ચાઇનીઝ ખાનારાઓ થઇ જજો સાવધાન, 3 વર્ષના બાળકની સ્થિતિ જાણી રૂંવાડા થઇ જશે અદ્ધર

ચાઇનીઝ ખાનારાઓ થઇ જજો સાવધાન, 3 વર્ષના બાળકની સ્થિતિ જાણી રૂંવાડા થઇ જશે અદ્ધર

ચાઇનીઝ ખાનારાઓ માટે આ સમાચાર ખાસ વાંચવા જેવા. જી હા હરિયાણાના યમનુનાગરમાં 3 વર્ષના બાળકના ફેફસાં ચાઉમીન ખાવાથી ફાટી ગયા. ચાઉમીનમાં નંખાતી ચટણી ખાવાથી બાળક અચાનક જ બીમાર પડાતા હોસ્પિટલ લઇ જવાયો હતો અને ત્યાં જઇ હકીકત જાણી પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું.

મળતી માહિતી પ્રમાણે ચાઉમીનની ચટણીમાં એસેટિક એસિડ હતો, તેના લીધે બાળકનું શરીર દાઝી ગયું હતું અને ફેફસાં ખરાબ થઇ ગયા. બાળકને જ્યારે દવાખાન લઇ જવાયો ત્યારે તેનું શરીર કાળુ પડી ચૂકયું હતું. તે સમયે તેનું બ્લડ પ્રેશર પણ લગભગ શૂન્ય હતું. ડૉકટરે કહ્યું કે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. એક્સ-રે કરાવા પર બાળકના બંને ફેફસાં ફાટી ગયેલા દેખાયા હતા.

બાળકના પિતાનું કહેવું છે કે તેણે ચાઉમીનમાં નંખાતી ચટણી વધુ ખાઇ લીધી હતી. બાળકના પિતા મંજૂરના હાથ પર પણ સૉસ પડતા હાથ દાઝી ગયો હતો.

આ અંગે ડૉકટર્સનું કહેવું છે કે આ પ્રકારનો કિસ્સો પહેલી વખત સામે આવ્યો છે. ડૉકટર્સના મતે એસેટિક એસિડના લીધે તેના ઑર્ગન અંદરથી બળી ચૂકયા હતા. ડૉકટરે ઓપરેશન કર્યું ત્યારે સારવાર દરમ્યાન ત્રણ વખત તેના હાર્ટ એ કામ કરવાનું બંધ કરી દીધું હતું. 16 દિવસ સુધી વેન્ટીલેટર પર રાખ્યા બાદ હવે ધીમે-ધીમે તેની સ્થિતિમાં સુધારો થયો છે. બહુ મુશ્કેલથી બાળકનો જીવ બચાવી શકયા છે.

બાળકના પિતાએ જણાવ્યું કે તેમના બે બાળકો છે. નાનો દીકરો ઉસ્માન ચાઉમીન ખાવા માટે જીદ કરી રહ્યો હતો. તેને ઘરની નજીક આવેલી લારી પર બાળકને લઇને ગયો. ચાઉમીન ખાતા સમયે લારીમાં રાખેલા સોસને ચાઉમીનમાં નાંખ્યો. બાદમાં આ સૉસ પીવા લાગ્યો. ત્યારબાદ થોડીક વારમાં તો ઉસ્માનની તબિયત બગડી અને શરીર પણ કાળું પડવા લાગ્યું.

‘ચાટ વાળા પણ કરે છે એસિડનો ઉપયોગ’
આ અંગે ચાઇલ્ડ સ્પેશ્યાલિસ્ટ ડૉકટર નિખિલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમારી પાસે જ્યારે બાળક આવ્યું તો તેનું બ્લડ પ્રેશર ડાઉન હતું અને નસ પણ પકડાતી નહોતી. વધુ હવા ભરાતા ફેંફસાં ફાટી ગયા હતા. નિષ્ણાતોના મતે સ્વાદ વધારવા માટે સૉસમાં એસિટિક એસિડ મિશ્રિત કરાય છે. આવા સૉસ શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે. પાણીપુરી વેચનારા પણ આ એસિડનો ઉપયોગ પાણી ટેસ્ટી બનાવા માટે કરે છે.