જીવન જીવવા બેંગલોર શ્રેષ્ઠ : ઇઝ ઓફ લિવિંગમાં અમદાવાદ ત્રીજા સ્થાને

જીવન જીવવા બેંગલોર શ્રેષ્ઠ : ઇઝ ઓફ લિવિંગમાં અમદાવાદ ત્રીજા સ્થાને

મેટ્રો સિટીમાં બેંગ્લોર સૌથી શ્રેષ્ઠ અને ઓછી વસ્તી ધરાવતાં શહેરમાં શિમલા નંબર 1 પર

કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા 10 લાખ અને તેથી વધુ વસ્તી ધરાવતા શહેરોના રેન્કિંગમાં વડોદરાએ દેશમાં ઇઝ ઓફ લિવિંગ સૂચકાંકમાં 8મો રેન્ક અને મ્યુનિસિપલ કામગીરી સૂચકાંકમાં દેશભરમાં 10મો રેન્ક મેળવ્યો છે. 2018માં સપ્ટેમ્બર મહિનામાં જાહેર થયેલા ઇઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સમાં વડોદરા દેશભરમાં છેક 36માં ક્રમે હતું. આ 30 મહિનામાં વડોદરાએ 28 ક્રમની ઐતિહાસિક છલાંગ લગાવીને 8માં ક્રમે પહોંચ્યું છે. ઇઝ ઓફ લિવિંગમાં 59.24 પોઇન્ટ અને મ્યુનિસિપલ પર્ફોર્મન્સમાં 52.58 પોઇન્ટ મળ્યાં છે. ગુજરાતના અન્ય શહેરોમાં અમદાવાદ ત્રીજા ક્રમે અને સુરત પાંચમા ક્રમે અને રાજકોટ 20માં ક્રમ પર છે.

ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ એટલે કે રહેવાલાયક શહેરની આ અપ્રતિમ પ્રગતિ માટેનું સૌથી મોટુ કારણ નાગરિકોએ વડોદરા માટે જે હકારાત્મક પ્રતિભાવ આપ્યા તે છે. આ કેટેગરીમાં ક્વોલિટી ઓફ લાઇફ (જીવનની ગુણવત્તા માટે)79.50 પોઇન્ટ વડોદરાને મળ્યા છે. આ ઉપરાંત જીવનની ગુણવત્તામાં દેશમાં વડોદરા 5માં ક્રમે છે. આ વિશે સ્માર્ટ સિટી નોડલ ઓફિસર વિમલ બેટાઇએ જણાવ્યું કે, ‘ ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સમાં લગભગ 200 મુદ્દાઓની અને મ્યુનિસિપલ કામગીરીમાં 150 સવાલો પૂછ્યા હતા. આ માહિતી વ્યવસ્થિત, માગેલા પૂરાવાઓ-ફોટોગ્રાફ્સ સાથે સમયસર મોકલવામાં આવી હતી.’ ઉલ્લેખનીય છે કે, ગત રેન્કિગમાં પૂરતો સમય ન મળતા પૂરતી તૈયારીઓ થઇ શકી ન હતી, કેટલાક ડોક્યુમેન્ટ્સ અન્ય વિભાગો પોલીસ, વેપાર-ઉદ્યોગ સાથે સંકલન સાધી ન શકવાની લીધે ઉપલબ્ધ થયા જ ન હતા અને પાલિકાનું તંત્ર ઉઘતું ઝડપાઇ ગયું હતું.

ગયા રેન્કિંગમાં આર્થિક સંતુલિતતા 42મા નંબરે હતી, હવે 15મા ક્રમે
2018 સપ્ટેમ્બર મહિનામાં જાહેર થયેલા ઇઝ ઓફ લિવિંગ રેન્કિંગમાં ઇકોનોમિક સબ ઇન્ડેક્સમાં વડોદરાનું દેશમાં સ્થાન 42માં ક્રમે હતું, જે હવે 15માં ક્રમે છે.ફિઝિકલ સબઇન્ડેક્સ ગયા રેન્કિગમાં વડોદરા દેશમાં 35મા ક્રમે અને સોશિયલ સબ ઇન્ડેક્સમાં 54માં ક્રમે હતું. જોકે આ વર્ષે જે ક્રાઇટેરિયા પર રેન્કિંગ અપાયા છે તેમાં ફેરફારો કરવામાં આવ્યાં છે. આ મહિનાઓ દરમિયાન શહેરમાં પાલિકા દ્વારા ઓનલાઇન ફેસેલિટી અને સ્માર્ટ લાઇટિંગની વ્યવસ્થા તથા શિક્ષણ ક્ષેત્રે અને આરોગ્ય ક્ષેત્રે હકારાત્મક સુધારા કરતા રેન્કિંગ સુધર્યું છે.

