રશિયાનો હુમલો LIVE:રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનની સેનાને કહ્યું- સત્તાની કમાન તમારા હસ્તગત લઈ લો, આ સરકાર ડ્રગ એડિકટ્સનું ગ્રુપ છે;રશિયાએ રોમાનિયાના શિપ પર હુમલો કર્યો મોસ્કો/કિવ/વોશિંગ્ટન40 મિનિટ પહેલા

રશિયાનો હુમલો LIVE:રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનની સેનાને કહ્યું- સત્તાની કમાન તમારા હસ્તગત લઈ લો, આ સરકાર ડ્રગ એડિકટ્સનું ગ્રુપ છે;રશિયાએ રોમાનિયાના શિપ પર હુમલો કર્યો મોસ્કો/કિવ/વોશિંગ્ટન40 મિનિટ પહેલા

 • રાજધાની કિવમાં મિસાઈલ હુમલા; લોકોને જીવન જરૂરી વસ્તુઓની અછત પડી રહી છે
 • અમારી ફાયનાન્સિયલ સિસ્ટમમાંથી રશિયા બહાર: બ્રિટન
 • રશિયાએ શુક્રવારે યુક્રેન પર સતત બીજા દિવસે હુમલા કર્યા છે. રાજધાની કીવમાં સવારે 7 વાગે વ્યાપક પ્રમાણમાં વિસ્ફોટ થયા છે. લોકો રાત્રી દરમિયાન ઘરો, સબ-વે તથા અંડરગ્રાઉન્ડ શેલ્ટરમાં છૂપાયેલા રહ્યા હતા. હવે ખાદ્ય સામગ્રીની પણ હવે અછત સર્જાવા લાગી છે.

  યુદ્ધની સ્થિતિ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને રાષ્ટ્રજોગ સંબોધન કર્યું છે. તેમણે કહ્યું છે કે અમારી વ્યૂહરચના ઉપરાંત ઈરાદો તદ્દન સ્પષ્ટ છે. અમે યુક્રેન પર કબજો કરવા ઈચ્છતા નથી. માટે યુક્રેનના લશ્કરને કહેવા માગુ છું કે તે તાત્કાલિક આત્મ સમર્પણ કરી દે. આ ઉપરાંત પુતિને યુક્રેનની સેનાને કહ્યું છે કે દેશની સત્તાની કમાન તમારા હસ્તગત લઈ લો, યુક્રેનની સરકાર ડ્રગ એડિકટ્સનું ગ્રુપ છે આ ઉપરાંત તે દેશની સરકારે યુક્રેનના તમામ લોકોને બંધિકાર કરી લીધા છે. વોલ્દોમિક જેલેંસ્કીની સરકાર ડ્રગ એડિક્ટ અને નાઝીઓની સરગના છે.

  આ અગાઉ આજે સવારે યુક્રેનની રાજધાની કિવમાં 7 મોટા બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. શહેર પર એક પછી એક મિસાઈલોથી હુમલો કરવામાં આવી રહ્યો છે. યુક્રેનમાં ખાણી-પીણીથી લઈને અન્ય જરૂરિયાતની વસ્તુઓની અછત હોવા છતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા નથી. NATO યુદ્ધને લઇને એક મહત્વની બેઠક શરુ કરવાનું છે જેમાં યુક્રેનને મદદ પહોંચાડવા અંગે નિર્ણય લેવાઈ શકે છે.

 • Russian Army
 •  

  રશિયાનો રોમાનિયાના શિપ પર મિસાઈલ હુમલો
  મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશિયાએ બ્લેક સીમાં રોમાનિયાના એક જહાજ પર મિસાઈલ હુમલો કર્યો છે અને તેમાં આગ લાગી છે. આ ખૂબ જ મહત્વના સમાચાર છે. હકીકતમાં રોમાનિયા નાટોનું સભ્ય છે અને નાટો હજુ સુધી રશિયા સામેના યુદ્ધમાં કૂદી પડ્યું નથી કારણ કે તે કહે છે કે યુક્રેન નાટોનું સભ્ય નથી. તેથી, અમે તેને સીધી રીતે લશ્કરી રીતે મદદ કરી શકતા નથી. એટલે કે હવે અમેરિકા પણ આ યુદ્ધમાં ઝંપલાવી શકે છે, કારણ કે તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે જો નાટોના સભ્ય પર હુમલો થશે તો તેને પગલાં લેવામાં સમય નહીં લાગે.

