કોન્સ્ટેબલના મોબાઇલ પર વેક્સિનનો બીજો ડોઝ લગાવવાનો મેસેજ આવ્યો, લિન્ક પર માહિતી ભરતાં જ ખાતામાંથી 3 લાખ રૂપિયા ઊપડી ગયા

કોઈપણ અજાણી વ્યક્તિને ફોન પર પોતાના બેન્ક ખાતા અંગેની માહિતી ન આપો

ઈન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ સતર્ક રહો. ઇ-મેલ કે મેસેજ પર કોઈ અજાણી લિન્કને ક્લિક ન કરો. એને કારણે તમારા મોબાઈલ કે બેન્ક ખાતામાંથી પૈસાની છેતરપિંડી થઈ શકે છે. મધ્યપ્રદેશના રીવામાં ફરજ બજાવતા સ્ટેટ આર્મ્ડ ફોર્સ(SAF)ના એક કોન્સ્ટેબલની સાથે આવું જ કંઈક થયું છે. ઠગોએ તેમને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લગાવવા માટે એક લિન્ક મોકલી હતી. ક્લિક કરવા પર થોડી માહિતી માગવામાં આવી, એમાં માહિતી ભરતાંની સાથે જ તેમના ખાતામાંથી ત્રણ લાખ રૂપિયા કપાઈ ગયા.

ઠગાઈનો શિકાર બનેલા શત્રુધ્ન પટેલ ફરિયાદ લઈને બેન્કમાં પહોંચ્યા હતા, જોકે બેન્ક હડતાળને પગલે તેમની ફરિયાદ કોઈએ સાંભળી ન હતી. પછીથી તેમણે રીવાના સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવી. હાલ છેતરપિંડી કરનારાઓ વિશે કોઈ માહિતી મળી નથી.

આ ઘટના પછી બુધવારે સાંજે પોલીસ હેડક્વાર્ટરે એક એડવાઈઝરી બહાર પાડી, જેમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન કે અન્ય કોઈ કારણ ટાંકીને જો કોઈ અજાણી વ્યક્તિ તમારો સંપર્ક કરે તો તેના ખાતામાં પૈસા ટ્રાન્સફર ન કરો અને તેણે મોકલેલી લિન્ક પર પણ ક્લિક ન કરો. આ સિવાય આ પ્રકારની કોઈ એપ્લિકેશન પણ પોતાના મોબાઈલમાં ડાઉનલોડ ન કરો. વેક્સિનેશનના રજિસ્ટ્રેશન માટે સીધો જ નજીકના સ્વસ્થ્ય કેન્દ્રનો સંપર્ક કરો.

