કેન્સલેશન વધ્યું : ફ્લાઇટો ઘટતાં 25 ટકાથી વધુ પેસેન્જર્સે ટિકિટો કેન્સલ કરાવી

  • RTPCR ફરજિયાત કરાતાં ટિકિટ કેન્સલેશન વધ્યું
  • રોજની 100ની જગ્યાએ 80 ડોમેસ્ટિક ફ્લાઇટનું સંચાલન

અમદાવાદ સહિત દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો થતાં લોકોએ પ્રવાસ કરવાનું ટાળ્યું છે. તેની સાથે સાથે સરકારે પણ ફ્લાઇટોની સંખ્યા 20 ટકા જેટલી ઘટાડવાનો આદેશ કરતા લગભગ તમામ એરલાઈન્સે ફ્લાઈટોની સંખ્યા ઘટાડી દીધી છે.

એક જ શહેર માટે સંચાલિત થતી બે કે તેથી વધુ ફ્લાઇટોની જગ્યાએ હવે એક જ ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી રહી છે, જેના પગલે અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર દરરોજ સરેરાશ 100થી વધુ ફ્લાઈટો આવતી હતી, તેની સામે હાલ 80થી 85 જેટલી ફ્લાઈટનું સંચાલન થઈ રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટોની સંખ્યા ઘટવાની સાથે લોકોએ પ્રવાસ રદ કરતાં પેસેન્જરોની સંખ્યા ઘટી રહી છે. હાલ લગભગ તમામ ફ્લાઇટમાં 50થી 60 ટકા પેસેન્જરો જ મુસાફરી કરી રહ્યા છે, તેમાં પણ પહેલી એપ્રિલથી સરકારે આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોવાનું ફરજિયાત કરતા લગભગ તમામ ફ્લાઇટમાં બુક થયેલી ટિકિટોનું કેન્સલેશન વધ્યું છે. છેલ્લા 3 દિવસથી સરેરાશ 25 ટકાથી વધુ પેસેન્જર્સે ટિકિટો કેન્સલ કરાવી હોવાનું એરલાઈન્સના અધિકારીઓ જણાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસો વધવાને કારણે અમદાવાદ-લંડન ફ્લાઇટ તથા અન્ય ઇન્ટરનેશનલ ફ્લાઇટો 30 એપ્રિલ સુધી રદ કરવામાં આવી છે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Technology
Ashadeep Newspaper

Facebookમાં જલ્દી જ થવા જઈ રહ્યો છે મોટો ફેરફાર, હટી જશે તમારૂ પસંદીદા ફીચર

ફેસબુક ટૂંક સમયમાં જ એક સુવિધા બંધ કરવા જઈ રહ્યું છે કે જે વપરાશકર્તાઓની પસંદીદા છે. ખરેખર ફેસબુક તેના પ્લેટફોર્મ

Read More »
World
Ashadeep Newspaper

અમેરિકામાં પેટ્સની માંગ 90 ટકા વધી, કપરા સંજોગોમાં એકલતા દૂર કરવા લોકો પેટ્સ પણ દત્તક લઈ રહ્યાં છે

વોશિગ્ટન. કોરોના મહામારીએ માનવજીવનનાં ઘણાં પાસાંને અસર કરી છે. અમેરિકામાં લોકો એકલતા દૂર કરવા ઘરોમાં પશુઓનું સ્વાગત કરી રહ્યા છે. જે

Read More »