  હવે વાતચીત માટે રશિયા તૈયાર
  રશિયા સરકારના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે કહ્યું છે કે તેમની સરકાર ડિપ્લોમેટ્સને વાતચીત માટે બેલારુસની રાજધાની મિંસ્ક મોકલી શકે છે. આ બાબતે રશિયા તરફથી લેખિત નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. આ અગાઉ તેમણે યુક્રેની સેનાના સરન્ડરની શરત મૂકી હતી.

 • Russia - China
 •  

  પુતિન અને શી જિનપિંગ વચ્ચે વાતચીત
  ​​​​​​
  ​રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ફોન પર વાત કરી હતી. ગુરૂવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરી હતી. તેમણે ફ્રાંસના રાષ્ટ્રપતિ સાથે પણ વાત કરી છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમીર ઝેલેન્સ્કીએ પુતિનને વાતચીત માટે આમંત્રણ મોકલ્યું છે. જોકે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે, યુક્રેન શરણાગતિ સ્વીકારે તો જ વાતચીત થઈ શકે છે.

  રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવેએ યુદ્ધ સમાપ્ત થવાની આશાને નકારી છે. ન્યૂયોર્ક ટાઈમ્સ સાથેની વાતચીતમાં લાવરોવે કહ્યું હતુ કે, અમે હવે યુક્રેન સાથે વાતચીતની ઓફર સ્વીકારીશું નહીં. જો કે તેમણે કહ્યું હતુ કે, વાતચીત ફક્ત એક જ શરતે થઈ શકે છે કે જો યુક્રેન આત્મસમર્પણ કરે. યુક્રેનના રાષ્ટ્રપતિ અત્યાર સુધી માત્ર જુઠ્ઠુ જ બોલ્યા છે.

 • Tank
 •  

  રેડિયેશનના સ્તરમાં વધારો થવાને કારણે હજારો લોકોના જીવનું જોખમ
  યુક્રેનના ચેર્નોબિલ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ પાસે રશિયાની સેનાએ હુમલો કર્યો હતો. અહીં અનેક વિસ્ફોટ પણ થયા હતા. જેના કારણે આ પરમાણુ પ્લાન્ટમાં રેડિયેશનનું સ્તર વધી ગયું છે. યુક્રેનની ન્યુક્લિયર એજન્સીએ આ વાતની પુષ્ટિ કરી છે. રેડિયેશનના સ્તરમાં વધારો થવાને કારણે આ વિસ્તારમાં રહેતા હજારો લોકોના જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. તેમને સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓ પણ થઈ શકે છે. આ દરમિયાન, યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે નાગરિકોને રશિયન લશ્કરી હિલચાલ વિશેની માહિતી આપવા જણાવ્યું છે. સાથે જ તેમના પર પેટ્રોલ બોમ્બથી હુમલો કરવા પણ જણાવ્યું છે.

  રશિયાના ટેન્ક કિવથી માત્ર 32 કિમી દૂર છે; રશિયાની સેનાને રોકવા માટે યુક્રેનની સેનાએ જાતે પોતાના 3 પુલ ઉડાવી દીધા
  આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ દાવો કર્યો છે કે રશિયન દળો રાજધાનીમાં પ્રવેશી ચૂક્યા છે. રશિયન ટેન્કો અહીંથી માત્ર 32 કિમી દૂર છે. તેમને રોકવા માટે યુક્રેનની સેનાએ ત્રણ પુલ ઉડાવી દીધા છે. ઝેલેન્સકીએ આશંકા વ્યક્ત કરી છે કે આગામી 4 દિવસમાં કિવ પર રશિયા દ્વારા કબજો કરવામાં આવશે. તેમણે કહ્યું કે રશિયાની સેના રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરી રહી છે. તેમણે રશિયન નાગરિકોને આ યુદ્ધનો વિરોધ કરવાની અપીલ કરી છે.

