જીયોની બાદશાહત કાયમ, એરટેલને હરાવી નિકળી આગળ, જાણો કારણ

રિલાયન્સ જિયો ઈન્ફોકોમ જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં ભારતી એરટેલને હરાવીને રેવન્યૂ માર્કેટ શેર (આરએમએસ)ના પ્રમાણે દેશની બીજા ક્રમની સૌથી મોટી ટેલિકોમ કંપની ગઇ છે. વોડાફોન આઇડિયાનો આરએમએસ 10 ક્વાર્ટરમાં પ્રથમ વખત વધ્યો છે. આ સાથે કંપની તેનું સામ્રાજ્ય જાળવવામાં સફળ રહી છે.

માર્ચ ક્વાર્ટરમાં ત્રિમાસિક ધોરણે 1.82% ના વધારા સાથે જિયોનો આરએમએસ 31.7% સુધી પહોંચ્યો હતો. બીજી બાજુ, સુનિલ મિત્તલની એરટેલનો આરએમએસ 2.85% ઘટીને 27.3% થઈ ગયો છે. ટેલિકોમ બજારના લીડર વોડાફોન આઇડિયાનો આરએમએસ 0.57% ના વધારા સાથે 32.2% છે. આ જાણકારી એકઅહેવાલમાં આપવામાં આવી છે. જેમાં ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઈ) ના ફાઇનાન્શિયલ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

જીયોનું એજીઆર 4% વધીને 9,986 કરોડ પહોંચી ગયું છે. તેમજ વોડાફોને એજીઆરમાં ઘટાડાના પ્રભાવથી બચવા ત્રિમાસિક આવકને 0.3 ટકાના નુકશાન સાથે 10,149 કરોડની આસપાસ જાળવી રાખી છે. કુલ મળીને ત્રિમાસિકમાં ટેલિકોમ સેક્ટર (એનએલડી આવક સહિત) નું એજીઆર 1% ઘટીને 31,518.2 કરોડ પર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Business
Ashadeep Newspaper

જો તમારી પાસે પણ છે એકથી વધારે બેંક એકાઉન્ટ, તો તમને થઈ શકે છે આ 6 નુકસાન, જાણો વિગતે

હાલ લોકો પાસે એક કરતાં વધારે બેંક એકાઉન્ટ હોય છે. અને તેમાં પણ ખાસ કરીને પ્રાઈવેટ નોકરીઓ કરતાં લોકોની સંખ્યા

Read More »
Info & News
Ashadeep Newspaper

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદાર સહિત તમામ સમાજની દીકરીનાં લગ્ન 41 હજારમાં કરાવી આપશે, કન્યાને 7 હજારનું પાનેતર અપાશે,

લગ્નોમાં થતાં લખલૂંટ ખર્ચને અટકાવવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને પાર્ટી પ્લોટ, હોલ, ફાર્મ હાઉસ તેમજ ઘરે બંધાતા મંડપને બદલે જાસપુર ખાતે

Read More »