ્યો હતો. દિવસ હોવાને કારણે દીવાનો પ્રકાશ નહોતો દેખાતો, પરંતુ અંધારું થતાં દીવાનો પ્રકાશ દેખાવા લાગ્યો તો તમારા બધાનું મનોબળ વધી ગયું, આ મનોબળથી આપણને જીત મળી છે.

બોધપાઠ- મનમાં ઉત્સાહ હશે તો કોઈ કામ મુશ્કેલ નહીં લાગે. મોટામાં મોટું કામ પણ મનોબળની સાથે કરવાથી સફળતા મળે છે. તેથી હંમેશાં સકારાત્મક રહેવું અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
News & Info
Ashadeep Newspaper

સલામત ગુજરાતનો નારો શંકાના દાયરામાં! રાણીપમાં GST બ્રિજ નીચેથી કારમાં મળ્યો પટેલ યુવકનો મૃતદેહ

સમગ્ર રાજ્યમાં વધતી જતી હત્યા, લૂંટફાટને કારણે સલામત ગુજરાતના નારાને જ શંકાના દાયરામાં મૂકી દીધો છે. અમદાવાદમાંથી હાલ એક મહત્વપૂર્ણ

Read More »
Technology
Ashadeep Newspaper

વિધાનસભામાં ટી-શર્ટને લઇને છંછેડાયેલા વિવાદ બાદ સિટી ભાસ્કરે જાણ્યાં કાર્યસ્થળે પળાતા ડ્રેસિંગના એટિકેટ્સ અને નિયમો

સરકારે પ્રવાસી મજૂરોની મદદ કરવા માટે રાશન એપ(Mera Ration) લોન્ચ કરી છે. મેરા રાશન એપને ગ્રાહક બાબતો, ખાદ્ય અને સાર્વજનિક

Read More »