ફેસબુક દ્વારા કરો ડોલરની કમાણી, બસ કરો આ રીતે કામ

ફેસબુક દ્વારા કરો ડોલરની કમાણી, બસ કરો આ રીતે કામ

સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ફેસબુક એક નવી સંશોધન એપ્લિકેશન ‘સ્ટડી’ લઇને આવ્યું છે. ફેસબુકે તાજેતરમાં આ જાહેરાત કરી છે. આ એપ્લિકેશન વપરાશકર્તાના ફોનને ટ્રેક કરશે જેથી તે જાણી શકે કે વપરાશકર્તા કઇ એપ્લિકેશન પર કેટલો સમય પસાર કરે છે. જે વપરાશકર્તાઓને તેમના ફોનને ટ્રૅક કરવાની મંજૂરી આપશે તેમને ફેસબુક રૂપિયા ચુકવશે. જો કે, કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ એપ્લિકેશનને ફક્ત 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના જ લોકો ડાઉનલોડ કરી શકે છે.

ઇન્સ્ટોલ કરેલ એપ્લિકેશનની વિગતો મેળવશે:
પ્રોગ્રામને જોઇન કર્યા બાદ સ્ટડી ફેસબુક નામની આ એપ્લિકેશન વપરાશકર્તાઓના ફોનમાં ઇન્સ્ટોલ એપ્લિકેશન, યુઝ થનારા ફીચર્સ, કેટલીક ચોક્કસ એપ્લિકેશન પર વિતાવામાં આવેલ સમય, ડિવાઇસ અને નેટવર્ક વિશેની જાણકારી ભેગી કરશે. ફેસબુક દાવો કરે છે કે તેને આ પ્રકારની એપ્લિકેશનથી બજાર સંશોધનમાં વપરાશકર્તાઓની પસંદ ખબર પડે છે. અને કંપની ફક્ત તે જ વસ્તુઓ વપરાશકર્તાઓને પહોંચાડવા માંગે છે.

વપરાશકર્તાઓને મળશે રૂપિયા:
આ પ્રોગ્રામમાં જોડાવા બદલ ફેસબુક તરફથી વપરાશકર્તાઓને કેટલા પૈસા આપવામાં આવશે તેના વિશે કંપની પાસેથી કોઈ માહિતી આપવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે ગઇ વખતે આ પ્રકારના પ્રોગ્રામ હેઠળ ફેસબુકએ મહિનામાં 20 ડોલર ચૂકવ્યા હતા.

આ દેશોમાં શરૂ થશે:
આ ફેસબુક એપ્લિકેશન પ્રારંભિક તબક્કામાં યુ.એસ. અને ભારતમાં ઉપલબ્ધ થશે. ફેસબુકએ કહ્યું કે તે એપ્લિકેશનને પ્રમોટ કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરશે. જાહેરાત જોયા પછી, આ પ્રોગ્રામમાં જોડાવા માંગતા બધા વપરાશકર્તાઓએ સાઇન અપ કરવું પડશે. વપરાશકર્તાઓની ગુણવત્તા ચકાસ્યા પછી, ફેસબુક આ એપ્લિકેશનને ડાઉનલોડ કરવા માટે આમંત્રિત કરશે.