ચાંદી પ્રતિ કિલો ૫૧ હજાર, ૧૦ ગ્રામ સોનું રેકોર્ડ બ્રેક ૪૦,૮૫૦

। અમદાવાદ/નવી દિલ્હી ।

સોનાનો ૧૦ ગ્રામનો ભાવ ૪૦,૨૦૦થી ઉછળીને મંગળવારે ૪૦,૮૫૦ સુધી પહોચ્યો છે. માત્ર ઓગસ્ટ મહિનામાં ત્રણવાર ગોલ્ડના ભાવમાં ઉછાળો આવ્યા બાદ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં જ ભાવમાં મોટો ઉછાવો આવ્યો છે.  તા.૧૨ ઓગસ્ટે ગોલ્ડનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૩૮,૯૫૦ હતો. ત્યાર પછી ભાવ ૪૦,૨૦૦ પહાંચી ગયો હતો.  એક અઠવાડિયાના વિરામ પછી આજરોજ એકાએક પ્રતિ ૧૦ ગ્રામ ગોલ્ડનો ભાવ ૪૦,૮૫૦ પહોચી ગયો હતો. ગોલ્ડનો ભાવ જે રીતે વધી રહ્યો છે તે જોતા અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે.  જ્યારે ચાંદીનો ૧૫ વર્ષ પહેલાં  પ્રતિ કિલોગ્રામનો ભાવ ૭૫ હજારની સપાટી સુધી પહાંચ્યો હતો  ત્યાર પછી છેલ્લા ૧૦ વર્ષમાં પ્રથમવાર ચાંદીનો ભાવ ઓગસ્ટ  મહિનામાં પ્રતિ કિલોગ્રામ રૂ. ૪૩,૫૦૦ સુધી ગયો હતો. જે ભાવ પણ ૫૧૦૦૦ હજાર થયો છે.

કેન્દ્ર સરકારે ગોલ્ડની ઇમ્પોર્ટ ડયૂટી ૧૦ ટકાથી વધારીને ૧૨.૩૦ ટકા કરી દેતાં  અને ૩ ટકા જીએસટી હોવાના કારણે ૧૫.૩૦  ટકા કુલ ટેક્સ ભરવાનો થવાથી ગોલ્ડના ભાવ વધ્યા છે. આમ, ગોલ્ડના ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૦,૮૫૦ પહોંચ્યો છે.  સતત મંદીનો સામાનો કરી રહેલા જ્વેલર્સાની દુકાનમાં ઘરાકી જ નથી. ઘરાકી છે. નવા ઓર્ડર મળતા નથી. મોટા જ્વેલર્સના શોરૂમોમાં ૨૦૦  કિલો જૂની ઇન્વેન્ટરી પડી રહી છે. એટલે ડિસેમ્બર સુધી મંદી રહે  તેવું લાગી રહ્યું છે. ગત વર્ષે ઓગસ્ટ-૧૮માં પ્રતિ દસ ગ્રામ  ગોલ્ડનો ભાવ ૨૯,૬૫૦ હતો. ઓગસ્ટ-૧૯માં ત્રણવાર ભાવ વધીને  છેલ્લે ૪૦,૨૦૦ થયા છે.

દિલ્હીના સોના-ચાંદી બજારમાં સોનું ૧૦ ગ્રામે રૂ.૫૯૫ ઊછળી રૂ.૪૦,૧૯૫ ઉપર પહોંચ્યું હતું. ચાંદીનો ભાવ એક કિલોએ રૂ.૨૭૦ વધી રૂ.૪૯,૦૭૦ના વિક્રમી સ્તરે પહોંચ્યો હતો. વિદેશમાં હાજર સોનું એક ઔંસે ૫.૬૫ ડોલર વધ્યું હતું અને ૧૫૩૧.૭૫ ડોલરનો ભાવ થયો હતો. ડિસેમ્બરનો સોનાનો વાયદાનો ભાવ ૧૧.૯૦ ડોલરના વધારા સાથે એક ઔંસે ૧૫૪૧.૩૦ ડોલર થયો હતો.

સોનું રૂ.૪૪,૦૦૦ ઉપર પહોંચશે ? 

દેશમાં અર્થતંત્ર મંદ પડવાના સંકેતને કારણે રૂપિયામાં ઘટાડો વધ્યો છે. આગામી દિવસોમાં ડોલર સામે રૂપિયો ૭૫થી વધવાની શક્યતા છે. અમેરિકામાં પણ મંદીનો અણસાર જે રીતે જોવા મળી રહ્યો છે તેને ધ્યાનમાં લેતા એમ લાગે છે કે આગામી દિવસોમાં અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવશે. આ કારણે પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે, એમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.

શેરબજારમાં ભારે મંદી :

સોનામાં રોકાણ વધી શકે તેવી શક્યતા  વિશ્વભરના શેરબજારોમાં મંદીની વાતાવરણને કારણે રોકાણકારોએ સોનામાં રોકાણ વધાર્યું છે. બીજા પણ અનેક કારણો છે. રૂપિયાના ભાવમાં તાજેતરમાં ભારે ઉતારચડાવ જોવા મળ્યો છે. ચીને ચલણ યુઆનનું અવમૂલ્યન કર્યું છે. ૧૦ વર્ષના અમેરિકી બોન્ડના મૂલ્યમાં ભારે ઘટાડો થયો છે. આથી, આગળ ઉપર સોનાના ભાવમાં વધારો જ જોવા મળશે.

ઇટીએફમાં હોલ્ડિંગ વધ્યું  

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર ઓગસ્ટમાં ગોલ્ડ ઇટીએફના હોલ્ડિંગમાં ૧૦૦ ટનથી પણ વધુનો વધારો થયો હતો. ગયા સપ્તાહના આંકડા અનુસાર વૈશ્વિક ગોલ્ડ ઇટીએફનું હોલ્ડિંગ ૨૪૫૩.૪ ટન ઉપર પહોંચ્યું હતું.

સોનામાં વળતર

વર્તમાન વર્ષે સોનામાં રોકાણ કરનારાને શેરબજારમાં કરવામાં આવેલા રોકાણની સરખામણીમાં વધુ વળતર મળ્યું છે. જાન્યુઆરીથી અત્યારસુધીમાં સોનામાં રોકાણ કરનારને ૨૫ ટકા વળતર મળ્યું છે જ્યારે શેરબજારમાં રોકાણ કરનારાને સેન્સેક્સે માત્ર ૨ ટકા વળતર આપ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Business
Ashadeep Newspaper

સાણંદ / નકલી ઇન્કમટેક્ષ અધિકારી બની ખોટા દરોડા પાડતી ગેંગ ઝડપાઇ

સાણંદના શાંતિપુરાના રહીશ પાસેથી રૂ.50 હજાર પડાવ્યા હતા, 6 ઝડપાયા સાણંદ: સાણંદના શાંતિપુરા ગામે ગત 6 નવેમ્બરના રોજ નકલી ઇન્કમટેક્ષ અધિકારી

Read More »
World
Ashadeep Newspaper

40% એમેરિકન કોરોનાથી બચવા માટે ખાવાની વસ્તુઓને બ્લીચિંગથી ધોવે છે, સ્કિન પર ક્લિનિંગ સ્પ્રેનો છંટકાવ કરે છે

અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ 502 લોકો પર સર્વે કર્યો CDC દ્વારા કરવામાં

Read More »