યુદ્ધ વચ્ચે કપલ યુક્રેન બોર્ડર પર ફસાયુ:યુક્રેનિયન પત્નીએ કહ્યું- પુત્રને લઈને જાવ, જીવતા રહીશું તો ફરી મળીશું; હિન્દુસ્તાન પતિની એક જ વાત- તને છોડીને નહીં જાવું

યુદ્ધ વચ્ચે કપલ યુક્રેન બોર્ડર પર ફસાયુ:યુક્રેનિયન પત્નીએ કહ્યું- પુત્રને લઈને જાવ, જીવતા રહીશું તો ફરી મળીશું; હિન્દુસ્તાન પતિની એક જ વાત- તને છોડીને નહીં જાવું

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગમાં એક કપલ બોર્ડર પાસે ફસાય ગયું છે. ડોકટર પતિ દીપાંશુ પ્રતાપસિંહ રાણા (32) UPના ફિરોઝાબાદ સ્થિત શિકોહાબાદનાં રહેવાસી છે. તેમની પત્ની નતાલિયા યુક્રેનિયન છે. તેમનો એક 4 માસનો પુત્ર રાણા રેયાન દીપાંશુઇયોવિચ પણ છે.

દીપાંશુ યુક્રેનમાં ભણવા ગયા હતા. જ્યાં તેમને નતાલિયા સાથે પ્રેમ થઈ ગયો. લગભગ સવા બે વર્ષ પહેલા બંનેએ ત્યાં લગ્ન પણ કરી લીધા. હવે તેમને એક પુત્ર પણ છે. ભારત પરત ફરવા માટે ત્રણેય યુક્રેનથી રવાના તો થયા પરંતુ માલ્દોવા બોર્ડર પર તેમને રોકી લીધા. તર્ક એવો આપવામાં આવ્યો કે દીપાંશુ ભારત જઈ શકે છે, પરંતુ તેમની પત્ની નહીં. કેમકે પત્નીને હજુ ભારતની નાગરિકતા નથી મળી. આવી સ્થિતિમાં નતાલિયાએ દીપાંશુને કહ્યું કે તું પુત્રની સાથે ભારત જતો રહે. આ વાત દીપાંશુને મંજૂર નથી. તેમને કહ્યું કે પુત્ર અને પત્નીને છોડીને તેઓ નહીં જાય.

સામાજિક કાર્યકર્તા દંપતી સુરક્ષિત રીતે પરત ફરે તેવી માગ કરે છે
રાજસ્થાનનાં કેટલાંક સ્ટુડન્ટ્સની મદદથી આ સમાચાર સામાજિક અને કોંગ્રેસ કાર્યકર્તા ચર્મેશ શર્મા સુધી પહોંચી. ચર્મેશ રાજસ્થાનના બુંદીના રહેવાસી છે. તેમને આ કપલને ભારત પરત લાવવાની માગ કરી છે. તેમને રાષ્ટ્રપતિ સચિવાલય, વિદેશ મંત્રાલયમાં અરજી કરીને માનવીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ કપલને વીઝા આપવામાં આવે અને સુરક્ષિત રીતે વતન ફરે તેવી માગ કરી છે.

શિકોહાબાદના રહેવાસી છે દીપાંશુ
દીપાંશુ પ્રતાપસિંહ રાણા મેડિકલનો અભ્યાસ કરવા માટે શિકોહાબાદ(UP)થી યુક્રેન ગયા હતા. 18 ડિસેમ્બર, 2019નાં રોજ દીપાંશુએ યુક્રેનના ઓડેસામાં નતાલિયા સાથે લવમેરેજ કર્યા હતા. જે બાદ નતાલિયાનું નામ પણ નતાલિયા પાહા રાણ થઈ ગયું છે. 19 ઓક્ટોબર 2021નાં રોજ બંનેએ એક પુત્રને જન્મ આપ્યો છે.

તમામ દસ્તાવેજ હોવા છતાં વતન પરત નથી ફરી શકતા
યુક્રેનમાં યુદ્ધ શરૂ થયાં બાદ દીપાંશુ પોતાના પરિવારની સાથે ભારત પરત ફરવા માટે માલ્દેવા બોર્ડર પહોંચ્યા. આ દરમિયાન તેમને તો બોર્ડર પાર કરવાની મંજૂરી મળી પરંતુ પત્ની અને બાળકને રોકી દેવામાં આવ્યા. દીપાંશુ અને નતાલિયાની પાસે મેરેજ સર્ટિફિકેટ છે. ઈન્ડિયન એમ્બેસીમાં એપ્લાઈ માટેના ડોક્યુમેન્ટ્સ, બાળકનું બર્થ સર્ટિફિકેટની સાથે બંનેના પાસપોર્ટ પણ છે. તેમ છતાં તેઓને ભારત પરત ફરવામાં મુશ્કેલીઓ આવી રહી છે.

હાલ આ કપલ ઓડેસા શહેરથી 125 કિલોમીટર દૂર અંધારા બંકર્સમાં રહે છે. યુદ્ધના સાયરન અને બરફવર્ષા વચ્ચે મોટી સંખ્યામાં લોકો જીવ બચાવવા માટે પગપાળા જ ત્યાંથી નીકળી રહ્યાં છે. ગત શુક્રવારે સાંજે ત્રણ લોકો મુશ્કેલીથી માલ્દોવા તરફ જવા નીકળ્યા હતા. બોર્ડરથી પહેલાં 20 કિલોમીટરના જામમાં ફસાય ગયા. જે બાદથી દીપાંશુનો સંપર્ક નથી થઈ શકતો.

પત્નીને છોડીને નથી આવવા માગતા દીપાંશુ
યુક્રેનથી પરત ફરેલા સ્ટુડન્ટ્સના જણાવ્યા મુજબ ડૉ. દીપાશુ રાણાની પત્ની નતાલિય કહી રહી છે કે તેઓ પોતાના બાળકની સાથે ભારત પરત ફરે. અને તેમને તેમની સ્થિતિ પર યુક્રેનમાં છોડી દે. જીવતા રહીશું તો ફરી મળીશું. પરંતુ ડૉ. દીપાંશુનું કહેવું છે કે 4 મહિનાનું બાળક પોતાની માતા વગર ન રહી શકે. સાથે જ એક ભારતીય પતિ યુદ્ધ વચ્ચે પત્નીને મુસીબતમાં ન છોડી શકે. તેથી આખો પરિવાર એક સાથે જ ભારત આવશે. અરજી બાદ વિદેશ મંત્રાલયે યુરેશિયાના જોઈન્ટ સેક્રેટરી આદર્શ સવાઈકાને આ કેસ સોંપ્યો છે. હજુ સુધી પીડિત પરિવારને કોઈ પ્રકારની મદદ નથી મળી.