ઈઝ ઓફ લિવિંગ એટલે કે રહેવા લાયક દેશના સૌથી શ્રેષ્ઠ શહેરોની યાદી જાહેર કરાઈ છે. ગુજરાતના ત્રણ શહેરો સામેલ થયા છે. ભારત સરકારે જારી કરેલા લિસ્ટમાં ટોપ ટેનમાં દેશના મેટ્રો સિટીમાં બેંગ્લોર સૌથી શ્રેષ્ઠ અને ઓછી વસ્તી ધરાવતાં શહેરમાં શિમલા નંબર 1 પર છે. જ્યારે અમદાવાદ ટોપ ટેનમાં ત્રીજા નંબરે છે. સુરત પાંચમા, વડોદરા આઠમા નંબરે છે. આ સિવાય પૂણે બીજા નંબરે, ચેન્નઈ ચોથા, નવી મુંબઈ છઠ્ઠા, કોઈમ્બતૂર સાતમા ઈન્દોર નવમા અને ગ્રેટર મુંબઈ દસમા સ્થાને છે. ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોમન્સ ઈન્ડેક્સ 2020માં જાહેર કરાયેલી યાદીમાં સમાવિષ્ઠ છે

પ્રજા, પાલિકા, પોલીસ MGVCLને પણ શ્રેય
સ્માર્ટ સિટીને લગતી કામગીરી અધિકારીઓથી માંડીને સફાઇકામદારોએ કરી છે. લોકોએ પોઝિટિવ ફીડબેક આપ્યા. પ્રજા, પાલિકા,પોલીસ અને MGVCLનો શહેરને રહેવાલાયક બનાવવામાં મોટો ફાળો છે. > સુધીર પટેલ, સીઇઓ, વડોદરા સ્માર્ટ સિટી

ટોપ મ્યુનિસિપાલ્ટીઝમાં પણ ગુજરાતના 3 શહેરો
જ્યારે દેશની ટોપ મ્યુનિસિપાલ્ટીઝમાં ગુજરાતના ત્રણ શહેરો સામેલ થયા છે. ભારત સરકારે જારી કરેલા લિસ્ટમાં ટોપ ટેનમાં સુરત બીજા, અમદાવાદ છઠ્ઠા અને વડોદરા 10મા સ્થાને છે. દેશમાં ટોપ પર ઈન્દોર છે. જ્યારે ત્રીજા સ્થાને ભોપાલ, ચોથા સ્થાને પીંપરી ચીંચવાડ, પાંચમા સ્થાને પૂણે, સાતવા સ્થાને રાયપુર, આઠવા સ્થાને ગ્રેટર મુંબઈ અને નવા સ્થાને વિશાખાપટ્ટનમ છે.

ઈઝ ઓફ લિવિંગના કેસમાં દેશના મહાનગરોમાં બેંગલુરુ સૌથી સારુ અને ઓછી વસ્તીવાળા શહેરમાં શિમલા નં-1 છે. આ પ્રમાણે દિલ્હીનો ક્રમ 13 પર છે. ટોપ-20 શહેરોમાં મધ્ય પ્રદેશનું ઈન્દોર, ભોપાલ, છત્તીસગઢનું રાયપુર, ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ, મહારાષ્ટ્રનું પુણે, નવી મુંબઈ અને ગ્રેટર મુંબઈ સહિત 7 શહેરો સામેલ છે. આ વાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા ઈધ ઓફ લિવિંગ ઈન્ડેક્સ અને મ્યુનિસિપલ પર્ફોમન્સ ઈન્ડેક્સ 2020માં સામે આવી છે.

ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સમાં 111 શહેરોનો સર્વે સામેલ છે. તેમાં 49 શહેર 10 લાખથી વધારે વસતીવાળા (મિલિયન પ્લસ) છે. જ્યારે 62 શહેર 10 લાખથી ઓછી વસતી વાળા છે.

મ્યુનિસિપલ પરફોર્મન્સ ઈન્ડેક્સના આધાર પર ઈન્દોર દેશમાં નંબર-1 શહેર છે. આ ઈન્ડેક્સને 114 નગર નિગમના 20 સેક્ટર અને 100 ઈન્ડિક્ટરના આધાર પર બનાવવામાં આવ્યું છે. તેમાં મિલિયન પ્લસ શહેરોમાં ઈન્દોર, સુરત અને ભોપાલ ટોપ-3માં રહેલા છે. જ્યારે ઓછી વસ્તી કે શહેરી નિગમમાં નવી દિલ્હી, તિરુપતિ અને ગાંધીનગર ટોપ-3 શહેર છે.

આર્થિક ક્ષેત્રે દિલ્હી સૌથી ઉપર
શહેરની આર્થિક ક્ષમતાના આધાર પર બેંગલુરુ, દિલ્હી, પુણે, અમદાવાદ અને થાણે દેશના ટોપ-5 શહેર છે. આર્થિક સ્તર પ્રમાણે દિલ્હી નંબર-1 છે. ત્યારપછી બેંગલુરુ, હૈદરાબાદ અને ચેન્નાઈનો નંબર આવે છે. સસ્ટેનિબિલિટીમાં પુણે, વિશાખાપટ્ટનમ, પિંપરી ચિંચવાડ, અમદાવાદ અને ગ્વાલિયર ટોપ શહેરો માં છે. પર્યાવરણ પ્રમાણે ટોપ-10 શહેરોમાં એકલા તમિલનાડુના 6 શહેર સામેલ છે.

સિટિઝન્સ પરસેપ્શનના મામલે ભુવનેશ્વર દેશનું સૌથી સારુ શહેર છે. ત્યારપછી સિલવાસા, દેવનગેરે, કાકીનાડા, બિલાસપુર અને ભાદલપુરનો નંબર આવે છે. સિટિઝન્સ પરસેપ્શન સર્વેમાં 111 શહેરોના 32.5 લાખ લોકોનો ફિડબેક લેવામાં આવ્યો છે.

શહેર રહેવાલાયક કેમ?
ઇઝ ઓફ લિવિંગ : 59.24

માનાંકપોઇન્ટરેન્ક
જીવનની ગુણવત્તા (35%)58.15
સિટીઝન પરસેપ્શન (30%)79.512
આર્થિક સંતુલિતતા( 15%)24.0615
સસ્ટેઇનિબિલિટી (20%)57.2220

આ કેટેગરીમાં શિક્ષણ, આરોગ્ય, આવાસ અને આશ્રય, વાહનવ્યવહારની સગવડ, સલામતી અને સુરક્ષા, મનોરંજન, આર્થિક વિકાસનું સ્તર, આર્થિક તકો, ઇમારતો, ઊર્જાનો વપરાશ અને ઉત્પાદન, પર્યાવરણને લગતા મુદ્દાઓનો સમાવેશ થતો હતો.

પ્લાનિંગમાં પાલિકા પરફેક્ટ
મ્યુનિસિપલ પરર્ફોર્મન્સ : 52.68

માનાંકપોઇન્ટરેન્ક
પ્લાિનંગ63.447
ફાઈનાન્સ61.879
સેવાઓ60.9214
ટેક્નોલોજી23.6636

આ કેટેગરીમાં પાલિકા દ્વારા અપાતી શિક્ષણ, આરોગ્ય, પાણી, નકામા પાણીનો નિકાલ, સફાઇ, પરવાનગીઓ, માળખાગત સુવિધાઓ, મહેસૂલની વ્યવસ્થા, ખર્ચનું વ્યવસ્થાપન, ડિજિટલ વહીવટ અને ડિજિટલ સાક્ષરતા જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવ્યાં છે.

( Source – Divyabhaskar )