ગુજરાતની ત્રણ મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની બુધવારે જાહેરાત કરવામાં આવી હતી. અમદાવાદના મેયર પદે રાજ્યના સૌથી ગરીબ કોર્પોરેટર કિરીટ પરમારની પસંદગી થઈ છે. કિરીટ પરમાર માત્ર 6 લાખ રૂપિયાની મિલકતો ધરાવે છે. જેમાં વતનમાં 4 લાખ રૂપિયાની જમીન, 2.79 લાખની બેન્ક ડિપોઝિટ અને માત્ર 15 હજારની રોકડનો સમાવેશ થાય છે.

જ્યારે 34 કરોડ રૂપિયાની મિલકતો સાથે અમદાવાદના સૌથી ધનિક કોર્પોરેટર ગણાતા હિતેશ બારોટની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે વરણી થઈ છે.

અમદાવાદ શહેરના નવા મેયર અપરિણીત એવા કિરીટ પરમાર સંઘના પૂર્ણકાલીન સ્વયંસેવક છે. તેઓ ચાલીમાં આવેલા એક રૂમ-રસોડાના નળિયાવાળા કાચા મકાનમાં રહે છે.મેયર પદે વરણી પછી પણ તેમણે મેયરના સત્તાવાર આવાસના બદલે કાચા મકાનમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના ડેપ્યુટી મેયર પદે ગીતા પટેલની વરણી થઈ છે.
( Source – Divyabhaskar )