ડૉનાલ્ડ ટ્રમ્પનો વધુ એક આકરો નિર્ણય, હવે લાખો ભારતીયોના સપના રોળાશે!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વીઝા નિયમો અને અમેરિકામાં સ્થાયી નાગરિકતા આપવાને લઈને નિયમો એકદમ આકરા બનાવી રહ્યાં છે. હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ગેરકાયદેસર ઇમિગ્રેશન રોકવા માટે એક નવો નિયમ બનાવ્યો છે. આ નિયમ હેઠળ અમેરિકાના વહિવટીતંત્રએ એ લોકોને વીઝા અને ગ્રીન કાર્ડ નહીં આપવાનો નિર્ણય કર્યો છે કે જે ગરીબ છે અને સરકારી સુવિધાઓનો ફાયદો લઈને અમેરિકામાં વસે છે.

ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગી સ્ટીફન મિલરની સલાહના આધારે તૈયાર કરવામાં આવેલો નવો નિયમ 15 ઓક્ટોબરથી લાગુ થશે.

NRI’sને મળે છે આ લાભ

અમેરિકાના રહેવાસીઓને અનાજ (Food grains), રહેણાક, તબીબી સેવાઓ, લોક કલ્યાણ અને આ ઉપરાંત અનેક સરકારી યોજનાઓનો લાભ મળે છે. આ સુવિધા ત્યાં જતાં વિદેશીઓ અને ત્યાં નિવાસની સ્થાયી મંજૂરી મેળવનારા વિદેશી મૂળના લોકોને પણ મળે છે. પરંતુ હવે વહિવટીતંત્ર વીઝા આપતાં પહેલા તપાસ કરશે કે અમેરિકા આવનારી વ્યક્તિ પોતાની જવાબદારી જાતે ઉઠાવવામાં સક્ષમ છે કે નહીં. તેના માટે કડક નિયમ બનાવવામાં આવ્યા છે.

અમેરિકાના નાગરિક અને ઇમિગ્રેશન સેવાના કાર્યકારી નિદેશક કેન કુસીનેલી મુજબ આત્મનિર્ભર થવું અમેરિકાની જૂની પરંપરા છે. અમે તેને જ ફરી શરૂ કરવાનું કાર્ય કરી રહ્યા છીએ. થોડા સમય બાદ તેનો લાભ અમેરિકાની ટેક્સ આપનારા લોકોને મળવા લાગશે. તેમને ટેક્સ ભરવાની સામે તમામ સરકારી સુવિધાઓ મળશે.

ઈમિગ્રેશન નીતિ

અમેરિકાની ઈમિગ્રેશન વ્યવસ્થામાં ફેરફાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રાથમિકતામાં સામેલ છે. તે કાયદેસર અને ગેરકાયદેસર ઈમિગ્રેશનમાં ઘટાડો કરવા માંગે છે. તેઓ ઈમિગ્રેશનને અમેરિકાના હિત માટે ઉપયોગમાં લેવા માંગે છે, ઈમિગ્રન્ટના હિતમાં નહીં. મેક્સિકો સરહદે દીવાલ ઉભી કરવી પણ ટ્રમ્પની આ જ નીતિનો હિસ્સો છે. તેના દ્વારા તે મેક્સિકોથી થતી ઘૂસણખોરી પર રોક લગાવવા માંગે છે. તેના માટે અમેરિકાની સંસદમાં લાંબા સમય સુધી ગતિરોધ થયેલો છે. હવે ટ્રમના આ નિર્ણયની ભારત અને દુનિયાના અનેક દેશોના લોકોને અસર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

News & Info
Ashadeep Newspaper

લ્યો બોલો…અ’વાદ LCB કોન્સ્ટેબલ પાસે 84 લાખની સંપત્તિ મળી આવી, આવક કરતાં 129 ટકા વધારે

અમદાવાદ જિલ્લાના એલસીબીમાં ફ્રજ બજાવતા આર્મ્ડ પોલીસ કોન્સ્ટેબલ જગદીશચંદ્ર કાળીદાસ ચાવડા સામે એન્ટી કરપ્શન બ્યુરોએ અપ્રમાણસર મિલકત ગુનો દાખલ કરી

Read More »
News & Info
Ashadeep Newspaper

હાઇડ્રોક્સિક્લોરોક્વિનની 8.5 કરોડ ટેબ્લેટનો જંગી પુરવઠો ભારત 108 દેશોને પૂરો પાડશે

। નવી દિલ્હી । ભારત હાલમાં મેડિકલ ડિપ્લોમસી અજમાવી રહ્યું છે. કોવિડ-૧૯નો સામનો કરવા ભારત ૧૦૮ જેટલા દેશોને ૮.૫ કરોડ

Read More »