સાઉથ આફ્રિકામાં બે ગુજ્જુ યુવાનો પર અશ્વેતોએ લૂંટના ઈરાદે કર્યો હુમલો, એકને પગે ગોળી વાગી

સાઉથ આફ્રિકામાં બે ગુજ્જુ યુવાનો પર અશ્વેતોએ લૂંટના ઈરાદે કર્યો હુમલો, એકને પગે ગોળી વાગી

દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં ભરૂચના પરિએજ ગામના બે સગાં ભાઈઓ પર લૂંટના ઈરાદે આવેલાં નિગ્રોએ હુમલો કર્યો હતો. એક ભાઈ પર લૂંટારૂઓએ હુમલો કરતાં અવાજ સાંભળી બીજો ભાઈ બહાર આવ્યો હતો. જેને લૂંટારાઓએ પગમાં ગોળી મારી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના પરિએજ ગામના તૌસીફ યુનુસ હવેલીવાળા તેમજ હારૂન યુનુસ હવેલીવાળા છેલ્લા ચાર વર્ષછી જોહાનિસબર્ગમાં સ્થાયી થયા છે. તૌસિફ ઘરની બહાર બેછો હતો ત્યારે અચાનક નિગ્રો લૂંટારાઓએ આવી તેઓ સાથે ઝપાઝપી કરતાં તૌસિફનો ભાઈ હારૂન અવાજ સાંભળી બહાર આવતાં હારૂન પર ફાયરિંગ કરતાં તેને પગમાં ગોળી વાગી હતી. જ્યારે તૌસિફને ગનનો કુદો માર્યો હતો. લૂંટારાએ મોબાઈલ ફોન તથા પર્સ આંચકીને પલાયન થઈ ગયા હતા. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકા ખાતે રોજી રોટી માટે સ્થાયી થયેલાં ખાસ કરી ભરૂચ જિલ્લાના યુવાનો પર છાશવારે હુમલાઓની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે. જોહાનિસબર્ગ ખાતે બનેલી ઘટનાથી રોજી રળવા ગયેલાં યુવાનોના પરિવારજનો ઘેરી ચિંતામાં મૂકાયા છે.