કાશ્મીર મુદ્દે ન્યાય ન મળ્યો તો મુસ્લિમો હથિયાર ઉઠાવશે : ઇમરાને ઝેર ઓક્યું

ઇમરાને મુસ્લિમોને ભડકાવવા યુએન એસેમ્બ્લીનો ઉપયોગ કર્યો

પાકિસ્તાનમાં વકરેલા આતંકવાદ મુદ્દે મૌન ઇમરાને આખા ભાષણમાં ભારત પર જુઠા આરોપો લગાવે રાખ્યા

ભારત પણ સંયુક્ત રાષ્ટ્રમાં ઇમરાનને આક્રામક રીતે જવાબ આપશે, પાક.ને આતંકવાદ મુદ્દે ભીસમાં લેશે

સંયુક્ત રાષ્ટ્રો, તા.27 સપ્ટેમ્બર, 2019, શુક્રવાર

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સંયુક્ત રાષ્ટ્રમાં અતી ભડકાઉ ભાષણ આપ્યું હતું, ઇમરાન ખાને કાશ્મીરનો મામલો મુસ્લિમોની સાથે જોડીને જુઠાણા ફેલાવતા ઇમરાને કહ્યું હતું કે કાશ્મીરમાં મુસ્લિમો પર અત્યાચાર થઇ રહ્યો છે, જો તેમને ન્યાય આપવામાં નહીં આવે તો વિશ્વભરના મુસ્લિમો હિથયારો ઉઠાવતા પણ અચકાશે નહીં.  

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં જે અત્યાચાર થઇ રહ્યા છે તે જગજાહેર છે. જોકે ઇમરાન ખાને કાશ્મીર અંગે જ જુઠાણા ફેલાવે રાખ્યા હતા. ઇમરાને સંયુક્ત રાષ્ટ્રની એસેમ્બ્લીમાં બોલતી વેળાએ આતંકવાદની ચર્ચામાં ધર્મને ઘુસેડયો હતો. ઇમરાને કહ્યું હતું કે જે પ્રકારની સિૃથતિ હાલ કાશ્મીરમાં છે તે જોતા મને ખુદને કાશ્મીરમાં હોવ તેવો અહેસાસ થઇ રહ્યો છે.

હું કાશ્મીરમાં 55 દિવસથી કેદ છું, હું મુસ્લિમ મહિલાઓ પર રેપની વાતો સાંભળુ છું જેના જુઠાણા પણ ઇમરાને જારી રાખ્યા હતા.  પોતાનો લુલો બચાવ કરતા ઇમરાન ખાને દાવો કર્યો હતો કે પાકિસ્તાનમાં આતંકી સંગઠનો નથી, અમે આતંકીઓ સામે આક્રામક રીતે કાર્યવાહી કરી રહ્યા છીએ.

બાદમાં ઇમરાને જણાવ્યંુ કે હું ક્રિકેટને કારણે ભારત સાથે જોડાયો હતો. મને ભારત જવુ બહુ જ ગમે છે, મારા અનેક ફેન ભારતમાં પણ છે. બાદમાં ઇમરાન ખાને આરએસએસ અને મોદી બન્નેને ટાંકીને કહ્યું કે સંઘ સાથે મોદી જોડાયેલા છે, 2002માં મોદીએ સંઘના ગૂંડાઓને ગુજરાતમાં હિંસા ફેલાવવાની અનુમતી આપી હતી.

કાશ્મીર અંગે જુઠાણા ફેલાવતા ઇમરાને એક જ રટણ જારી રાખ્યું હતું કે કાશ્મીરમાં અત્યાચાર થઇ રહ્યો છે, સૃથાનિકો માટે હજારો સૈનિકોને તૈનાત કરી દેવાયા છે અને સૃથાનિકોમાં એક પ્રકારની ગભરાહટ છે. કાશ્મીરીઓને ભડકાવત ઇમરાને કહ્યું કે આઝાદી માટે હજારો કાશ્મીરીઓએ જીવ આપ્યો.

ઇમરાન ખાને આતંકવાદની ટીકામાં એક પણ શબ્દ નહોતો બોલ્યો અને પોતાનો જ બચાવ કર્યે રાખ્યો હતો. સાથે યુએનને પાકિસ્તાન આવી આતંકીઓ છે કે કેમ તેની જાણકારી મેળવવા આમંત્રણ આપ્યું હતું. બીજી તરફ ઇમરાન ખાને જે જુઠાણા ફેલાવ્યા તેનો ભારત પણ સંયુક્ત રાષ્ટ્રમાં આક્રામક રીતે જવાબ આપશે. ભારત ઇમરાન ખાનના દરેક જુઠાણાને ઉજાગર કરીને ખુલ્લા પાડશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Technology
Ashadeep Newspaper

આ 6 વસ્તુ જોયા વગર ક્યારેય પણ ન ખરીદો નવો સ્માર્ટફોન, નહીંતર પડશે ભારે

કોરોના સમયગાળા દરમિયાન, બજાર ધીમું બન્યું છે, પરંતુ હવે બધું પાટા પર આવી રહ્યું છે. એ જ રીતે, હવે નવા

Read More »
News & Info
Ashadeep Newspaper

370 બાદ હવે 15મી ઓગષ્ટે મોદી સરકાર જમ્મુ-કાશ્મીરમાં ભરશે બીજુ ઐતિહાસિક પગલું!

ગૃહમંત્રી અમિત શાહ આ વખતે જમ્મુ-કાશ્મીરમાં 73માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરે તેવી શક્યતા છે. અહેવાલ અનુંસાર 14 ઓગષ્ટે સાંજે શાહ

Read More »