યોગીજીને નેતા બનાવનારી 2 ઘટના:દુકાનદાર સાથે ઝઘડો થયા બાદ રાજકારણમાં આવ્યા, 6 દિવસમાં 2 મોટા નેતાને પછાડીને CM બન્યા

યોગીજીને નેતા બનાવનારી 2 ઘટના:દુકાનદાર સાથે ઝઘડો થયા બાદ રાજકારણમાં આવ્યા, 6 દિવસમાં 2 મોટા નેતાને પછાડીને CM બન્યા

આજથી આશરે 24 દિવસ બાદ યુપીના 22મા CM ચૂંટવામાં આવશે. અત્યારસુધીના 21 CMમાંથી એક CM એવા છે, જેમની રાજકારણમાં એન્ટ્રી અને CM બનવા પાછળ 2 રસપ્રદ ઘટના છે.

પહેલી ઘટના: 27 વર્ષ અગાઉ કપડાની દુકાન પર એક ઝઘડો થયો હતો
માર્ચ 1994 ગોરખપુરનું ગોલઘર બજાર, ગોરખનાથ મંદિર ટ્રસ્ટના એમપી ઈન્ટર કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ કપડાની દુકાન પર ભાવ-તાલ કરી રહ્યા હતા. પૈસા પર વાત ન બનવા પર વિવાદ વધ્યો અને ઝઘડો થઈ ગયો. વિવાદ એટલો બધો વધી ગયો કે દુકાનદારે રિવોલ્વર કાઢીને 2 રાઉન્ડ ફાયરિંગ કરી દીધા.

વિદ્યાર્થીઓ ઘટનાસ્થળેથી ભાગી ગયા. આગલા દિવસે પોલીસ સ્ટુડન્ટ્સને પકડવા ગોરખનાથ મંદિર ટ્રસ્ટની પ્રતાપ હોસ્ટેલ પહોંચી ગઈ, પણ વિદ્યાર્થીઓ ન મળ્યા. પોલીસ ફરી આવવાની ધમકી આપી ત્યાંથી જતી રહી. ડરેલા વિદ્યાર્થીઓ પછીના દિવસે 10 વાગે ગોરખનાથ ટ્રસ્ટ પહોંચ્યા. પોતાની વાત જણાવી. ટ્રસ્ટે બાળકોને આ મુશ્કેલીમાંથી નીકાળવાની જવાબદારી એક 22 વર્ષના સંન્યાસીને આપી દીધી.

બીજા દિવસે યુવા સંન્યાસીની લીડરશિપ હેઠળ 50થી વધુ વિદ્યાર્થીઓએ સમગ્ર ગોરખપુરમાં પ્રદર્શન શરૂ કરી દીધું. તેમની એક જ માગ હતી કે તે દુકાનદારની ધરપકડ કરવામાં આવે. પ્રદર્શન કરતાં-કરતાં વિદ્યાર્થીઓ ગોરખપુર SSP આવાસ પાસે પહોંચ્યા. ત્યાં પોલીસે તેમને ભગાડવાનો પ્રયત્ન કર્યો ત્યારે જ એક ભગવાધારી SSP આવાસની દીવાલ પર ચઢી ગયા અને વધુ જોરથી નારા લગાવવા લાગ્યા.

આ યુવા સંન્યાસીની હિંમત જોઈને લોકો ચોંકી ગયા હતા. લોકો ઉત્સુકતાપૂર્વક તેમનું નામ પૂછી રહ્યા હતા. કોઈએ જણાવ્યું કે તેમનું નામ યોગી આદિત્યનાથ છે. એ દિવસથી વિદ્યાર્થીઓને કોઈપણ મુશ્કેલી જણાય તો તેઓ યોગી આદિત્યનાથ પાસે પહોંચી જતા હતા.

તાત્કાલિક એક્શન લેવા માટે યોગી ફેમસ થયા, જનતાએ સાંસદ બનાવ્યા
વિદ્યાર્થીઓની મદદ કરતાં કરતાં યોગી એટલા પ્રસિદ્ધ થવા લાગ્યા કે ગોરખપુર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના નેતા તેમને મળવા લાગ્યા. તેઓ પહેલેથી જ ગોરખનાથ મંદિરના ઉત્તરાધિકારી હતા. મંદિર અને જનતા બંને બાજુ તેઓ ફેમસ થતા ગયા. ચાર વર્ષ બાદ 1998માં મહંત અવૈધનાથે તેમને પોતાના રાજનીતિક ઉત્તરાધિકારી પણ બનાવી દીધા.

