કેપિટલ હુમલાનું 1 વર્ષ:હિંસાના સમર્થનમાં 48% અમેરિકી, ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા 10% વધી

કેપિટલ હુમલાનું 1 વર્ષ:હિંસાના સમર્થનમાં 48% અમેરિકી, ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતા 10% વધી

 
    • ટ્રમ્પ હજુ પણ નંબર 1 રિપબ્લિકન નેતા, કોઈ પડકાર નહીં

અમેરિકી સંસદ(કેપટિલ) પર ગત વર્ષે 6 જાન્યુઆરીમાં થયેલી ઐતિહાસિક હિંસાના એક વર્ષ પછી પણ ત્યાંનો સમાજ વિભાજિત દેખાઈ રહ્યો છે.આ વર્ષે કરાયેલા માય ગોવ સરવે પ્રમાણે 48 ટકા લોકો હજુ પણ કેપિટલ હિંસાને સમર્થન આપે છે. તેમાંથી સૌથી વધુ 9 ટકા લોકો માને છે કે આ પ્રકારની હિંસાથી વિરોધીઓને કડક મેસેજ જાય છે.

ચોંકાવનારાં પરિણામ એ છે કે 2024ની ચૂંટણીમાં જો ડેમોક્રેટ જીતશે તો 4 ટકા અમેરિકી ફરી હિંસાને સમર્થન આપશે. જોકે ફેબ્રુઆરી 2021ના એપી-નર્કના સરવેથી ડોનાલ્ડ ટ્રમ્પની લોકપ્રિયતામાં લગભગ 10 ટકાનો વધારો થયો છે. ટ્રમ્પ 2024ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં પોતાની દાવેદારીને મજબૂત કરી રહ્યા છે. તેના માટે તે 6 જાન્યુઆરી 2021ના મામલાને કોર્ટમાં પણ લડી રહ્યા છે. ચૂંટણી હાર્યાના એક વર્ષ પછી પણ ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના નંબર વન નેતા છે. ગત એક વર્ષ દરમિયાન તેમણે પાર્ટી માટે સૌથી વધુ લગભગ 15 લાખ કરોડ રૂપિયાનું ફન્ડિંગ કર્યું.

ઘૃણાનો ચહેરો : શામન ખુદને મેન્ટલ રોગી ગણાવે છે
કેપિટલ હિંસાના આરોપમાં પોલીસ 705 ટ્રમ્પ સમર્થકોની ધરપકડ કરી ચૂકી છે. તેમાંથી 165ને સજા પણ થઈ ચૂકી છે. શિંગડાવાળી કેપ પહેરી અમેરિકી સમાજમાં ઘૃણાનો ચહેરો બનનાર કુખ્યાત શામનને જ્યારે નવેમ્બર 2021માં સજા કરાઈ તો તેના વકીલે બચાવમાં શામનને માનસિક રોગી ગણાવ્યો હતો.

ટ્રમ્પવિરોધી 7 રિપબ્લિકન સેનેટરોએ હજુ પણ મૌન સેવ્યું છે
હિંસાના વિરોધમાં રાજીનામું આપનારા વ્હાઈટ હાઉસ પ્રતિનિધિ અને કેબિનેટ સચિવ હવે હાંશિયામાં ધકેલાયા છે. ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવને સમર્થન આપનારા ઉ. કેરોલિનાના સેનેટર રિચર્ડ બર્ર, લુસિયાનાના બિલ કેસેડી, મેનની સુજન કોલિન્સ, અલાસ્કાની લીઝા મુરકોવિસ્કી, યુટાહના મિટ રોમની, બેન સેસેસ તથા પેન્સિલવેનિયાના પેટ ટોમીએ પણ મૌન સાધી લીધું છે.

હિંસામાં સામેલ મોટા ભાગના યુવાઓનું પોલીસ-આર્મી બેકગ્રાઉન્ડ
કેપિટલ હિંસાની તપાસમાં સામે આવ્યું કે તેમાં સામેલ યુવાઓ પોલીસ અથવા આર્મી બેકગ્રાઉન્ડ ધરાવે છે. ન્યુયોર્ક યુનિવર્સિટીના પ્રો.માઈકલ રોવ અનુસાર આ અમેરિકી સમાજમાં વધતી અસહિષ્ણુતાનું પ્રતીક છે. અમેરિકી સમાજમાં અનેક યુવા અશ્વેતો અને શ્વેતો પ્રતિ કટુતાનો ભાવ ધરાવે છે. તે અમેરિકી સમાજમાં આવી રહેલું એક વધુ મોટું ઘાતક પરિવર્તન છે.

જો આપણે એલર્ટ નહીં રહીએ, બેદરકાર બનીશું તો લોકશાહી માટે આ મોટો ખતરો : હેરિસ
આ દરમિયાન ગુરુવારે કેપિટલ હિંસાને એક વર્ષ પૂરું થવા પર અમેરિકામાં અનેક જગ્યાઓ વિરોધમાં સભાઓ યોજાઈ. અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે લગભગ 200 વર્ષ જૂનાં અમેરિકી લોકતાંત્રિક મૂલ્યોને બચાવી રાખવા તે આપણા સૌની જવાબદારી છે. બાઈડેને કહ્યું કે કોઈ પણ પાર્ટી બંધારણથી વધુ મહત્ત્વપૂર્ણ નથી. બધાએ તેનું પાલન કરવું પડશે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું કે લોકતંત્રની અસલ શક્તિ કાયદાનું શાસન છે. કેપિટલ હિંસા એ વાતનું પ્રતીક છે કે જો આપણે એલર્ટ નહીં રહીએ અને બેદરકારી દાખવીશું તો તે આપણા લોકતંત્ર માટે વધુ ઘાતક સાબિત થશે. કેપિટલ હિંસા અમેરિકી મૂલ્યો વિરુદ્ધ છે. આપણે બધાએ લોકતંત્રને બચાવવા યોગદાન આપ્યું છે. તેને આપણે કોઈ પણ કિંમતે ગુમાવીશું નહીં.

  •