આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરનારા જ્યોતિષીઓ પણ ખોટા પડયા

આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરનારા જ્યોતિષીઓ પણ ખોટા પડયા

ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી થઈ છે ત્યારે સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને જ્યોતિષીઓ ખોટા પડયા છે. જિલ્લાના 13 તાલુકાઓમાં છેલ્લા 48 કલાકથી કોરા ધાક્કોર રહ્યા છે. એકમાત્ર ધનસુરામાં 1 ઈંચ વરસાદ વરસ્યો છે. વરસાદ વરસશે અને બફારામાંથી મુક્તિ મળશે તેમ ઈચ્છતી પ્રજાને રવિવારે પણ અસહ્ય બફારાના કારણે યાતનાઓ ભોગવવાનો વારો આવ્યો હતો.

છેલ્લા ર વર્ષથી ઉત્તર ગુજરાતની પ્રજા વરસાદના પાણીનું મૂલ્ય સમજવા લાગી છે. આ વર્ષે ઉત્તર ગુજરાતમાં ફેબ્રુઆરીના મધ્ય ભાગમાં જ જળસંકટ મંડરાયું હતું તેમ છતાં પ્રજાએ જળસંકટને પણ અવસરમાં પલ્ટી જુન મહિનો માંડ માંડ પૂરો કર્યો. વાયુ ઈફેક્ટના કારણે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ વરસ્યો. જ્યારે તા.25-26 જુનથી ચોમાસુ બેસવાની આગાહી કરવામાં આવી હતી.

ત્યારે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યા પછી છેલ્લા 2-3 દિવસથી બફારા અને ગરમીએ પ્રજાને મુશ્કેલ સ્થિતિમાં લાવી દીધા છે. ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી થઈ હતી. કાળાં ડીબાંગ વાદળો ગોરંભાય છે પરંતુ જિલ્લાનું લોકેશન પસંદ ન હોય તેમ મેઘરાજા વિદાય થઈ જાય છે. છેલ્લા 48 કલાકથી જિલ્લાના 14 પૈકી 13 તાલુકા કોરા ધાક્કોર છે.