હકીકતમાં અવૈદ્યનાથ ગોરખપુર લોકસભા સીટથી સાંસદ હતા. તેમના રાજકારણમાંથી નિવૃત્ત થતાં જ શિષ્ય યોગી આદિત્યનાથને એ જ સીટથી ટિકિટ આપવામાં આવી અને 26 વર્ષના યોગી 12મી લોકસભાના સૌથી યુવા સાંસદ બન્યા. પહેલી ચૂંટણી તેઓ 26 હજાર વોટથી જીત્યા હતા. ત્યાર બાદ 1999, 2004, 2009 અને 2014માં યોગી ચૂંટણી જીતતા રહ્યા.

હવે યોગીના CM બનવાની કહાની જાણીએ..

બીજી ઘટના: UPના 2 મોટા નેતા, 1 કેન્દ્રના મંત્રી, પરંતુ યોગીએ બાજી પલટી નાખી
આ કહાનીમાં 4 પાત્ર છે. એક એ સમયના પ્રદેશ ભાજપ અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્યા, બીજા ગાજીપુરના સાંસદ મનોજ સિન્હા, ત્રીજા એ સમયના વિદેશમંત્રી સુષમા સ્વરાજ અને ચોથા ગોરખપુરના સાંસદ યોગી આદિત્યનાથ. તેની શરૂઆત થાય છે ડિસેમ્બર 2016થી. દિલ્હીની ઠંડીમાં ઉત્તરપ્રદેશના એક રૂમમાં UP BJP અધ્યક્ષ કેશવ મૌર્યાને એક ફોન આવ્યો. સામેવાળી વ્યક્તિએ કોઈ TV ચેનલના સર્વે વિશે જણાવ્યું, યુપીમાં BJPની સરકાર બનશે તો કયા નેતાને જનતા CM તરીકે જોવા માગશે એ માટેનો સર્વે હતો.

સર્વેમાં 36% વોટ સાથે કેશવ બીજા નંબરે હતા. તેમને સમજમાં ન આવ્યું કે મારી આગળ કોણ નીકળી ગયું? થોડા સમય બાદ જાણવા મળ્યું કે પહેલા નંબરે 48% વોટ સાથે ગોરખપુરના સાંસદ યોગી આદિત્યનાથ છે, જેનો તેમને વિશ્વાસ જ ન થયો, કારણ કે યોગી તો સીનમાં હતા જ નહીં, તો તેમનું નામ સર્વેમાં કેમ રાખવામાં આવ્યું.

સર્વેમાં 11% વોટ સાથે ત્રીજા નંબરે રાજનાથ સિંહ અને 4% વોટ સાથે ચોથા નંબર પર મનોજ સિન્હા હતા. બીજા દિવસે કેશવ BJP ઓફિસ પહોંચ્યા અને ત્યારના ગૃહમંત્રી રાજનાથ સિંહ મીડિયાના સામે આવ્યા અને કહ્યું કે તેઓ યુપીના CM નહીં બને.

ભાજપે પ્રચાર ચાલુ કર્યો કે ચૂંટણી બાદ CM નક્કી થશે, પરંતુ માર્ચ 2017માં જ્યારે BJPનો મેનિફેસ્ટો આવ્યો તો યોગીનો ફોટો નહોતો લગાવવામાં આવ્યો. ફ્રન્ટ પેજ પર રાજનાથ સિંહ અને કેશવ મૌર્યા રહ્યા. યોગી સાઈલેન્ટલી આ બાબતો પર ધ્યાન રાખી રહ્યા હતા.

ત્યારે જ એક ફોન આવ્યો અને સીનમાં સુષમા સ્વરાજ પ્રવેશ્યાં
25 ફેબ્રુઆરી 2017ની સવારે યોગી ફિલ્ડમાં પ્રચાર માટે નીકળવાની તૈયારીમાં હતા. ત્યારે એક ફોન આવ્યો, બીજી બાજુથી એ સમયના વિદેશમંત્રી સુષમા સ્વરાજ બોલી રહ્યા હતા, યોગી જી તમને પાર્લમેન્ટરી ડેલિગેશનનો ભાગ બનીને વિદેશ જવાનું છે. યોગીએ જવાબ આપ્યો, 6 માર્ચ સુધી યૂપીમાં ચૂંટણી પ્રચાર કરવાનો છે. હવે ન જઈ શકું. સુષમાજીએ કહ્યું, 6 માર્ચ પછી જ જવાનું છે.

યોગી માની ગયા અને 8 માર્ચ 2017એ દિલ્હી પહોંચ્યા. તેમનો પાસપોર્ટ પહેલાં જ ત્યાં પહોંચી ચૂક્યો હતો, પરંતુ 10 માર્ચે પાસપોર્ટ તેમને પરત કરી દેવામાં આવ્યો. ત્યારે તેમને બહાર નહોતું જવાનું. કારણ કોઇ જાણતું ન હતું. 11 માર્ચ યુપી વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યું. ભાજપે 312 સીટો જીતી લીધી હતી. NDA 325 પર પહોંચી ગયું હતું. પાર્ટીએ 15 વર્ષ બાદ યુપીમાં કમબેક કર્યું હતું.

