અમેરિકા જવાની લ્હાય! રણમાં માતા દીકરી માટે 22 કલાક સુધી પાણી શોધતી રહી અને…

હજુ પણ ભારતીયોમાં અમેરિકા જવાની એટલી જ ઉત્સુકતા છે અને તેના લીધે તેઓ કોઇપણ પ્રકારનું રિસ્ક ઉઠાવા માટે તૈયાર થઇ જતા હોય છે. ત્યારે એક એવી ઘટના એક સામે આવી છે જેના અંગે જાણી ભલભલાને કંપારી છૂટી જાય.

22 કલાક સુધી રણમાં ભટકતી રહી માતા
તસ્કરોએ પાંચ લોકોના એક ગ્રૂપને મંગળવારના રોજ અમેરિકન બોર્ડર પર એક સૂમસાન વિસ્તારમાં ઉતાર્યા હતા. 6 વર્ષની બાળકી ગુરપ્રીત અને તેની માતા આ ગ્રૂપમાં સામેલ હતા. લ્યુકવિલેમાં ઉતર્યા બાદ છોકરી અને તેની માતા થોડાંક જ દૂર ચાલ્યા હતા કે ત્યાં તરસ લાગવા પર મહિલાએ ગુરપ્રીતને બીજી એક મહિલા અને તેના બાળકોની સાથે છોડી પાણીની શોધમાં ચાલવા લાગી હતી.

બોર્ડર પેટ્રોલ એજન્ટસના મતે એક વખત જ્યારે તે પાણીની શોધમાં ગઇ ત્યારબાદ તેણે પાછું ફરી જોયું નહીં. અમેરિકન બોર્ડર પેટ્રોલને મળ્યા પહેલાં ગુરપ્રીતની માતા અને બીજી મહિલા 22 કલાક સુધી સોનોરાનના રણ અને બીહડોમાં ભટકતી રહી. બોર્ડર પેટ્રોલે મહિલાઓને તેમના પગના નિશાનથી શોધી કાઢ્યા. તેના ચાર કલાક બાદ બોર્ડર પેટ્રોલને એક બાળકીની લાશ મળી અને તે હતી ગુરપ્રીત કૌરની. બાળકીની લાશ અમેરિકન બોર્ડરથી થોડાંક જ માઇલો દૂરથી મળી.

જી હા અમેરિકન બોર્ડર પેટ્રોલે શુક્રવારના રોજ કહ્યું કે ભારતની છ વર્ષની એક બાળકી ગુરપ્રીત કૌરનું એરિઝોનાના રણમાં હીટ સ્ટ્રોકના લીધે મોત થયું છે. તેમણે કહ્યું કે બાળકીના માતા તેને અન્ય પ્રવાસી સાથે છોડીને તેના માટે પાણીની શોધમાં ગઇ હતી ત્યારે આ ઘટના બની. મોતને ભેટનાર બાળકી ગુરપ્રીત થોડાંક દિવસમાં જ તેનો સાતમો જન્મદિવસ મનાવાની હતી.

યુએસ બોર્ડર પેટ્રોલ અને પીમા કાઉન્ટી ઓફિસ ઓફ ધ મેડિકલ એક્ઝામિનર (PCOME)ના મતે ગુરપ્રીત તેમને બુધવારના રોજ એરિઝોનાના લ્યુકવિલામાં મળી. તેમનું કહેવું છે કે આ વિસ્તારમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી પણ વધુ છે.

રોયટર્સના મતે આ વર્ષે ગુરૂપ્રીત બીજી પ્રવાસી બાળકી છે જેનું મોત એરિઝોનાના દક્ષિણ રણમાં થયું હોય. આ વાતે એક વખત ફરીથી ભીષણ ગરમીમાં મધ્ય અમેરિકાથી આવનાર પ્રવાસી પરિવારના ખતરાને ઉજાગર કર્યો છે, જે અમેરિકન-મેક્સિકો બોર્ડર પાર કરીને શરણની તપાસમાં હતા.

PCOME ના ચીફ મેડિકલ ઓફિસરના મતે બાળકીનું મોત હાઇપરથર્મિયાથી થયું છે. PCOMEના મતે 30મી મે સુધીમાં દક્ષિણી એરિઝોનામાં 58 પ્રવાસીઓના મોત થયા છે. મોટાભાગના મોત ગરમીના લીધે થયા છે. 2018ની સાલમાં 127 લોકોના મોત નોંધાયા હતા.

ઇમિગ્રેશન અધિકારીઓના મતે બહુ મોટી સંખ્યામાં ભારતીય નાગરિક મેક્સિકોથી અમેરિકામાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ હજારો આફ્રિકન અને એશિયન પ્રવાસીઓની સાથે અમેરિકામાં ગેરકાયદે તસ્કરોની મદદથી ઘૂસવાની કોશિષ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
Info & News
Ashadeep Newspaper

કયો રિપોર્ટ સાચો? : અમદાવાદના ચાંદખેડામાં રહેતા યુવકના 24 કલાકમાં બે રિપોર્ટ, એક પોઝિટિવ આવ્યો તો બીજો નેગેટિવ!

ચાંદખેડાના યુવકે મોટેરા ખાતે કરાવેલો ટેસ્ટ પોઝિટિવ, ન્યૂ સીજી રોડે કરાવેલો ટેસ્ટ નેગેટિવ શહેરમાં અનેક ઓફિસોમાં જ્યાં કર્મચારીઓ પોઝિટિવ આવી

Read More »
News & Info
Ashadeep Newspaper

PoKની ‘ઘર વાપસી’નો ભારતે બનાવ્યો માસ્ટર પ્લાન, પાકિસ્તાન અંદરથી ફફડી ગયું

કોરોના વાયરસના આ સમયમાં ભારત દુનિયાની મદદ કરવામાં લાગી ગયું છે. કોઇને દવા જોઇએ તો તેની મદદ કરી રહ્યું છે.

Read More »