અમેરિકા જવું છે તો, આપવી પડશે સોશિયલ મીડિયાની માહિતી, જાણો શું છે કારણ

અમેરિકા જવા વીઝા માટે અરજી કરતા લોકોએ હવે તેમના સોશિયલ મીડિયાની વિગતો આપવી પડશે. યુ.એસ.ના નવા નિયમો પ્રમાણે વીઝા અરજદારોએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ વિશેની માહિતી સબમિટ કરવી જરૂરી છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટ રેગ્યુલેશન્સ કહે છે કે લોકો પાસે સોશિયલ મીડિયાના નામ હોય છે અને 5 વર્ષ થી ચલણમાં આવેલ ઇમેઇલ સરનામું અને ફોન નંબરની માહિતી આપવી જરૂરી છે.

ગયા વર્ષે જ્યારે આ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી, ત્યારે સત્તાવાળાઓએ અંદાજ લગાવ્યો હતો કે આ દરખાસ્ત દર વર્ષે 14.7 મિલિયન લોકોને અસર કરશે. પસંદ કરેલા રાજદ્વારી અને સત્તાવાર વીઝા અરજદારોને નવા નિયમોમાં છૂટછાટ મળશે. જો કે, લોકો કામ અથવા અભ્યાસ માટે અમેરિકાની મુસાફરી કરે છે તેઓએ તેમની માહિતી આપવી પડશે.

અહેવાલ પ્રમાણે વિભાગ કહે છે કે, “અમે અમેરિકન નાગરિકોની સલામતી માટે અમારી સ્ક્રિનિંગ પ્રક્રિયામાં સુધારો કરવાના રસ્તાઓ શોધવા માટે કામ કરી રહ્યા છીએ. જેથી લોકો અમેરિકામાં મુસાફરી કરવા માટે અસુવિધાજનક ન હોય.”

ઉલ્લેખનિય છે કે અગાઉ માત્ર તે જ વીઝા અરજદારોને તેમનો સોશિયલ મીડિયા ડેટા જણાવવો પડતો હતો, જેણે વિશ્વના એવા ભાગોમાં મુસાફરી કરી હોય, જે આતંકવાદી જૂથોના નિયંત્રણ હેઠળ છે. પરંતુ હવે અરજદારોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના ખાતા વિશે નામો અને માહિતી આપવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Sports
Ashadeep Newspaper

ક્રિકેટ / T-20 એશિયા કપ દુબઈમાં, ભારત અને પાકિસ્તાન બંને રમશે: સૌરવ ગાંગુલી

સ્પોર્ટ્સ ડેસ્ક: BCCI અધ્યક્ષ ગાંગુલીએ કહ્યું કે, T-20 એશિયા કપ સપ્ટેમ્બરમાં દુબઈમાં રમાશે. જેમાં ભારત અને પાકિસ્તાન બંને રમશે. અગાઉ આ

Read More »
News & Info
Ashadeep Newspaper

છુપાયેલા જમાતીનો પતો આપનારને 10000નુ ઈનામ, આ શહેરની પોલીસે કરી જાહેરાત

કાનપુર, તા.20 એપ્રિલ 2020, સોમવાર યુપીમાં કોરોનાના દર્દીઓની વધી રહેલી સંખ્યાની વચ્ચે કાનપુર શહેરમાં પોલીસને શંકા છે કે, હજી પણ

Read More »