જો પોલીસ ખોટો મેમો ફટકારે તો આટલું કરવાથી નહીં ભરવો પડે દંડ

જો પોલીસ ખોટો મેમો ફટકારે તો આટલું કરવાથી નહીં ભરવો પડે દંડ

નવો મોટર વ્હિકલ એક્ટ સપ્ટેમ્બરથી લાગૂ થઇ ગયો છે. આના અંતર્ગત નિયમોનાં ઉલ્લંઘન પર દંડની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. નવા મોટર વ્હિકલ એક્ટનાં લાગુ થયા બાદથી ટ્રાફિક પોલીસ સંપૂર્ણ રીતે એલર્ટ છે અને સતત ભારેભરખમ મેમો આપવામાં આવી રહ્યો છે. ઘણા લોકોની ફરિયાદ છે કે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન ના કરવા પર પણ પોલીસ મેમો આપી રહી છે. જો કોઈ એક નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે છે, તો તેના પર ઘણા નિયમોનાં ઉલ્લંઘનનો મુદ્દો બનાવીને વધુ મેમો આપવામાં આવી રહ્યો છે.

જો તમે પણ ટ્રાફિક નિયમોનું સંપૂર્ણ પાલન કર્યું છે અને તમારા વાહનનો મેમો આપવામાં આવ્યો છે તો તમારે ગભરાવાની કોઈ જરૂર નથી. સુપ્રીમ કૉર્ટનાં એડવૉકેટ ઉપેન્દ્ર મિશ્રાનું કહેવું છે કે અત્યારે મેમો ટૂ કૉર્ટ કરવામાં આવી રહ્યો છે. ઑન ધ સ્પૉટ મેમો નથી કરવામાં આવી રહ્યો. તેનો મતલબ એ થયો કે જો ટ્રાફિક પોલીસ તમારા વાહનનો મેમો કાપે છે, તો તમારે એ વિસ્તારની કૉર્ટમાં જઇને ચલણ ભરવાનું હોય છે, જ્યાં ટ્રાફિક નિયમોનાં ઉલ્લંઘનનો મેમો આપવામાં આવ્યો હોય. ટ્રાફિક પોલીસ ઑન ધ સ્પોટ મેમો ભરવા માટે મજબૂર ના કરી શકે.

એડવૉકેટ માર્કંડેય પંતે જણાવ્યું કે, “જ્યારે તમે મેમો ભરવા કૉર્ટમાં જાઓ છો તો તમારી પાસે બે વિકલ્પ હોય છે. પહેલો વિકલ્પ એ હોય છે કે તમે કૉર્ટમાં જાઓ અને ગુનો કબૂલ કરતા દંડ ભરી દો. આ ઉપરાંત બીજો વિકલ્પ એ હોય છે કે તમે ગુનો કબૂલ કરવાનો ઇનકાર કરી શકો છો. ત્યારબાદ કૉર્ટનું આ મામલે સમરી ટ્રાયલ હોય છે. જો તમારો મેમો ખોટી રીતે કાપવામાં આવ્યો છે, તો કૉર્ટથી તમને રાહત મળશે. જો કે દોષી ઠેરવાયા તો તમારે દંડ ભરવો પડશે.”