કહેવામાં આવે છે મનોજ સિન્હાના સમર્થકોએ મીઠાઈ વહેંચી દીધી હતી
દિલ્હી અને લખનઉમાં આવન-જાવન શરૂ થયું. તેજ દોડધામમાં કોઈએ મનોજ સિન્હાના સમર્થકોને કહી દીધું કે પંડિતજીને લીલી ઝંડી મળી ગઈ છે. સમર્થકોએ ખુશીમાં મીઠાઈઓ વહેંચી દીધી હતી.

દિલ્હીથી વિદેશ જવાની જગ્યાએ યોગી ગોરખપુર પરત ફર્યા
16 માર્ચની પાર્લમેન્ટરી બેઠકમાં સામેલ થયા. ત્યાર બાદ ગોરખપુર પરત ફર્યા. ઉલ્લેખનીય છે કે 18 માર્ચે તેમને સ્પેશિયલ ચાર્ટર પ્લેનમાં દિલ્હી બોલાવામાં આવ્યા હતા.

CM પદના 2 ઉમેદવાર, બે અલગ રીતે સ્વાગત
18 માર્ચની સવારે, દિલ્હી એરપોર્ટ પર ભાજપના CMપદના બે ઉમેદવાર ઉડાન ભરવા તૈયાર હતા. પહેલા કેશવ મૌર્યા અને તેમના સાથે પ્રદેશ પ્રભારી ઓમ માથુર અને સંગઠન મંત્રી સુનીલ બંસલ હતા.

બીજા હતા યોગી આદિત્યનાથ. તેમની પાસે ચાર્ટર પ્લેન હતું, સાથે બસ એક જ સહયોગી. યોગી અને કેશવની મુલાકાત થઈ. યોગીએ દરેક નેતાઓને ચાર્ટર પ્લેનમાં સાથે જવાનું કહ્યું. દરેક નેતા લખનઉ એરપોર્ટ પર પહોંચી ગયા.

કેશવ જ્યારે એરપોર્ટની બહાર આવ્યા તો તેમના માટે આશરે 1000 કાર્યકર્તાની ભીડ એકઠી થઈ હતી. પૂરા યુપી ડોલા થા, કેશવ-કેશવ બોલા થા-ના નારા ગુંજતા હતા. બીજી તરફ યોગી પોતાના 6-7 સમર્થક સાથે ચૂપચાપ ગાડીમાં બેસીને VVIP ગેસ્ટ હાઉસ નીકળી ગયા હતા.

નિર્ણયની એ સાંજ...
18 માર્ચની સાંજે આશરે 5:30 વાગ્યે. ધારાસભ્યની બેઠક યોજાઈ. NDAના 325 ધારાસભ્ય સહિત દરેક મોટા નેતા લોકભવન પહોંચ્યા. કેશવ મૌર્યા પણ. સૌથી છેલ્લે પ્રવેશ કર્યો યોગી આદિત્યનાથે. ધારાસભ્યો વચ્ચે એક સાંસદની હાજરી લોકોને ચોંકાવી રહી હતી. મીટિંગ સમાપ્ત થઈ. ડિસેમ્બર 2016માં કેશવે જે સર્વે જોયો હતો એ હકીકત બન્યો હતો. યોગી આદિત્યનાથ યુપીના મુખ્યમંત્રી બની ગયા. 19 માર્ચે તેમણે ઉત્તરપ્રદેશના CM દની શપથ લીધા.

1985 બાદ કોઈ CM ફરીથી ખુરશી પર નથી બેઠા..તો આ વખતે...
એ દિવસે તો યોગીજીએ બાજી મારી લીધી. હવે 5 વર્ષ વીતી ગયાં છે. ફરી એ જ સ્થિતિ ઊભી થઈ છે, પરંતુ એક ફેક્ટ છે, યુપીમાં 1985 બાદ કોઈપણ મુખ્યમંત્રી આગલી ચૂંટણી જીતીને તરત ખુરશી પર નથી બેસી શક્યા.

યોગી પહેલા ભાજપના 3 CM કલ્યાણ સિંહ, રામ પ્રકાશ ગુપ્તા અને રાજનાથ સિંહમાંથી કલ્યાણ સિંહ એવા નેતા છે જેઓ બે વખત સીએમ બન્યા, પરંતુ સતત નહીં. શું યોગીજી આ ઈતિહાસને બદલી નાખશે. પરિણામ 10 માર્ચ 2022એ છે.