અમેરિકામાં ત્રણ ભારતીયો બેઠા ઉપવાસ પર તો તેમની સાથે કરાઇ આવી જબરદસ્તી

અમેરિકામાં ત્રણ ભારતીયો બેઠા ઉપવાસ પર તો તેમની સાથે કરાઇ આવી જબરદસ્તી

અમેરિકામાં શરણની શોધમાં ગયેલા ત્રણ ભારતીય વ્યક્તિઓને ટેક્સાસની એલ પાસોમાં બનેલી યુએસ ઇમીગ્રેશન એન્ડ કસ્ટમ્સ ઇંફોર્સમેન્ટ કેન્દ્ર (આઇસીઇ)માં રવિવારના રોજ નસો દ્વારા જબરદસ્તી ડ્રિપ્સ (આઇવી ડ્રિપ્સ) ચઢાવામાં આવી. આ ભારતીયોના વકીલે કહ્યું કે આ લોકો 12 દિવસથી ભૂખ હડતાળ પર બેઠા હતા. આ ત્રણેય એ માંગણીની સાથે નવ જુલાઇના રોજ આઇસીઇ કસ્ટડી કેન્દ્રમાં ઉપવાસ પર બેઠા હતાં કે જ્યાં સુધી તેઓ પોતાના નિર્વાસનના સંબંધમાં આદેશ પ્રાપ્ત કરે છે ત્યાં સુધી તેમને છોડવામાં આવે. આ ત્રણેયના વકીલ લિંડા કોરચાડે કહ્યું કે આ લોકો શરણ માંગવા અહીં આવ્યા હતા જેની અરજીને ઠુકરાવી દેવામાં આવી અને આ પોતાની અરજી પર પુનર્વિચારની માંગણી કરી રહ્યા છે.

મીડિયામાં આવેલા સમાચાર પ્રમાણે આ ત્રણેય કેટલાંય મહિનાઓથી કસ્ટડી કેન્દ્રમાં બંધ છે તેમાંથી એકને કસ્ટડીમાં બંધ કરે એક વર્ષથી પણ વધુ સમય થઇ ગયો છે. ન્યાય મંત્રાલયે ગયા સપ્તાહે સંઘીય ન્યાયાધીશોની સમક્ષ અરજી કરીને ત્રણેયની સહમતિ વગર જ તેમને ખાવા પીવાનું કે પાણી ચઢાવાની માંગણી કરી હતી. વકીલો અને અધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે તેઓ એ વાતથી ચિંતિત છે કે આગળના પગલાંની અંતર્ગત તેમને જબરદસ્તી ખાવાનું ખવડાવશે.

કોરચાડો એ કહ્યું કે મારા મુવક્કિલોને લાંબા સમયથી કસ્ટડીમાં રખાતા અને તેમની અરજીઓના પ્રત્યે ઇમીગ્રેશન કોર્ટના પક્ષપાતી અને ભેદભાવપૂર્ણ વલણની વિરૂદ્ધ ઉપવાસનો નિર્ણય લીધો. તેમણે કહ્યું કે એક વર્ષથી વધુ સમય કસ્ટડીમાં વિતાવ્યા બાદ અને આગળ પણ તેને ખત્મ કરવાની કોઇ આશા નહીં દેખાતા તેના પર એ લોકોની પાસે પોતાની વ્યથા અને અનુચિત ઇમીગ્રેશન કાર્યવાહીઓની તરફ ધ્યાન અપાવાનો બીજો કોઇ રસ્તો બચી શકયો નહોતો. આ વર્ષમાં બીજી વખત એવું બન્યું કે ભારતીયોએ એલ પાસો કસ્ટડી કેન્દ્રમાં ભૂખ હડતાળ કરી હોય.