ઠંડકમાં રાહત, દારૂની પરમિટ લેવા- રિન્યૂ કરાવવા લાંબા થવું નહીં પડે, ગુજરાત સરકારનો ફરીથી યુ-ટર્ન

ગુજરાત સરકાર ફરીથી લિકર પરમિટ મેળવવા અને રિન્યૂ કરાવવા માટે ફરીથી ૨૬ લોકલ એરિયા બોર્ડ કાર્યરત કરવાનો નિર્ણય કર્યો છે. જેથી દારૂની પરમિટ મેળવવા અને રિન્યૂ કરાવવા માટે નાગરીકોને ૨૦૦-૩૦૦ કિલોમીટર લાંબા થવુ નહી પડે. પોતાના જિલ્લામાં જ પરમિટ ઉપલબ્ધ થશે.

વર્ષ ૨૦૧૭માં વિધાનસભા ચૂંટણીઓ પૂર્વે ગુજરાત સરકારે નશાબંધી એક્ટમાં ધરમુળ ફેરફાર કર્યો હતો. બાદમાં ગૃહ વિભાગ હેઠળના નશાબંધી પ્રભાગે ૧૮ માર્ચ ૨૦૧૮ના રોજ દારૂની નવી પરમિટ ઈસ્યુ કરવાનું પણ બંધ કર્યુ હતુ. તેના પાંચ મહિના પછી સપ્ટેમ્બર ૨૦ ૧૮થી જૂની વ્યવસ્થામાં ફેરફાર કરીને ૪થી ૭ જિલ્લાનો એક એવા રાજ્યમાં ૬ ઝોનલ એરિયા બોર્ડ દ્વારા પરમિટ ઇશ્યૂ રિન્યૂની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

આરોગ્યના કારણોસર લિકર પરમિટ આપવાની નવી પ્રક્રિયામાં ખાનગી તબીબના પ્રમાણપત્રને રદ્દ કરી સિવિલ અધિક્ષક, તબીબી અધિક્ષક કે સિવિલ સર્જનના પ્રમાણપત્રને ફરજિયાત કર્યા બાદ નવા અસ્તિત્વમાં આવેલા છ ઝોનલ મેડિકલ બોર્ડને કારણે છેલ્લા સવા વર્ષમાં ભારે અરાજકર્તા સર્જાતા મોટા ઉપાડે શરૂ કરેલી નવી વ્યવસ્થાને સરકારે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેના સ્થાને પહેલા હતુ તેમ ૨૬ એરિયા બોર્ડ થકી લિકર પરમિટ ઇશ્યૂ – રિન્યૂ કરવાની વ્યવસ્થા પૂર્વવત કરવાની તૈયારી દર્શાવી છે.

સમજણઃ શા માટે  U-ટર્ન લેવો પડયો

અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, ગાંધીનગર એમ ૬ ઝોનલ બોર્ડને કારણે તેમાં સમાવિષ્ટ જિલ્લાઓના અરજદારોને મેડિકલ ચેકઅપ કરાવવામાં મુશ્કેલીઓ પડતી હતી.

એટલુ જ નહી, ઘણી વખત બોર્ડમાં એક સભ્ય ગેરહાજર હોય તો પણ બોર્ડની કાર્યવાહી થઈ શકતી નહોતી. ડોક્ટરનો સમય પણ આવા બોર્ડની બેઠકો માટે અનુકૂળ રહેતો નહોતો. તેવામાં દૂરથી આવતા નાગરિકોને ધક્કો પડતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Info & News
Ashadeep Newspaper

અફરાતફરી : ‘જો એન્ટ્રી જ નહોતી આપવી તો આંમત્રણ શું કામ આપ્યું’, ધારાસભ્યો લોકોને બસો ભરી ભરી લઈ આવ્યા,પણ આશ્રમમાં એન્ટ્રી ન મળતા હોબાળો

સભાનો ડોમ ભરાઈ જતાં લોકોને બહાર કાઢતાં આક્રોશનો માહોલ ફેલાયો હતો ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી

Read More »
News & Info
Ashadeep Newspaper

5.8 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી : ૨.૫ લાખ ભારતીયોએ USની નાગરિકતા લેવાની અરજી કરી

। નવી દિલ્હી । દેશભરમાં નાગરિકતા કાયદા પર ચાલી રહેલા વિરોધ પ્રદર્શનની વચ્ચે ભારતીયો દ્વારા નાગરિકતા છોડવાના ચોકાવનાર આંકડાઓ સામે

Read More »