જવાબદારી સમજો : જ્યાં ઈચ્છો, જ્યારે ઈચ્છો ત્યારે ધરણાં ના કરી શકો: સુપ્રીમકોર્ટ

કોર્ટે કહ્યું- લોકોને દેખાવો કરવાનો અધિકાર પણ કેટલીક જવાબદારી પણ છે

સુપ્રીમકોર્ટે કહ્યું છે કે લોકોને દેખાવો કરવાનો અધિકાર છે, પણ તે ક્યાંય પણ અને ગમે ત્યારે હોઈ શકે નહીં. સુપ્રીમકોર્ટે આ વાત શનિવારે શાહીનબાગ દેખાવ અંગે 7 ઓક્ટોબર 2020ના રોજ આપેલા પોતાના ચુકાદા વિરુદ્ધ દાખલ કરાયેલી પુનઃવિચાર અરજીઓને ફગાવતા કહ્યું હતું. આ સુનાવણી જસ્ટિસ એસ.કે. કૌલ, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ કૃષ્ણા મુરાનીની બેન્ચે કરી હતી.

બેન્ચે સ્પષ્ટ કર્યું કે દેખાવોના બંધારણીય અધિકારની સાથે કેટલીક જવાબદારી પણ હોય છે. દેખાવો અને મતભેદ દરમિયાન કોઈપણ જાહેરસ્થળ હંમેશને માટે ઘેરી રાખી શકાય નહીં. કોર્ટે અરજી ફગાવતાં કહ્યું કે ક્યાંક કેટલાક સ્વૈચ્છિક દેખાવો થઈ શકે છે. પરંતુ કોઈપણ પ્રકારના લાંબા દેખાવો માટે જાહેરસ્થળોને લાંબા સમય સુધી ઘેરીને રાખી શકાય નહીં. ખાસ કરીને એવા સ્થળો કે જ્યાં બીજાના અધિકારો પર પ્રતિકૂળ અસર પડતી હોય. સુનાવણી જસ્ટિસની ચેમ્બરમાં થઈ હતી અને આ કેસની સુનાવણી ખુલ્લી કોર્ટમાં કરવાનો આગ્રહ પણ ફગાવાયો હતો.

ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2019માં સીએએ વિરુદ્ધ દેખાવો શરૂ થયા હતા. દિલ્હીના શાહીનબાગ વિસ્તારમાં સેંકડોની સંખ્યામાં લોકોએ રસ્તા પર ઘેરાવ કર્યો હતો. ત્યારે દિલ્હી અને નોઈડા વચ્ચેનો એક તરફનો રસ્તો જામ થઈ ગયો હતો.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Astrology
Ashadeep Newspaper

દરેક વ્યક્તિએ કાળી ચૌદસે ભૂત પૂજા કરવી જ પડે, એક દિવો અને આખી જિંદગી સફળતા

કાળી ચૌદસ (Kali Chaudas) દિવાળી (Diwali)ના એક દિવસ પહેલા આવે છે. આ દિવસે મહાકાળી (Mahakali) માતાની પૂજા કરવામાં આવે છે.

Read More »
News & Info
Ashadeep Newspaper

મૂળ નડિયાદના યુવાનનું USના ન્યૂજર્સીમાં કરૂણ મોત, 24 કલાકમાં સોશિયલ મીડિયામાં એવી અફવા ઉડી કે…

કોરોના મહામારી વચ્ચે વિદેશોમાં વસતા અનેક ભારતીયો વાયરસના સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. ત્યારે ગુજરાતના નડિયાદમાં એક યુવાનનું

Read More »