એકલાપણાને વધારી રહ્યો છે સ્માર્ટફોન, આ છે મોટું કારણ

આજકાલ લોકોની વચ્ચે સ્માર્ટફોનનો ઉપયોગ ખુબ વધી ગયો છે અને આજ આપણી જિંદગીનો એક ભાગ બની ગયો છે. જો કે સ્માર્ટફોનનો સૌથી વધારે વિપરીત પ્રભાવ બાળકો પર પાડી રહ્યાં છે. શરૂઆતમાં બાળકો માટે આ ખાસ રમવાની વસ્તુ બની જાય છે, પરંતુ તેનો વિપરીત પ્રભાવ પણ જોવા મળે છે. હાલમાં સ્માર્ટફોન બાળકો માટે તણાવ અને ચિંતાનો સ્ત્રોત બની રહ્યો છે.

સ્માર્ટફોનમાં ઘણા પ્રકારના સોશિયલ મીડિયા એપ્સ આવે છે અને આ એપ્સ પર આવનારી સતત નોટિફિકેશનથી બાળકોનું ધ્યાન ભંગ થઈ જાય છે અને ડિપ્રેશન જેવી બિમારીનું કારણ બનતા જાય છે.

રાઈસ યુનિવર્સિટીના સાઈકોલોજી પ્રોફેસર ફિલીપ કોર્ટમે કહ્યું કે, સ્માર્ટફોન ટેકનોલોજી દુનિયાના બધા માર્કેટોમાં પ્રવેશ કરી રહી છે અને આ કોલેજોમાં પણ અનિવાર્ય થઈ ગઈ છે. તેમણે કહ્યું કે અમે જાણવા માટે ઉતેજીત હતા કે જે સ્ટૂડન્ટ્સ હજુ સુધી સ્માર્ટફોનનો ઉપયોગ નથી કરી રહ્યાં તેમના ભણતરમાં સ્માર્ટફોન કેવી રીતે પ્રભાવ પાડે છે. રિસર્ચથી જાણવા મળ્યું છે કે સ્ટૂડન્ટ્સને શરૂઆતમાં લાગ્યું કે મોબાઈલથી તેમની પરફોર્મન્સમાં સુધારો જોવા મળી રહ્યો છે.

જો કે રિપોર્ટમાં તે બાદ વિપરીત પ્રભાવ પણ જોવા મળ્યો છે. એરિક પેપરે કહ્યું કે, સ્માર્ટફોનના ઉપયોગની લતથી મસ્તિષ્કમાં ન્યૂરોલોજિકલ કનેક્શન બનાવવાનું શરૂ કરે છે. આ એવું છે જેમ કે Oxycontin લેનારાને દર્દથી રાહત લેવા માટે opioidની લત લાગી જાય છે. તે સિવાય સોશિયલ મીડિયા ટેકનોલોજી રિયલ સોશિયલ કનેક્શનમાં પણ નકારાત્મક પ્રભાવ પાડે છે. રિસર્ચમાં જાણવા મળ્યું કે જે સ્ટૂડન્ટ્સ વધારે સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે તેમનામાં સૌથી વધારે એકલાપણું, ડિપ્રેશન અને ચિંતાની ફરિયાદ આવતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Visa & Immigration
Ashadeep Newspaper

અમેરિકા જવું છે તો, આપવી પડશે સોશિયલ મીડિયાની માહિતી, જાણો શું છે કારણ

અમેરિકા જવા વીઝા માટે અરજી કરતા લોકોએ હવે તેમના સોશિયલ મીડિયાની વિગતો આપવી પડશે. યુ.એસ.ના નવા નિયમો પ્રમાણે વીઝા અરજદારોએ

Read More »
News & Info
Ashadeep Newspaper

આરોગ્ય / લક્ષણો સરખા હોવાથી હવે કોરોના નેગેટિવ દર્દીનો ટીબીનો રિપોર્ટ કરાવવા આદેશ

બન્ને બીમારીમાં ઉધરસ અને તાવ આવે છે અને ફેફસાંને અસર કરે છે અમદાવાદ. કોરોના અને ટીબીની બીમારીનાં લક્ષણો સામાન્ય રીતે સરખા

Read More »