ઇસ્લામિક બેંક કૌભાંડ: મુસ્લિમોને લાલચ આપી ફસાવ્યા, રૂ.1500 કરોડનો લગાવ્યો ચૂનો

ઇસ્લામિક બેંકના નામ પર લગભગ 30 હજાર મુસ્લિમોને ચૂનો લગાવી મોહમ્મદ મન્સુર ખાન અંદાજીત 1,500 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી દુબઇ ભાગી ગયો છે. લોકોને મોટા વળતરની આશા અપાવીને તેણે એક પોન્ઝી યોજના ચલાવી અને આ યોજનાનું ભાવિ એ બન્યું જેમ અન્ય પોન્ઝી યોજનાઓનું થાય છે. મેનેજમેન્ટ ગ્રેજ્યુએટ મન્સુર ખાને વર્ષ 2006માં આઇ મોનેટરી એડવાઇઝરી (આઇએમએ)ના નામથી એક બિઝનેસની શરૂઆત કરી હતી. અને રોકાણકારોને જણાવ્યું હતું કે આ કંપની બુલિયનમાં રોકાણ કરશે અને રોકાણકારોને 7-8 ટકા રિટર્ન આપશે.

ઉલ્લેખનિય છે કે ઇસ્લામમાં વ્યાજથી મળેલ રકમને અનૈતિક અને ઇસ્લામ વિરોધી માનવામાં આવે છે. આ માન્યતાને તોડવા માટે મન્સૂરે ધર્મના નામે કૌભાંડ કર્યું અને રોકાણકારોને ‘વ્યવસાયિક ભાગીદાર’ બનાવ્યા. તેમજ તેણે ગ્રાહકોને ખાતરી આપી હતી કે 50 હજાર રૂપિયાના રોકાણ પર તેમને ત્રિમાસિક, અર્ધવાર્ષિક અથવા વાર્ષિક સમયગાળામાં સારું રિટર્ન આપવામાં આવશે. આ રીતે, તેણે મુસ્લિમો વચ્ચે ‘રસ હરમ’ ની કલ્પના તોડી તે ધર્મના નામે કૌભાંડ કરવામાં સફળ રહ્યો હતો.

અધિકારીઓ પર મૂક્યો હતો પજવણીનો આરોપ:
મન્સુર ખાને સૌપ્રથમ કહ્યું હતું કે ઇદને કારણે ઓફિસ બંધ કરવામાં આવી હતી. પરંતુ જ્યારે વારંવાર ઉપાડની અરજીઓ આવવાનું શરૂ થયું ત્યારે તે ભૂગર્ભમાં જતો રહ્યો. કર્ણાટક પોલીસે એસઆઈટીની રચના કરી છે અને આ બાબત તપાસ હેઠળ છે. ઉલ્લેખનિય છે કે 10 મી જૂનના રોજ મન્સુરે બેંગલોર પોલીસને એક ઑડિઓ ક્લિપ મોકલી હતી. અને તેમાં અધિકારીઓ અને નેતાઓએ પજવણી કરવાનો આરોપ મૂક્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Astrology
Ashadeep Newspaper

શિલાન્યાસ / ગુરુવારે 1500 બાઈક, 300 કાર સાથે ઘાટલોડિયાથી ઉમિયાયાત્રા નીકળશે, 18 નિવૃત્ત DySP સેવા આપશે

28-29 ફેબ્રુઆરીએ વિશ્વના સૌથી ઊંચા મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાશે અમદાવાદ: જગત જનની મા ઉમિયાના વિશ્વના સૌથી ઊંચા અને ભવ્ય મંદિરનો શિલાન્યાસ

Read More »
World
Ashadeep Newspaper

લેબેનોનની રાજધાનીમાં દિલને હચમચાવી નાખે તેવો બ્લાસ્ટ, 78નાં મોત-4000થી વધુ લોકો ઈજાગ્રસ્ત

ભારતીય સમય પ્રમાણે મંગળવારની મોડી રાત્રે લેબનોની રાજધાની બેરુતમાં દિલને હચમચાવી નાખનારો બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. દરિયાકિનારે પોર્ટ

Read More »