અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઉંઘ હરામ, થઈ શકે કારમી વિદાય

અમેરિકામાં આગામી વર્ષે નવેમ્બરમાં પ્રમુખીય ચૂંટણી આવી રહી છે. ગુરુવારે એક સર્વેક્ષમના તારણમાં કહેવામાં આવ્યું છે કે 2૦2૦માં યોજાનારી ચૂંટણીમાં અમેરિકાના 52 ટકા મતદારો વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન ના આપવાની યોજના ઘડી રહ્યા છે. બીજી તરફ ટ્રમ્પ રિપબ્લિકન છાવણીનું મોટાપાયે સમર્થન મેળવીને ફરી એકવાર પ્રમુખ બનવાની યોજના ઘડી રહ્યા છે.

રાસમુસેન નામના સંગઠને સર્વેક્ષણમાં જણાવ્યું હતું કે સંગઠને પોતાના અહેવાલમાં ટેલિફોનિક અને ઓનલાઇન સર્વેક્ષણને સામેલ કર્યા છે. સર્વેક્ષણ દરમિયાન 42 ટકા અમેરિકન્સે જણાવ્યું હતું કે તેઓ ટ્રમ્પની તરફેણમાં મતદાન કરશે તો 52 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ ટ્રમ્પના વિરોધમાં મતદાન કરી શકે છે. 6 ટકા લોકોએ આ મુદ્દે હજી કોઇ નિર્ણય નથી લીધો.

Mkર્વેક્ષણ મુજબ 75 ટકા રિપબ્લિકન્સ હજી પણ ટ્રમ્પને મત આપી શકે છે. જોકે પક્ષના 21 ટકા નેતાએ ટ્રમ્પની વિરુદ્ધમાં મત આપવાની વાત કરી છે. વર્ષ 2૦16ની અમેરિકી પ્રમુખની ચૂંટણીમાં ટ્રમ્પને 279 અને હિલેરીને 228 મત મળ્યા હતા.પેનસિલ્વિનિયા, આયોહા, ઇડાહ, ઉત્તર કેરોલિન, ફ્લોરિડા, જ્યોર્જિયા, મિસૌરી, મોન્ટાના સહિતના રાજ્યોમાં ટ્રમ્પ જીત્યા હતા તો હરીફ ડેમોક્રેટ ઉમેદવાર હિલેરીએ કેલિફોર્નિયા, હવાઇ, કોલોરાડો, વર્જિનિયા, મેરીલેન્ડ સહિતનાં રાજ્યોમાં વિજય મેળવ્યો હતો.

૩7 ટકા કોઇક બીજા ઉમેદવારને મત આપશે

પદ પર બેઠેલા લોકો વિરુદ્ધ મત આપવાની વાત કરનારા લોકોપૈકી 58 ટકાનું કહેવું છે કે તેમનો મત કોઇ અન્ય ઉમેદવારની વિરુદ્ધ પડવાને બદલે ટ્રમ્પ વિરુદ્ધ પડવાની સંભાવના વધુ છે. ૩7 ટકાએ જણાવ્યું હતું કે તેઓ કોઇ અન્ય ઉમેદવારને મત આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Info & News
Ashadeep Newspaper

બીગ બીએ કર્યો ખુલાસો, કહ્યું – આ માણસે હું કોરોનાથી મરી જાઉં એવી પ્રાર્થના કરી…

અમિતાભ બચ્ચનને 11 જૂલાઈએ કોરોના પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ તે નાણાવટી હોસ્પિટલમાં દાખલ થયા છે. હાલમાં તેની તબિયત સારી હોવાના

Read More »
Sports
Ashadeep Newspaper

આઇ એમ ‘VIRAT’

। પૂણે । સાઉથ આફ્રિકા સામેની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે શુક્રવારે સુકાની વિરાટ કોહલીએ પોતાના જ દેશના બે દિગ્ગજ

Read More »