આ કાંઈક નવું લાયા! PM મોદી 1 રૂપિયો મોકલે છે, સવા રૂપિયાના કામો થાય છે- CM રૂપાણી

અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવ ખાતે CM રૂપાણીએ નીરના વધામણા કરી આરતી ઉતારી હતી. આ સાથે વસ્ત્રાપુર તળાવમાં બોટિંગની પણ શરૂઆત કરવામાં આવી છે. સાથે AMCના રૂ.851 કરોડના વિકાસકાર્યોનું CMના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વસ્ત્રાપુર ખાતે નમામિ દેવી નર્મદે કાર્યક્રમ અંતર્ગત સીએમ રૂપાણીએ કહ્યું કે, ભૂતકાળમાં 15 પૈસાના જ કામો થતાં હતા જ્યારે અત્યારે પીએમ મોદી એક રૂપિયો મોકલે તો સવા રૂપિયાના કામ થાય છે.

અમદાવાદના વસ્ત્રાપુર ખાતે સીએમ રૂપાણીએ નમામિ દેવી નર્મદે કાર્યક્રમ હેઠળ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. સીએમ રૂપાણીએ કહ્યું કે, ભૂતકાળમાં 15 પૈસાના જ કામો થતા હતા. રાજીવ ગાંધી કહેતા હતા કે, 1 રૂપિયો મોકલું છું અને 85 પૈસા ખવાઈ જાય છે. આજે નરેન્દ્રભાઈ 1 રૂપિયો મોકલે છે અને સવા રૂપિયાના કામો થાય છે. સરકારી તિજોરી પરથી ભ્રષ્ટાચારના પંજા દૂર થયા છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ સીએમ રૂપાણીએ મંદીના એક સવાલમાં કહ્યું હતું કે, મંદી માત્ર એક હવા છે. જે બાદ ભારે વિવાદ ઉભો થયો હતો. ગુજરાતભરમાં અનેક ઉદ્યોગોમાં મંદીના માહોલ વચ્ચે સીએમ રૂપાણીના આ નિવેદનનું ઉદ્યોગકારોએ પણ વિરોધ કર્યો હતો. તો કોંગ્રેસે પણ મંદી મામલે વિજય રૂપાણી પર આકરાં પ્રહાર કર્યા હતા. ત્યારે રૂપાણીએ પીએમ મોદીની પ્રશંસા કરવામાં થોડી અતિશયોક્તિ કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

World
Ashadeep Newspaper

21 ટકા બ્રિટિશ બાળકોને ખ્યાલ જ નથી કે, ગાય-ભેંસ દૂધ આપે છે

। લંડન । બ્રિટનમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જમીની દુનિયાથી દૂર અને વર્ચ્યુઅલ વર્લ્ડમાં રહેતાં બાળકો વિશે ચોંકાવનારી હકીકતો બહાર

Read More »
Life Style
Ashadeep Newspaper

જ્યારે મન ભારે થઇ જાય અને રડવું આવે તો રડી લેવું જોઇએ, રડવાથી મન હળવું થઇ જાય છે

ભીષ્મ પિતામહ બાણોની શૈય્યા ઉપર હતાં, પાંડવો સામે ભીષ્મ પિતામહ રડવા લાગ્યાં હતાં, તેમનાથી તેમના મનનો ભાર હળવો થઇ ગયો

Read More »