કેનેડાનું ગ્રીનકાર્ડ મેળવનાર ભારતીયોની સંખ્યામાં 51 ટકાનો ઉછાળો

ટોરેન્ટો કેનેડાએ ભારતીયો સહિત વિદેશીઓ માટે તેના દેશનું દ્વાર ખુલ્લું મૂકતાં કેનેડિયન ગ્રીનકાર્ડ મેળવનાર ભારતીયોની સંખ્યામાં ૫૧ ટકાનો ઉછાળો આવ્યો છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડાઓ અનુસાર કેનેડાની સ્થાયી નાગરિકતા મેળવનાર યોગ્ય ઉમેદવારોમાં ભારતીયોની સંખ્યામાં ૫૧ ટકાનો વધારો થયો છે. ૨૦૧૮માં કુલ ૯૨,૦૦૦ ભારતીયોની સ્થાયી નાગરિકતાની અરજી કેનેડાએ સ્વીકારી લીધી હતી જેમાંથી ૩૯,૫૦૦ લોકોને કાયમી નાગરિકતા આપવામાં આવી હતી. તેમને દેશનું કાયમી નાગરિકતા બક્ષી હતી. ૨૦૧૭ના વર્ષમાં લગભગ ૮૬,૦૨૨ અરજીઓમાંથી લગભગ ૪૨ ટકા ભારતીયોને નાગરિકતા માટે યોગ્ય ગણવામાં આવ્યાં હતા.

શું છે એક્સપ્રેસ એન્ટ્રી યોજના 
આ યોજના હેઠળ કેનેડામાં કોઈ પણ દેશના નાગરિકને સ્થાયી નાગરિકતા આપતા પહેલાં તેમની કાર્યશૈલી અને કામના અનુભવને જોવામાં આવે છે તેની સાથે તેના કૌશલ્યને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. આ આંકડા કર્મચારીની કંપની પાસેથી મગાવાય છે. કેનેડાની આ યોજના હેઠળ તમામ માપદંડો પૂરા કરનાર લોકોને ત્યાંની નાગરિકતા મળે છે.

કેનેડામાં ભારતીયો પછી નાઇજીરિયાના લોકોની સૌથી વધારે સંખ્યા છે. ૨૦૧૭ના વર્ષમાં કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી રૂટ દ્વારા કાયમી નાગરિકતાની ૬૫,૫૦૦ અરજીઓ સ્વીકારી હતી જેમાંથી ૨૬,૩૦૦ અરજીઓ ભારતીયોની હતી. ભારત પછી ચીનનો નંબર આવે છે. ૨૦૧૭માં બીજા નંબર ધરાવનાર ચીન ૨૦૧૮માં ત્રીજા નંબરે આવી ગયો છે અને તેના ફક્ત ૫,૮૦૦ લોકોએ કેનેડાની કાયમી નાગરિકતાની અરજી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
News & Info
Ashadeep Newspaper

તો આવતા 50 વર્ષ સુધી ભાજપ જ રહેશે સત્તામાં, ઘડ્યો આ માસ્ટર પ્લાન

લોકસભાની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ પાર્ટી કાર્યકર્તાઓને કહેતા હતાં કે,, આ વખતે જીતીશું તો 50 વર્ષ

Read More »
News & Info
Ashadeep Newspaper

કોરોના / એન-95 માસ્ક બજાર 29 ગણું વધ્યું, રોજ રૂ. 1600 કરોડના માસ્ક વેચાઈ રહ્યા છે, 1 માસ્કનો 6 કલાકથી વધુ ઉપયોગ ના કરી શકાય

દેશમાં પહેલાં રોજ 1670 એન-95 માસ્ક વેચાતા, હવે ચાર કરોડ વેચાતા, જરૂર 10 કરોડની અમિત કુમાર નિરંજન, નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ

Read More »