એડવાઈઝરીમાં સામેલ વાતો, જેને ધ્યાનમાં રાખવા માટે કહેવામાં આવ્યું છે…

 • કોઈપણ અજાણી વ્યક્તિને ફોન પર પોતાના બેન્ક ખાતા અંગેની માહિતી ન આપો.
 • મોબાઈલ ટાવર લગાવવા/કિઓસ્ક સેન્ટર ખોલવા સહિતના અન્ય નામથી આવનારા ફોન કોલ/ જાહેરાતથી સાવધાન રહો અને કોઈપણ અજાણી વ્યક્તિના ખાતામાં પૈસા ન નાખો. ​​​
 • ફેસબુક/વ્હોટ્સઅપ કે અન્ય મેસેન્જર પર કોઈ પરિચિત કે દોસ્ત પૈસાની માગ કરે તો તપાસ કર્યા વગર કે કોલ કર્યા વગર પૈસા ન મોકલો.
 • ફેસબુકનો પાસવર્ડ સ્ટ્રોંગ બનાવો, જેમાં આલ્ફાબેટ, કોઈ સંખ્યા કે કોઈ સ્પેશિયલ કેરેક્ટર સામેલ હોવાં જોઈએ, નહિ કે કોઈને પોતાનું નામ/ મોબાઈલ નંબર.
 • કોઈપણ કસ્ટમર કેર નંબર ગૂગલ પરથી લેવાની જગ્યાએ ઓરિજિનલ વેબસાઈટ પરથી મેળવો. કસ્ટમર કેર નંબર હંમેશાં 1800થી શરૂ થાય છે નહિ કે કોઈ મોબાઈલ નંબરથી, બની શકે તો કોઈપણ વેબસાઈટની URLને સીધી ટાઈપ કરીને ઉપયોગ કરો.
 • અજાણ્યા નંબર અને કંપનીના નામથી મોકલવામાં આવેલા મેસેજમાં લોભાવનારી ઓફરોની લિન્ક પર ક્લિક કરવાથી બચો. બને તો એ ડિલિટ કરી દો.
 • પ્રોમોકાર્ડ, રિવાર્ડ પોઈન્ટ, કેશ બેકની લાલચમાં ન પડો.
 • લોટરી લાગવાના નામથી આવેલા વ્હોટ્સએપ કોલથી સાવધાન રહો.
 • OLX એપમાં ખરીદી-વેચાણ કરતી વખતે સાવધાની રાખો. યોગ્ય રીતે તપાસ કર્યા પછી જ ખરીદી વેચાણ કરો.
 • ઓનલાઈન મની ટ્રાન્સફર જેવા કે Airtel Money, PhonePe, Google Pay, PaytMમાં અજાણી લિન્કને ક્લિક કરવાથી બચો. છેતરપિંડી કરનારાઓ બોનસ/પૈસા પરત કરવાના નામથી એક લિન્ક મોકલે છે, જેની પર ક્લિક કરતાં જ તમારા ખાતામાંથી પૈસા વિડ્રો થઈ જશે.
 • સોશિયલ મીડિયા ફેસબુક, વ્હોટ્સએપ પર ઓછી કિંમતના વેચાણવાળી પોસ્ટ પર ભરોસો ન કરો.
 • મોબાઈલ એપ્લિકેશન જેવી કે ANYDESK/TEAM VIEWERનો યુઝર ID અને પાસવર્ડ કોઈપણ અજાણી વ્યક્તિને ન આપો. આ સિવાય તેને કોઈના પણ કહેવા પર ડાઉનલોડ ન કરો, આમ કરવાથી તમારા મોબાઈલનો કન્ટ્રોલ ઠગની પાસે જતો રહેશે અને તમે ઠગાઈનો શિકાર બનશો.
 • ફોન પર આવેલી કોઈ લિન્ક દ્વારા કોઈને પોતાના બેન્ક ખાતાની માહિતી, જેવી કે OTP/CVV/PIN/UPI/ATM કાર્ડની ડિટેલ શેર ન કરો. સાઈબર ઠગ રજિસ્ટ્રેશનના નામથી એક નાની રકમ જમા કરાવવાની લાલચ આપીને તમારી બેન્ક ડિટેલની માહિતી પ્રાપ્ત કરી શકે છે.
 • પોતાનું ક્રેડિટ/ડેબિટ કાર્ડ તમારી સામે જ સ્વાઈપ કરાવો. કોઈપણ અજાણી વ્યક્તિ પાસેથી ATMમાંથી રકમ કાઢવામાં મદદ ન લો. આ સિવાય તેને ATM કાર્ડ પણ ન આપો. એનાથી તમારા કાર્ડનું કોઈ ક્લોનિંગ કરી શકે છે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Entertainment
Ashadeep Newspaper

બોલિવૂડમાં ગમેત્યારે થઈ શકે છે મોટો ધડાકો, 45 ફોન ડ્રગ્સ કાંડમાં ખોલશે અનેક રહસ્યો

અભિનેતા સુશાંત સિંહ રાજપુત કેસમાં થઈ રહેલી તપાસમાં હવે ડ્રગ્સ એંગલ સામે આવ્યો છે. આ ડ્રગ્સ એંગલમાં બોલિવૂડના અનેક મોટા

Read More »
World
Ashadeep Newspaper

ભરૂચનો યુવાન કેનેડામાં નાયગ્રા ફોલ પર ઉજવી રહ્યો હતો બર્થ-ડે, ડૂબી જતાં નિપજ્યું મોત

પોતાની બર્થ ડેની ઉજવણી કરવા માટે આપણે સૌ કોઈ આતુર હોઈએ છીએ. અને બર્થે ડેના ખાસ ડે તરીકે ઉજવવા શક્ય

Read More »