આ રાશિના જાતકો સરળતાથી નથી બોલતા ખોટુ, જુઠ્ઠાણું પકડાઈ જતા ડરે છે

જ્યોતિષ શાસ્ત્ર એક એવુ શાસ્ત્ર જેના સહારાથી તમે ભવિષ્યના સંકેતોને જાણી શકશો. જ્યોતિષ શાસ્ત્ર ફક્ત વ્યક્તિના ભૂતકાળ, ભવિષ્ય કે વર્તમાન વિશે જ માહિતી નથી આપતું પરંતુ તેના પરથી પર્સનાલિટી અંગે પણ માહિતી મળે છે. તેનાથી વ્યક્તિના વલણ, રીતભાતની સાથે સાથે જો વ્યક્તિ કોઈ મામલે ફક્ત દેખાડો કરતો હોય તો તેનો પણ રાઝ ખુલી શકે છે. વ્યક્તિ કેવી છે તે અંગે સચોટ માહિતી મેળવી શકો છો.

આજે આપણે જાણીશું કેટલીક એવી રાશિના જાતકો અંગે જે ખુબજ સરળતાથી કોઈ કારણ વગર ખોટુ બોલ્યા કરે છે. કેટલાક લોકો એવા પણ હોય છે જે પરિસ્થિતિને વધારીને કહે છે અને ખોટું તો એવી રીતે બોલશે કે આપણે માન્યે જ છૂટકો. પરંતુ આવું ખોટું બોલવું દરેક માટે આસાન નથી. કોઈ કારણ વગર જુઠાણુ ચલાવતા આ લોકો એટલી સીફતથી ખોટુ બોલી શકે છે સામે વાળાને તેના પર વિશ્વાસ આવી જાય છે.

વૃષભ (બ,વ,ઉ)
આ રાશિના લોકોને પારદર્શી રહેવાનું ગમે છે. તેમને પોતાની જિંદગીમાં રહસ્યો રાખવા નથી ગમતા. વૃષભ રાશિના લોકો પ્રામાણિક હોય છે. એ વાતની સંભાવના વધુ હોય છે કે વૃષભ રાશિના પુરુષોના બદલે મહિલાઓ સત્યવાદી હોય છે. વૃષભ રાશિના લોકોને ખુલી કિતાબ કહીએ તો ખોટું નથી.

કન્યા (પ,ઠ,ણ)
કન્યા રાશિના લોકો પ્રામાણિક હોય છે પરંતુ યોગ્ય સમય આવે ત્યારે જ તેઓ પોતાના દિલની વાત કહે છે. આ રાશિના લોકો પર્ફેક્શનિસ્ટ હોય છે અને તેઓ ખોટું બોલે ત્યારે તેમને સારું નથી લાગતું. તેમના મિત્રો અને પરિવાર તેમને એટલી સારી રીતે ઓળખે છે કે તેઓ ખોટું બોલે તો તરત પકડાઈ જાય છે. એટલે આ રાશિના લોકો સ્પષ્ટ અને સાચું કહેવાનું જ રાખે છે.

વૃશ્ચિક (ન,ય)
વૃશ્ચિક રાશિના જાતકો ખોટુ બોલવા માટે ઘણા અપરિપક્વ હોય છે. તેમની છઠ્ઠી ઈન્દ્રિય મજબૂત હોય છે. કોઈ સ્થિતિ જ્યારે હદપાર કરે તો જ આ રાશિના લોકો જૂઠનો સહારો લે છે. બીજાના મામલામાં પડવાના બદલે તેઓ પોતાના કામથી કામ રાખે છે. તેમનો આ ગુણ જ તેમને સાચા રાખે છે. ખોટું બોલવાથી તેમને સારું નથી લાગતું અને પ્રામાણિક રહેવાથી તેમને ખુશી મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
World
Ashadeep Newspaper

PM મોદીનો જબરદસ્ત મેગા શો, દુનિયામાં એવી કમાલ કરશે કે રેકોર્ડ જાણી આશ્ચર્યચકિત થઇ જશો

અમેરિકામાં ભારતીય ડાયસ્પોરાની વચ્ચે પીએમ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે આવતા મહિના આયોજીત થનાર

Read More »
News & Info
Ashadeep Newspaper

ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાનીમોટી જાહેરાત, ગુજરાતમાં ગુંડાઓ ફફડી જાય તેવો નવો કાયદો લવાશે, જાણો શું હશે આ કાયદો

ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુરુવારે ગૃહ વિભાગના ૭,૫૦૩ કરોડની બજેટ ઉપરની માગણીઓની ચર્ચામાં જવાબ આપતાં રાજ્યકક્ષાના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું

Read More »