અમીરીનું માપ : શું તમે પણ દેશના 1% અમીરોમાં સામેલ છો?

  • કન્સલ્ટન્સી ફર્મ નાઈટ ફ્રેન્કે વિવિધ દેશના સૌથી અમીર લોકોનું કટઑફ જાહેર કર્યું
  • જો તમારી નેટવેલ્થ 44 લાખ રૂપિયા છે તો તમે પણ દેશના 1% અમીરોમાં સામેલ છો

આપણે ઘણીવાર દેશ અને દુનિયાના સૌથી ધનવાન લોકોની યાદી જોઈએ છીએ, પરંતુ શું તમને તમારી આર્થિક હેસિયતનો અંદાજ છે? શું તમે જાણો છે કે, જો તમારી પાસે રૂ. 44 લાખની નેટ વેલ્થ (કુલ એસેટ માઈનસ લાયેબિલિટી) છે, તો તમે દેશના 1% ધનવાનોમાં સામેલ છો.

આંતરરાષ્ટ્રીય પ્રોપર્ટી કન્સલ્ટન્સી ફર્મ નાઈટ ફ્રેન્કે તેના ‘ધ વેલ્થ રિપોર્ટ 2021’માં દુનિયાભરના દેશોના ધનવાનોનું કટઑફ જારી કર્યું છે. આ રિપોર્ટ પ્રમાણે ઈન્ડોનેશિયા અને ફિલિપાઈન્સમાં પણ 1% સૌથી અમીર ક્લબમાં સામેલ થવા માટે ભારતની જેમ જ રૂ. 44 લાખની સંપત્તિનો માપદંડ રખાયો છે, પરંતુ ભારતમાં અલ્ટ્રા હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ એટલે કે સૌથી અમીરોની સંખ્યા ઈન્ડોનેશિયાથી દસ ગણી અને ફિલિપાઈન્સથી 14 ગણી વધુ છે.

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના અનુમાન પ્રમાણે, ભારતમાં 1% સૌથી અમીર ક્લબમાં સામેલ થવાની મર્યાદા આગામી પાંચ વર્ષમાં બમણી થઈ જશે.

5 વર્ષમાં 63%થી વધુ વધી જશે ભારતમાં અતિ ધનવાન લોકોની સંખ્યા
આ રિપોર્ટ પ્રમાણે, દુનિયામાં હાલ 190,085 અતિ ધનવાન એટલે કે અલ્ટ્રા હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ છે. તેમાં ભારતના 6,884 અતિ ધનવાન લોકો પણ સામેલ છે. દુનિયાભરના અતિ ધનવાનોની સંખ્યા 2020-25 વચ્ચે 27% વધીને 663,483 થઈ શકે છે. બીજી તરફ, ભારતમાં અતિ ધનવાનોની સંખ્યા આગામી પાંચ વર્ષમાં 63% વધીને 2025માં 11,198 થવાનું અનુમાન છે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
World
Ashadeep Newspaper

યુએસમાં ભારતીય મતદારો ટ્રમ્પને કે બાઈડેનને મત આપશે ?

અમેરિકાનાં પ્રેસિડેન્ટની ચૂંટણી ૩ નવેમ્બરે યોજાવાની છે. આપણા દેશમાં અત્યારે બિહાર વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે અને જે રીતે ચૂંટણીપ્રચારમાં

Read More »
Info & News
Ashadeep Newspaper

ધંધાદારી ગરબા આયોજકોએ કોરોનામાં મંજૂરી આપવા કમલમ્ ઉપર દબાણ કર્યું

। ગાંધીનગર । પ્રાઈવેટ પ્લોટમાં ધંધાદારી ગરબા આયોજકોને કોરોના મહામારી વચ્ચે માનવજાત કરતા વકરાની વધુ પડી હોય તેમ હવે તેમણે

Read More »