રશિયા-ભારતની વચ્ચે ક્રૂડ ઓઈલ ડીલ લગભગ નક્કી:રૂપિયામાં મળશે ક્રૂડ, ડોલરની સરખામણીમાં રૂપિયાની તાકાત વધશે; દેશનું આયાત બિલ પણ ઘટશે

રશિયા-ભારતની વચ્ચે ક્રૂડ ઓઈલ ડીલ લગભગ નક્કી:રૂપિયામાં મળશે ક્રૂડ, ડોલરની સરખામણીમાં રૂપિયાની તાકાત વધશે; દેશનું આયાત બિલ પણ ઘટશે

યુક્રેન યુદ્ધના કારણે અમેરિકા અને પશ્ચિમી દેશોના પ્રતિબંધોનો સામનો કરી રહેલી રહેલુ રશિયા ક્રૂડ ઓઈલ માટે નવા ગ્રાહકો શોધી રહ્યું છે. પોતાની સગવડતા અને જરૂરિયાતોના હિસાબથી ભારત આવા કરારો તરફ આગળ વધી રહ્યું છે. જેથી કરીને મોંઘા ક્રૂડના બોજામાંથી રાહત મળે અને રૂપિયાની કિંમત પણ વધે. આ બધા કારણોથી ભારત રશિયા સાથે ક્રૂડ ડીલ કરવાની નજીક છે. તેમાં શિપિંગ અને ઈન્શ્યોરન્સની જવાબદારી રશિયા ઉઠાવશે.

આંતરરાષ્ટ્રીય પેમેન્ટ સિસ્ટમ સુધી રશિયાની પહોંચ રોકાવવાને કારણે સોદો ભારતીય રૂપિયા અને રશિયામાં રુબેલમાં કરવાની વાત થઈ રહી છે. પેમેન્ટ એવી ભારતીય બેન્કોમાંથી થઈ શકે છે, જેની પશ્ચિમના દેશોમાં બ્રાન્ચ ન હોય. આવું થયું તો પેટ્રો માર્કેટમાં ડોલરની મોનોપોલી તૂટશે. ચીન પણ સાઉદી અરબમાંથી પોતાની કરન્સી યુઆનમાં ક્રૂડ ખરીદવાની વાતચીતના અંતિમ તબક્કામાં છે. મોંઘા ક્રૂડથી વિશ્વમાં મોંઘવારીનું સંકટ છે.

પેટ્રોલ-ડિઝલની કિંમતો વધવાનું દબાણ ઘટશે
ક્રૂડ સસ્તુ થશે તો પેટ્રોલ-ડિઝલની કિંમતો વધવાનું દબાણ ઘટશે. ભારત તેની જરૂરિયાતનું 85 ટકા ક્રૂડ આયાત કરે છે. તેના 2-3% રશિયામાંથી આવે છે. આ દરમિયાન અમેરિકાનું કહેવું છે કે જો ભારત રશિયા પાસેથી ક્રૂડ લે છે તો તેને કોઈ વાંધો નથી કારણ કે તેનાથી કોઈ પ્રતિબંધનું ઉલ્લંઘન થતું નથી.

ઈન્ડિયન ઓઈલે 30 લાખ બેરલનું ક્રૂડ ખરીદ્યું
દેશની સૌથી મોટી પેટ્રોલિયમ માર્કેટિંગ કંપની ઈન્ડિયન ઓઈલે રશિયા પાસેથી 30 લાખ બેરલ ક્રૂડની ખરીદી ડિસ્કાઉન્ટ રેટ પર કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ એક ટ્રેડરના માધ્યમથી 20-25 ડોલરના ડિસ્કાઉન્ટ પર બ્રેન્ટ ક્રૂડનો સોદો થયો છે.

ICJએ રશિયાને તાત્કાલિક હુમલો રોકવાનું કહ્યું
સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ કોર્ટ ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ(ICJ)એ રશિયાને યુક્રેન પરની સૈનિક કાર્યવાહી તાત્કાલિક રોકવાનું કહ્યું છે. સાથે જ તેને એ પણ કહેવામાં આવ્યું છે કે તેનાથી સમર્થન પ્રાપ્ત કે નિયંત્રિત કોઈ પણ સૈનિક કે અસૈનિક સંગઠન કે વ્યક્તિ આ સૈનિક કાર્યવાહીને આગળ નહિ વધારે.

ભારતને તક મળી રહી છે તો ફાયદો ઉઠાવવો જોઈએ
કોમોડિટી એક્સપર્ટ જય પ્રકાશ ગુપ્તા કહે છે કે જો રશિયા છૂટની સાથે શિપિંગ અને વીમાનો ખર્ચ ઉઠાવી રહ્યું છે તો ભારતે તકનો ફાયદો ઉઠાવવો જોઈએ. 20 ટકા ડિસ્કાઉન્ટ પણ મળે છે તો તે ડિસેમ્બરની ક્રૂડની કિંમતો જેટલી થશે. રશિયા જો સારી ક્વોલિટીનું ક્રૂડ આપે છે તો આયાત ત્રણ અબજ ડોલરથી વધારીને 10 અબજ ડોલર સુધી વધારવામાં આવી શકે છે. તેનાથી ક્રૂડ આયાતનો સરેરાશ ખર્ચ ઘટશે અને થોડા મહિનાથી પેટ્રોલ-ડિઝલના ભાવ ન વધવાથી કંપનીઓ પરનું દબાણ ઓછું થશે. આયાત બિલ ઘટશે.

એનર્જી એક્સપર્ટ નરેન્દ્ર તનેજા કહે છે કે આ સોદામાં હાલ ઘણા પડકારો છે. જેમ કે રશિયામાં આપણે ક્યાં રૂટથી ક્રૂડ મોકલીશું. રૂપિયા-રુબલમાં લેવડદેવડનો પ્રોટોકોલ શું હશે? રશિયા ભલે વીમો આપવાની વાત કરી રહ્યું છે જોકે તે મોટાભાગે પશ્ચિમના દેશોના હાથમાં છે. એવુંમાં એ જોવું પડશે કે રશિયાની આ વાત કેટલી પ્રેક્ટિકલ છે? ભારતે એપ્રિલ 2021થી જાન્યુઆરી 2022ની વચ્ચે કુલ 17.6 કરોડ ટન ક્રૂડની આયાત કરી હતી. તેમાંથી 36 લાખ ટન ક્રૂડ રશિયાથી આવ્યું હતું. હાલ રશિયા પાસેથી 35 લાખ બેરલ ક્રૂડ ખરીદવાની વાત ચાલી રહી છે. આગળ જતા તેની માત્રા વધારવામાં આવી શકે છે.

આશાઃ રશિયા અને યુક્રેન સહમતિની નજીક
યુદ્ધના 21માં દિવસે રશિયા અને યુક્રેનની વચ્ચે સમાધાન થવાના સંકેત મળ્યા છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે કહ્યું યુક્રેનના તટસ્થ દરજ્જા પર વિચાર કરી રહ્યાં છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમિર જેલેંક્સીએ કહ્યું હવે રશિયા સાથે ખરેખર વાત થઈ રહી છે.