ગ્રીન કાર્ડની અરજી પર પ્રતિ દેશ સાત ટકાની મર્યાદા દૂર કરવાનું બિલ અમેરિકન સંસદમાં પસાર

ગ્રીન કાર્ડની અરજી પર પ્રતિ દેશ સાત ટકાની મર્યાદા દૂર કરવાનું બિલ અમેરિકન સંસદમાં પસાર

ગ્રીન કાર્ડની અરજી પર પ્રતિ દેશ સાત ટકાની મર્યાદા સમાપ્ત કરવાની જોગવાઇ ધરાવતું બિલ અમેરિકન સંસદમાં પસાર કરવામાં આવ્યું છે. આ બિલ કાયદાકીય સ્વરૂપ લેતા જ ભારત જેવા દેશોના એ હજારો પ્રતિભાશાળી પ્રોફેશનલોના લાંબા ઇન્તેજારીનો અંત આવી જશે જે અમેરિકાની સ્થાયી નાગરિકતા મેળવવા માગે છો.

ગ્રીન કાર્ડ બિન અમેરિકન નાગરિકોને અમેરિકામાં સ્થાયી ધોરણે રહેવા અને કામ કરવાની મંજૂરી આપે છે. ભારતીય આઇટી પ્રોફેશનલ જેમાં મોટા ભાગે ખૂબ જ પ્રતિભાશાળી હોય છે અને અમેરિકામાં એચ-1બી વિઝા પર આવે છે તેઓ વર્તમાન ઇમિગ્રેશન સિસ્ટમથી સૌથી વધુ હેરાન હતાં.

હાલમાં ગ્રીન કાર્ડ અરજી માટે પ્રતિ દિવસ સાત ટકાની મર્યાદા હતી. જેના કારણે હજારો પ્રોફેશનલ ઘણા વર્ષોથી અમેરિકાની નાગરિકતાની રાહ જોઇ રહ્યાં છે. ફેરનેસ ફોર હાઇ સ્કિલ્ડ ઇમિગ્રેશન એક્ટ ઓફ 2019 નામનું બિલ બુધવારે 435 સભ્યોવાળા અમેરિકાના હાઉસમાં રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ 365 મતોથી પસાર કરવામાં આવ્યું હતું. આ બિલના વિરોધમાં 65 મતો પડયા હતાં. 

આ બિલ પરિવાર આધારિત ઇમીગ્રેશન વિઝા માટે પ્રતિ દેશ સાત ટકાની મર્યાદાને વધારી 15 ટકા કરશે જ્યારે રોજગાર આધારિત ઇમિગ્રન્ટ વિઝા માટે સાત ટકાની મર્યાદા સમાપ્ત કરી દેવામાં આવશે. રોજગાર આધારિત ઇમિગ્રન્ટ વિઝાની સાત ટકાની મર્યાદા થવાથી ભારતના પ્રોફેશનલોને સૌથી વધુ લાભ મળશે.

ઉલ્લેખનીય છે કે હજારો ભારતીયો ગ્રીન કાર્ડ માટે દસ વર્ષથી પણ વધુ સમયથી રાહ જોઇ રહ્યાં છે. તાજેતરમાં કરાયેલા કેટલાક સર્વેમાં જાણવા મળ્યું છે કે એચ-1બી વિઝા ધરાવતા ભારતીય આઇટી પ્રોફેશલો માટે ગ્રીન કાર્ડ ઇન્તેજારનો સમય 70 વર્ષથી પણ વધારે છે.