કાશ્મીર ફાઈલ્સ જોઈને રડ્યા ગિરિરાજ:કેન્દ્રીય મંત્રીએ કહ્યું- આ ફિલ્મ ન હોત તો દેશ કાશ્મીરનું સત્ય જ ન જાણી શક્યો હોત, તેને દરેક ગામડામાં બતાવવી જોઈએ

કાશ્મીર ફાઈલ્સ જોઈને રડ્યા ગિરિરાજ:કેન્દ્રીય મંત્રીએ કહ્યું- આ ફિલ્મ ન હોત તો દેશ કાશ્મીરનું સત્ય જ ન જાણી શક્યો હોત, તેને દરેક ગામડામાં બતાવવી જોઈએ

કાશ્મીરી પંડિતોના નરસંહારને દેખાડનાર ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'ને જોયા પછી મંગળવારે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ રોવા લાગ્યા હતા. ભાજપના ફાયર બ્રાન્ડ નેતાની ઈમેજ રાખનાર ગિરિરાજ સિંહે થિએટરમાંથી બહાર આવ્યા પછી કહ્યું કે આ ફિલ્મ ન હોત તો સમગ્ર દેશ કાશ્મીરનું સત્ય જ જાણી ન શકત. આ દરમિયાન તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેમણે ફિલ્મ મેકર્સને આ ફિલ્મને આખા દેશમાં દેખાડવાની અપીલ કરી છે.

ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને લઈને ઘણા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. ઘણા બધા બુદ્ધિજીવીઓ આ ફિલ્મ પર રોક લગાવવાની પણ માંગ કરી ચૂક્યા છે. બીજી તરફ ભાજપ અને ઘણા અન્ય હિન્દુવાદી સંગઠનોના નેતા આ ફિલ્મ દ્વારા સત્ય બહાર આવવાની વાત કરી રહ્યાં છે. કેન્દ્રીય પંચાયત રાજ મંત્રી ગિરિરાજ સિંહે એક દિવસ પહેલા આ ફિલ્મનું સમર્થન કર્યું હતું. મંગળવારે રાતે તેઓ પોતે આ ફિલ્મ જોવા થિએટરમાં ગયા હતા.

આંખોમાં આંસુ આવી ગયા, કહ્યું- અત્યાર સુધીમાં ન્યુઝ પેપરમાં જ વાંચ્યું હતું
ફિલ્મ જોયા પછી ગિરિરાજ સિંહ જ્યારે થિએટરની બહાર નીકળ્યા તો તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. મીડિયાએ તેમને જ્યારે ફિલ્મ બાબતે પૂછ્યું તો તેઓ એક ક્ષણ માટે કંઈ જ ન કહી શક્યા. પછીથી તેમણે કહ્યું કે આ ફિલ્મ ન હોત તો દેશ સત્ય જાણી જ ન શકત. એવું પણ નથી કે અમે 90 દશકામાં બાળક હતા. અમે કાશ્મીરમાં જે થયું હતું, તે અંગે ન્યુઝ પેપરમાં જ વાંચ્યું હતું. જેણે આ ફિલ્મ બનાવી તેણે તેને ગામડે-ગામડે બતાવવી જોઈએ. તો જ સત્ય બહાર આવશે.

ફિલ્મને લઈને કોંગ્રેસ પર શાબ્દિક હુમલો કર્યો
કાશ્મીર ફાઈલ્સ ફિલ્મને લઈને ગિરિરાજ સિંગે મંગળવારે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે પટનામાં કહ્યું કે લાખો પંડિતોની દુર્દશા જોઈને તેમના રૂવાટા ઉભા થઈ ગયા. તુષ્ટિકરણના રાજકારણનો ખેલ હવે બધાની સમક્ષ આવી ગયો. કોંગ્રેસે ભારતના પંડિતોની સાથે શું કર્યું? તે વાતને હવે લોકો જાણી ગયા છે.

વડાપ્રધાન મોદીએ પણ ફિલ્મની પ્રશંસા કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ધ કાશ્મીર ફાઈલ્સ ફિલ્મની પ્રશંસા કરી. હાલ કાશ્મીર ફાઈલ્સની ચર્ચા ચાલી રહી છે અને જે લોકો અભિવ્યક્તિની સ્વતંત્રતાના ઝંડા લઈને ચાલે છે, તે લોકો છેલ્લા 5-6 દિવસથી અકાળાયેલા છે. તેમણે કહ્યું મારી રુચી આ ફિલ્મમાં નથી, જોકે મારો વિષય એ છે કે જે સત્ય છે, તેને બધાની સમક્ષ લાવવામાં જ દેશની ભલાઈ છે.

PM રાજીવ ગાંધીનું નિવેદન એમજે એકબરને યાદ આવ્યું
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા એમજે અકબરને કાશ્મીર ફાઈલ્સ ફિલ્મથી તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીનું નિવેદન યાદ આવી ગયું. અકબરે મંગળવારે કહ્યું કે તે સમસ્યા ખૂબ જ દુઃખદ હતી, તે વખતની ઘટનાઓથી હું ખૂબ જ દુઃખી છું. મારાથી એ ન જોવાયું કે આપણા દેશની એક કમ્યુનિટીને શરણાર્થી બનવું પડ્યું.