બ્રિટનની નવી ઇમિગ્રેશન નીતિમાં અંગ્રેજી ભાષાને વધુ મહત્ત્વ આપવાની માગ

બ્રિટનની નવી ઇમિગ્રેશન નીતિમાં અંગ્રેજી ભાષાને વધુ મહત્ત્વ આપવાની માગ

બ્રિટન ઇયુમાંથી અલગ થયા પછી નવી ઇમિગ્રેશન નીતિ અમલમાં મૂકશે

બ્રિટનના ગૃહ પ્રધાન પ્રિતી પટેલે એમએસી સંમક્ષ ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન નીતિ જેવી જ નીતિ ઘડવાની માગ કરી

(પીટીઆઇ) લંડન, તા. ૫

 બ્રિટનના ગૃહ પ્રાૃધાન પ્રીતિ પટેલ બ્રિટનની નવી ઇમિગ્રેશન નીતિને અંતિમ સ્વરૃપ આપી રહ્યાં છે. આ નવી નીતિમાં અંગ્રેજી ભાષા પરના પ્રભુત્ત્વને વધુ મહત્ત્વ આપવામાં આવશે. 

બ્રિટનમાં બોરિસ જોહ્નસનના નેતૃત્ત્વવાળી સરકારમાં ભારતીય મૂળના સૌાૃથી વરિષ્ઠ નેતા બુાૃધવારે જણાવ્યું હતું કે તે બ્રિટનમાં પણ ઓસ્ટ્રેલિયાની જેમ પોઇન્ટ આાૃધારિત ઇમિગ્રેશન સિસ્ટમ અમલમાં મૂકવા માગે છે. 

તેમણે આ સંદર્ભમાં બ્રિટનની પ્રભાવશાળી માઇગ્રેશન એડવાઇઝરી કમિટી(એમએસી)ને પણ પત્ર લખ્યો છે. પટેલે આ પત્રમાં જણાવ્યું છે કે વિઝા અઆપતી વખતે અંગ્રેજી ભાષા પર પ્રભુત્ત્વ ઉપરાંત શૈક્ષણિક લાયકાત અને અનુભવ પણ ધ્યાનમાં લેવો જોઇએ. 

પટેલે આ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે બ્રિટિશ પ્રજા એક વસ્તુમાં સ્પષ્ટ છે કે તેમને એવી ઇમિગ્રેશન સિસ્ટમ જોઇએ છે કે જે આપણી સરહદોનું રક્ષણ કરે અને સાાૃથોસાાૃથ મહેનતુ અને તેજસ્વી વ્યકિતઓને બ્રિટનમાં ખેંચી લાવે. બ્રિટનની સરકાર દેશની પ્રજાની આ ઇચ્છાને પૂર્ણ કરવાના પ્રયત્નો કરી રહી છે. 

પટેલે માઇગ્રેશન એડવાઇઝરી કમિટીને ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન સિસ્ટમની સમીક્ષા કરવાની માગ કરી છે. પટેલે એમએસીને ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન સિસ્ટમ જેવી જ સિસ્ટમ બ્રિટનમાં પણ શક્ય છે કે નહીં તે અંગે વિચારણા કરવાની પણ અપીલ કરી છે. 

આ અગાઉ યુકેના ચાન્સેલર જાવીદે પણ બ્રિટનની સ્કીલ આાૃધારિત ઇમિગ્રેશન સિસ્ટમ અંગેનો શ્વેત પત્ર બહાર પાડયો હતો. તેમણે નવી ઇમિગ્રેશન નીતિ ઘડવા માઇગ્રેશન એડવાઇઝરી કમિટીની રચના કરી હતી.