ગુજરાતી બા એ સૌના જીતી લીધા દિલ, ટીમ ઇન્ડિયાએ લીધા આશીર્વાદ, કોહલી પગે પડ્યો

બર્મિંઘમના એજબેસ્ટનમાં 2 જુલાઈ, મંગળવારે ભારતીય ટીમ બાંગ્લાદેશને 28-રનથી હરાવવામાં સફળ થઈ. સ્ટેડિયમમાં ભારતીય પ્રશંસકો હજારોની સંખ્યામાં હાજર હતાં. એમાં એક હતાં 87-વર્ષનાં અને વ્હીલચેરગ્રસ્ત ગુજરાતી મહિલા ચારુલતા પટેલ.

https://twitter.com/imVkohli/status/1146121514158190595?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1146121514158190595&ref_url=http%3A%2F%2Fsandesh.com%2Fvirat-kohli-seeks-blessings-from-87-year-old-gujarati-fan-charulata-patel%2F

ભારતીય ટીમને બિરદાવતાં અને પ્લાસ્ટિકનું પીપુડા વગાડતાં ચારુલતાબેન એમનાં ઉત્સાહને કારણે ટીવી કેમેરામાં છવાઈ ગયાં હતાં. મેચ દરમિયાન ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી અને મેચમાં સદી ફટકારનાર રોહિત શર્મા ચારુલતાબેનને જઈને મળ્યા હતા અને એમની સાથે વાતચીત કરી હતી, એમનાં આશીર્વાદ લીધાં હતાં. તેમણે કહ્યું કે ‘મારી શુભેચ્છા ટીમની સાથે છે. જ્યારે 1983માં કપિલ દેવે અહીં વર્લ્ડ કપ જીત્યો હતો ત્યારે પણ હું અહીં હાજર હતી.’ મેચ જીત્યા બાદ બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ચારુલતાબેનને મળ્યા હતા કેપ્ટન કોહલીએ નમીને વંદન કરી વાતો પણ કરી હતી. કોહલીએ તેમની સાથેની તસવીરો પણ શેર કરી હતી. કેમેરા પર વાંરવાર ચમકવાના કારણે ચારુલતાબેનની તસવીર જોત જોતામાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગઈ હતી.

ICCનાં રીધિમા પાઠકને આપેલી મુલાકાતમાં ચારુલતાબેને કહ્યું કે હું ઈશ્વરને, ગણપતિજીને પ્રાર્થના કરું છું કે ભારત જીતે. મારાં આશીર્વાદ હંમેશાં ભારતીય ટીમને માટે રહેશે. ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા આવેલા ચારુલતાબેને કહ્યું હતું કે, હું ઘણા વર્ષોથી ક્રિકેટ જોતી આવી છું. મારો જન્મ ટાન્ઝાનિયામાં થયો હતો. હું આફ્રિકામાં હતી ત્યારે ટીવી પર મેચ નિહાળતી હતી પરંતુ હવે રિટાયર્ડ છું અને તેથી અહીં જોવા આવી છું. ભારત જ વર્લ્ડકપ જીતશે તેવો મને વિશ્વાસ છે. ભારત જીતે તે માટે હું ભગવાન ગણેશને પ્રાર્થના કરું છું. 1983માં કપિલ દેવે વર્લ્ડકપ જીત્યો ત્યારે હું પણ ત્યાં હતી. આ વખતે ભારત ફાઈનલમાં પહોંચશે તો લંડનમાં લોર્ડ્સ સ્ટેડિયમમાં જઈને મેચ નિહાળવાની આશા રાખું છું.

સેમિફાઈનલની હેટટ્રિક
ટીમ ઈન્ડિયા સતત ત્રીજી વાર વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ટીમે આઠમી મેચમાં બાંગ્લાદેશને 28 રને હરાવી છે. હાર સાથે બાંગ્લાદેશ ટીમ સેમિફાઈનલ રેસમાંથી બહાર નીકળી ગઈ છે. રોહિત (104) એક જ વર્લ્ડ કપમાં ચાર સદી મારનારો પહેલો ખેલાડી બન્યો. રોહિતે બર્મિંઘમ મેદાન પર સતત ત્રીજી સદી ફટકારી. બીજી તરફ, આઈસીસી ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ સતત ત્રીજી વાર બાંગ્લાદેશને હરાવ્યું. જસપ્રિત બુમરાહે ચાર વિકેટ લીધી. આઠ મેચ પછી ટીમ ઈન્ડિયા 13 પોઈન્ટ સાથે ઓસ્ટ્રેલિયા પછી બીજા નંબરે છે. હવે ભારતની આગલી મેચ છઠ્ઠી જુલાઈએ શ્રીલંકા સામે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
World
Ashadeep Newspaper

અમેરિકા / ઇરાનને ફરી હુમલા ન કરવાની સલાહ, નહિતર ક્યારેય ન જોઇ હોય તેવી કાર્યવાહી કરીશું: ટ્રમ્પ

અમેરિકા પાસે વિશ્વનું સૌથી શ્રેષ્ઠ સૈન્ય છે ઇરાન પાસે 5.23 લાખ સક્રિય સૈનિક  વોશિંગ્ટન: બગદાદના ગ્રીન ઝોનમાં સ્થિત અમેરિકી દૂતાવાસ પર

Read More »
News & Info
Ashadeep Newspaper

કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધારવા દેશવાસીઓએ એકજૂટ થઇ 9 મિનિટ સુધી દીવા અને મીણબત્તીઓ પ્રગટાવી,

અમદાવાદ. કોરોના મહામારી સામેની જંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ પર રવિવારે શહેરીજનો, પોલીસ, ડોક્ટર્સ, સંતો, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન

Read More »