  અપડેટ્સ...

  • રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું- યુક્રેન સાથે અત્યાર સુધી કોઈ વાતચીત નહીં, તેમના રાષ્ટ્રપતિ જૂઠ્ઠા છે.
  • બ્રિટન સામે જવાબી કાર્યવાહી તરીકે રશિયાએ બ્રિટનના તમામ વિમાનો માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે.
  • રશિયા-યુક્રેન યુદ્ધ પર તાલિબાને કહ્યું છે કે બંને દેશોએ શાંતિપૂર્ણ રીતે આ મુદ્દાનો ઉકેલ લાવવો જોઈએ.
  • યુક્રેનના રક્ષા મંત્રીએ નાગરિકોને કહ્યું- રશિયન સેનાની હિલચાલ પર નજર રાખો, પેટ્રોલ બોમ્બથી હુમલો કરો.
  • લિવ શહેરમાં હવાઈ હુમલાની સાયરન સંભળાઈ રહી છે. અહીંના મેયરે લોકોને ઘરની બહાર ન નીકળવા માટે કહ્યું છે.
  • યુક્રેનનાં રહેણાંક વિસ્તારોમાં રશિયાએ મિસાઈલ હુમલો કર્યો છે, રાજધાની કિવમાં 7 બ્લાસ્ટ કરવામાં આવ્યા છે.
  • રશિયાના હુમલામાં અત્યાર સુધીમાં 137 લોકો માર્યા ગયા છે, જ્યારે 316 લોકો ઘાયલ છે.
  • યુક્રેનની સરકારે 18 થી 60 વર્ષની વયના પુરુષોને દેશ છોડવા પર પ્રતિબંધ મૂક્યો છે.
  • યુક્રેનનો દાવો છે કે તેણે રશિયાને ઘણું નુકસાન કર્યું છે. યુક્રેનના રક્ષા મંત્રી હન્ના મલ્યાર અનુસાર, 7 રશિયન એરક્રાફ્ટ, 6 હેલિકોપ્ટર, 30 ટેન્ક નષ્ટ કરવામાં આવી છે.
  • યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયા સામે મુકાબલો કરવા માટે સમગ્ર સેનાને ઉતારી દીધી છે. ઝેલેન્સકી કહે છે કે હું જ રશિયનોનો પ્રથમ ટારગેટ છું.
  • રશિયન દળોનો સામનો કરવા માટે યુક્રેનના નાગરિકોને 10 હજાર રાઈફલો આપવામાં આવી છે.
  • યુક્રેનની રાજધાની કિવમાં આજે પણ બ્લાસ્ટ ચાલુ છે. કિવમાં આજે સવારે 7 મોટા બ્લાસ્ટના અહેવાલ છે.
  • ઝેલેન્સકીએ દેશ છોડવાના અહેવાલોને નકારી કાઢ્યા હતા. તેણે આરોપ લગાવ્યો કે રશિયા સાથેની લડાઈમાં અમે એકલા પડી ગયા છીએ.

  યુક્રેને કિવ નજીક એક પુલ તોડી નાંખ્યો
  યુક્રેનની સેનાએ કિવ નજીક એક પુલ તોડી નાંખ્યો છે. રશિયન સેનાને ત્યાં ઘૂસતા રોકવા માટે આવું કરવામાં આવ્યું છે. જો કે, રશિયાની કેટલીક સેના કિવમાં પ્રવેશી ચૂકી છે. આ જાણકારી ખુદ યુક્રેનના રાષ્ટ્રપતિએ આપી છે.

