આદિવાસીઓ હિંદુ નથી, ઇતિહાસ જુઓ તો બ્રાહ્મણો પણ હિંદુ નથી : MLA છોટુ વસાવા

આદિવાસીઓ હિંદુ નથી, ઇતિહાસ જુઓ તો બ્રાહ્મણો પણ હિંદુ નથી : MLA છોટુ વસાવા

ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના હિંદુ ધર્મ વિરુદ્ધ એક વિવાદીત નિવેદન આપતા ખળભળાટ મચ્યો છે.તો સામે ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પણ એમને સણસણતો જવાબ આપ્યો છે. આમ હિન્દુત્વના મુદ્દે બે રાજકીય નેતાઓ આમને સામને આવી ગયા છે.

ઝઘડિયા ધારાસભ્ય અને બિટીપી નેતા છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતુ કે ઈકો સેન્સિટીવ ઝોન અને ગામડાના લોકોને રોજગારી એ અમારો મુખ્ય મુદ્દો હશે.સરકાર આદિવાસીઓ અને મુસ્લિમોને માણસ ગણતી જ નથી એટલે જ માનવતાના આધારે BTP-AIMIM નું ગઠબંધન થયું છે. જો સરકાર આદિવાસીઓને હિંદુ ગણતા હોય તો અમને શિડયુલ ૫-૬ આપી દેવા જોઈએ. દેશના આદિવાસીઓ હિંદુ છે એવુ જો ભાજપ માનતું હોય મગજમાંથી કાઢી નાખે, આદિવાસીઓ હિંદુ છે જ નહીં અને જો ઈતિહાસ જુઓ તો બ્રાહ્મણો પણ હિંદુ નથી. હિંદુ ધર્મની સ્થાપના કોણે અને ક્યારે કરી એ અમને બતાવો.

છોટુભાઈ વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે અમારી પાસે મુસ્લિમ, આદિવાસી અને ઓબીસીના મત છે એ મત ભેગા કરી અમે ચૂંટણી લડીશું. ભાજપ મુસ્લિમ, આદિવાસી અને ઓબીસીમાં ભાગલા પડાવી રહ્યું છે.AIMIM ના અસદુદ્દીન ઓવૈશીને ગુજરાતમાં આવતા કોઈ રોકી શકે નહિ, આ નરેન્દ્ર મોદીનો દેશ નથી મોદી તો ૫ વર્ષ દેશના ફ્ક્ત ટ્રસ્ટી છે.

આ મુદ્દે આદિવાસી સમાજના અગ્રણી અને બીજેપીના સિનિયર લીડર  ભાજપ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે આદીવાસીઓ હિંદુ હતા છે અને રહેશે. આદિવાસીઓ આદી અનાદી કાળથી હિંદુ છે. શબરી માતા આદીવાસી હતા એમણે હિંદુ દેવ શ્રી રામની ભક્તિ ઉપાસના કરી હતી.

( Source – Sandesh )