કબૂતરબાજી : કરજીસણના બે યુવકોને અમેરિકા મોકલવાનું કહી દિલ્હીમાં ગોંધી રાખનારા 5 શખ્સો ઝબ્બે

  • 70 હજાર અમેરિકન ડોલરની માગણી કરતો વીડિયો બનાવ્યો
  • મહેસાણા એલસીબી મોબાઇલ લોકેશન ટ્રેસ કરી છેક દિલ્હી પહોંચી

કડી તાલુકાના કરજીસણ ગામના બે યુવકોને અમેરિકા મોકલવાના બહાને દિલ્હી બોલાવી 70 હજાર અમેરિકન ડોલરની માગણી કરી ગોંધી રાખનારી ટોળકીને મહેસાણા એલસીબી પોલીસે ઝડપી લીધી છે. પોલીસે બંને યુવાનોને મુક્ત કરાવી 5 ઠગોને જેલભેગા કર્યા કરજીસણના જયેશ જીતેન્દ્રસિંહ ચાવડા (22) અને મયુર રામાભાઇ પટેલ (25)ને સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકા મોકલવાનું કહી એજન્ટોએ દિલ્હી બોલાવ્યા હતા અને ચંડીગઢ એરપોર્ટ લઇ જવાનું કહી ગાડીમાં બેસાડી નશાકારક દવાની ગોળીઓ ખવડાવી બેભાન કરી તેમની પાસેથી રૂ.1,05,000 રોકડા, 400 ડોલર અને 2 મોબાઇલ, બંનેના પાસપોર્ટ વગેરે લૂંટી ગોંધી રાખ્યા હતા.

27 જાન્યુઆરીએ ઘરેથી નીકળ્યા બાદ ફોન બંધ આવતો હોઇ જયેશના પિતા જીતેન્દ્રસિંહ ચાવડાએ મહેસાણા એસપીને કરેલી અરજી આધારે એલસીબીએ તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સમાં બંનેના મોબાઇલ લોકેશન દિલ્હી આવતાં હોઇ પીએસઆઇ એસ.બી. ઝાલા સહિત સ્ટાફે દિલ્હી પહોંચી વિકાસ સતવીરસિંગ બનાલ (ગુડગાંવ, હરિયાણા), કશ્યપ વિનોદચંદ શાહ (કલોલ, કુબેર નરસીના જૂના ચોરા પાસે), જીગર છોટાલાલ મહેતા (રાજકોટ, રોયલહોમ, ઘંટેશ્વર), અંકિત ભરતકુમાર દવે (કલોલ, મોટા સ્વામિનારાયણ મંદિરની બાજુમાં), રાહુલ પટેલ (સાંથલ) અને હરભજનસિંઘ ચાનસિંઘ રાજપૂત (લુધિયાણા, પંજાબ)ને પકડી બંને યુવાનોને મુક્ત કરાવ્યા હતા.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Info & News
Ashadeep Newspaper

ધોરણ-1માં છ વર્ષે પ્રવેશના નિયમ સામે એક લાખ જેટલા વાલીઓએ સહી ઝૂંબેશ કરીને વિરોધ શરુ કર્યો

સરકારના પરિપત્રથી ગરીબ બાળકો સારી અંગ્રેજી સ્કૂલમાં ભણી શકશે નહીં તેવો તર્ક રજુ કરાયો રાજ્ય સરકાર દ્વારા ધોરણ-1માં પ્રવેશ માટે

Read More »
Info & News
Ashadeep Newspaper

રાત્રે ૯ વાગ્યા પછી લગ્નપ્રસંગ કે અન્ય કાર્યક્રમને મંજૂરી નહીં : CP

અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે જણાવ્યું કે, શહેરમાં સોમવારે સવારે ૬ વાગ્યે કર્ફ્યૂ પૂરો થશે, પરંતુ રાત્રે ૯ વાગ્યાથી સવારના

Read More »