 • કિવ પર રશિયાના હુમલા સતત વધી રહ્યા છે.​​​​​​
  રશિયાએ યુક્રેન પર આકાશ અને જમીન બંને તરફથી યુક્રેન પર હુમલો કર્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પણ રશિયન હુમલાનો સામનો કરવા માટે સમગ્ર સેનાને ઉતારી દીધી છે. ઝેલેન્સકીએ કહ્યું કે કિવમાં ઘૂસેલી રશિયન સેનાનો પ્રથમ ટારગેટ હું જ છું.તેઓ મને મારીને દેશમાં અસ્થિરતા પેદા કરવા માગે છે. યુક્રેનને રશિયાની સામે લડાઈમાં એકલું છોડી દેવાયું છે. પ્રથમ દિવસની લડાઈમાં જ 137 લોકોનાં મોત થયા છે. યુક્રેન દાવો કરે છે કે તેની સેનાએ 800થી વધુ રશિયન સૈનિકોને માર્યા છે. 30 રશિયન ટેન્ક અને 7 જાસૂસી એરક્રાફ્ટનો પણ નાશ કર્યો છે.
 • રશિયાની સેના સાથે મુકાબલો કરવા માટે યુક્રેનની સરકારે નાગરિકોને 10,000 રાઈફલો આપી છે. યુક્રેનની રાજધાની કિવમાં હજુ પણ બ્લાસ્ટચાલુ છે. CNNના અહેવાલો અનુસાર યુક્રેનની રાજધાની કિવમાં આજે સવારે 7 મોટા બ્લાસ્ટ થયા છે. રશિયન હુમલામાં અત્યાર સુધીમાં 137 લોકો માર્યા ગયા છે, જ્યારે 316 લોકો ઘાયલ છે. યુએસ અહેવાલો અનુસાર, યુક્રેન પર રશિયા દ્વારા કુલ 203 હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં 160 હુમલા મિસાઈલના હતા અને 83 જમીન આધારિત લક્ષ્યોને ટારગેટ કરવામાં આવ્યા હતા.

  જો કે યુક્રેન પર હુમલા પછી રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને દુનિયાની સાથે ઘરઆંગણે પણ નારાજગીનો સામનો કરવો પડી રહ્યો છે. યુક્રેન પર હુમલાના વિરોધમાં રશિયનોએ અનેક શહેરોમાં દેખાવકારોએ વિરોધ પ્રદર્શનો કર્યા. જેના પછી 1700 લોકોની ધરપકડ કરવામાં આવી.

 • Strike
 • રશિયાની ક્રુઝ મિસાઈલે યુક્રેનનું Su27 જેટ તોડી પાડ્યું
  કિવ પર કબજો કરવા માટે રશિયાના હુમલા સતત વધી રહ્યા છે. રશિયાની સેના અહીં સવારે 4 વાગ્યાથી મિસાઈલ હુમલા કરી રહી છે. હવે સમાચાર મળી રહ્યા છે કે એક રશિયન ક્રુઝ મિસાઇલે રાજધાની કિવમાં યુક્રેનિયન Su27 જેટને તોડી પાડ્યું છે.
 • ભારતીયોની સ્થિતિ:
  ભારતે ફસાયેલા ભારતીયોને પોલેન્ડ મારફતે બહાર કાઢવાનો નિર્ણય લીધો છે. આ સાથે તેમને યુક્રેનથી એરલિફ્ટ પણ કરવામાં આવી શકાય છે. યુક્રેનમાં ફસાયેલા લોકો માટે ભારતનો હેલ્પલાઈન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.

  યુક્રેનનો દાવો- કિવમાં 7 બ્લાસ્ટ
  યુક્રેનના ગૃહમંત્રી એન્ટોન ગેરાશચેન્કોએ જણાવ્યું હતુ કે કિવમાં સવારથી અત્યાર સુધીમાં કુલ 7 બ્લાસ્ટ થયા છે. તેમના કહેવા પ્રમાણે, આ બ્લાસ્ટ ક્રુઝ અને બેલેસ્ટિક મિસાઈલથી કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતુ કે જવાબી કાર્યવાહીમાં એક રશિયન વિમાનને પણ તોડી પાડવામાં આવ્યું છે.

 • યુક્રેન પર રશિયા જે તબાહી મચાવી રહ્યું છે તેનો એક વીડિયો સામે આવ્યો છે. યુક્રેનની સામાન્ય જનતાને આ યુદ્ધથી કેવી રીતે શિકાર બના રહી છે? તેનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. એક સાઇકલ સવાર યુક્રેનના રસ્તા પર જઈ રહ્યો છે. તેના મનમાં યુદ્ધની ચિંતા ચોક્કસપણે છે, પરંતુ તે હકીકતથી સંપૂર્ણપણે અજાણ છે કે બીજી જ ક્ષણે તેની સાથે શું થવાનું છે. સુમસામ રસ્તો છે, ત્યારે અચાનક જ હવાઈ હુમલો થાય છે. જોરદાર ધડાકા સાથે ચારે બાજુ આગના દ્રશ્યો ફેલાઈ જાય છે અને એક ક્ષણમાં જ બધું નષ્ટ થઈ જાય છે.

 • Russia - Ukrain
 •  

  યુક્રેનના ધ્વજના રંગોથી વિશ્વભરની ઇમારતો શણગારવામાં આવી છે
  યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે એકતા દર્શાવવા માટે વિશ્વભરની ઇમારતોને યુક્રેનના ધ્વજના રંગોથી શણગારવામાં આવી છે. તેમાં બ્રસેલ્સમાં સિન્કેટેનિયર પાર્ક, રોમમાં કોલિઝિયમ, મેલબોર્નમાં ફ્લિન્ડર્સ સ્ટ્રીટ સ્ટેશન અને સ્કોપજેમાં વિદેશ મંત્રાલયનું કાર્યાલયને યુક્રેનના ધ્વજના રંગોથી શણગારવામાં આવ્યું છે.

 • બાઈડેન NATOના સભ્યો સાથે બેઠક કરશે
  અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ટૂંક સમયમાં NATOના સભ્યો સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરશે. તમને જણાવી દઈએ કે આ પહેલા બાઈડેને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે યુક્રેનને પોતાની લડાઈ જાતે જ લડવી પડશે અને અમેરિકા ત્યાં પોતાની સેના નહીં મોકલે. અમેરિકાએ કહ્યું હતુ કે તેના પ્રતિબંધો રશિયાને વૈશ્વિક નાણાકીય વ્યવસ્થાથી અલગ કરી દેશે.

  યુક્રેનમાં મધ્યપ્રદેશના 27 વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી છે
  મધ્યપ્રદેશ સરકારે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન નંબર જારી કર્યા છે. મધ્યપ્રદેશ સીએમ હેલ્પલાઇન પર યુક્રેનમાં 27 વિદ્યાર્થીઓ (9 મેડિકલ શિક્ષણ, 18 ઉચ્ચ શિક્ષણ) ફસાયાની માહિતી પ્રાપ્ત થઈ છે. જેમાં ભોપાલના 4, ઇન્દોરના 3, ધારના 3, રાયસેનના 2 અને જબલપુર, છિંદવાડા, મોરેના, નર્મદાપુરમ, ડિંડોરી, ગ્વાલિયર, ટીકમગઢ, છતરપુર, ખરગોન, દેવાસ, બરવાની, સાગર, બાલાઘાટ, સિહોરમાંથી 1-1 વિદ્યાર્થીઓની માહિતી મળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તમામ વિદ્યાર્થીઓ સુરક્ષિત છે. તેમને ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.

 • ન્યુયોર્કમાં રશિયન રાષ્ટ્રપતિ વિરુદ્ધ એક રેલી કાઢવામાં આવી હતી. મેનહટ્નના રસ્તા પર હજારો લોકોએ યુક્રેનિયન ધ્વજ લહેરાવીને અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. જ્યારે, અમેરિકાએ શુક્રવારે એટલે કે આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયન હુમલાની નિંદા કરવા અને યુક્રેનમાંથી રશિયન દળોને પાછા ખેંચવાના પ્રસ્તાવ પર મતદાન કરાવી શકે છે.
 • હુમલાના વિરોધમાં વ્હાઇટ હાઉસની બહાર પ્રદર્શન
  યુક્રેન પર રશિયાના આક્રમણ સામે દેખાવો ઉગ્ર બન્યા છે. અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસની બહાર પણ પ્રદર્શનકારીઓ એકઠા થઈને રશિયાના હુમલા સામે વિરોધ પ્રદર્શન કર્યુ છે.